Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજોશીમઠ આપદાના પીડિતોની વહારે આવશે હરિદ્વારના સાધુ-સંતો, કહ્યું- સરકારને જે કંઈ પણ...

    જોશીમઠ આપદાના પીડિતોની વહારે આવશે હરિદ્વારના સાધુ-સંતો, કહ્યું- સરકારને જે કંઈ પણ મદદની જરૂર હશે તેમાં સહકાર આપીશું

    જોશીમઠના આપદા પીડિતોની વહારે આવેલા હરિદ્વારના સાધુ-સંતો દ્વારા એવી પણ ખાતરી આપવામાં આવી હતી કે સરકારને જે પણ મદદની જરૂર પડશે તેઓ મદદ કરવા તૈયાર છે.

    - Advertisement -

    અત્યારે આખા દેશની નજર ઉત્તરાખંડમાં 6,000 ફીટની ઊંચાઈએ આવેલા નાનકડા નગર જોશીમઠ પર છે. થોડા દિવસ પહેલાં અચાનક જમીન ધસી પડવાનો ક્રમ શરૂ થયા બાદ ત્યાં વસતા અનેક લોકોના ઘરોમાં પણ મોટી-મોટી તિરાડો પડી હતી. રાજ્ય અને કેન્દ્ર સરકારે સતર્કતા દાખવીને વિસ્તારો ખાલી કરાવ્યા બાદ હાલ તો પરિસ્થિતિ કાબુમાં છે, પરંતુ જે લોકો આ આપદા સામે ઘરવિહોણા થયા છે તેમના પ્રસ્થાપનનો મુદ્દો હવે મોટો પડકાર છે, તેવામાં જોશીમઠના આપદા પીડિતોની વહારે હરિદ્વારના સાધુ-સંતો આવ્યા છે. જેની જાણકારી વન વિકાસ નિગમના અધ્યક્ષ કૈલાશ ગહતોડીએ આપી છે.

    મીડિયા સંસ્થાન ABPએ આપેલા રિપોર્ટ મુજબ કૈલાશ ગહતોડી હરિદ્વાર જઈને સાધુ-સંતોને મળ્યા મળ્યા હતા અને સંતોને આ આફતની ઘડીમાં સહકારની અપીલ કરી હતી. જોશીમઠના આપદા પીડિતોની વહારે આવેલા હરિદ્વારના સાધુ-સંતો દ્વારા એવી પણ ખાતરી આપવામાં આવી હતી કે સરકારને જે પણ મદદની જરૂર પડશે તેઓ મદદ કરવા તૈયાર છે.

    રિપોર્ટમાં જણાવ્યા અનુસાર વન વિકાસ નિગમના અધ્યક્ષ કૈલાશ ગહોતોડીનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ તમામ બાબતો પર દેખરેખ રાખી રહ્યા છે અને મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી તમામ અધિકારીઓ અને ભૂસ્તરશાસ્ત્રીઓ સાથે મળીને કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આફતની આ ઘડીમાં સૌએ સાથે મળીને કામ કરવાનું છે, સંત સમાજ હંમેશા લોકોની મદદ કરવામાં અગ્રેસર રહે છે. કોરોના કાળમાં પણ આપણને તે જોવા મળ્યું હતું. સંતોએ અમને ખાતરી આપી છે કે આપત્તિની આ ઘડીમાં તેમના દ્વારા સરકારને ટેકો આપવામાં આવશે.

    - Advertisement -

    આ સાથે જ વિપક્ષે લગાવેલા આરોપો પર તેમને જવાબ આપતા કૈલાશ ગેહતોડીનું કહેવું છે કે આજે વિપક્ષ અગાઉની આપત્તિઓને ભૂલી ગયો છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે વિપક્ષને સદબુદ્ધિ આપે કારણ કે આપત્તિની આ ઘડીમાં તમામે વિરોધ કરવાને બદલે સરકારને સહકાર આપવો જોઈએ.

    રિપોર્ટ અનુસાર સંતોએ સંકટની આ ઘડીમાં સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે. યુવા ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ શિવાનંદજીનું કહેવું છે કે, ઉત્તરાખંડ વન વિકાસ નિગમના અધ્યક્ષ કૈલાશ ગહતોડીએ ગરીબદાસ આશ્રમમાં સંતો સાથે મુલાકાત કરી અને જોશીમઠ હોનારત વિશે વાત કરી હતી. કૈલાશ ગહતોડીએ સંતોને આગળ આવીને કામ કરવા અપીલ કરી હતી. જે પછી સંતોએ આશ્વાસન આપ્યું છે કે સંકટની આ ઘડીમાં અમે સરકાર અને ત્યાં રહેતા લોકો સાથે તન મન અને ધનથી ઉભા છીએ. રિપોર્ટ મુજબ યુવા ભારત સાધુ સમાજના મહામંત્રી રવિ શાસ્ત્રીનું કહેવું છે કે, સરકાર અમારી પાસેથી જે પણ મદદ ઇચ્છે તે આપવા અમે તૈયાર છીએ. આફતની આ ઘડીમાં સંત સમાજ જોશીમઠના લોકોની સાથે ઉભો છે.

    જોશીમઠ ઉત્તરાખંડના હિમાલય ક્ષેત્રના જિલ્લા ચમૌલીનું એક નગર છે. 20 હજારની વસ્તી ધરાવતું આ નગર પહાડી ક્ષેત્રમાં આવેલું છે. તેનું ક્ષેત્રફળ 2.5 વર્ગ/કિલોમીટર છે, જ્યાં 400થી વધુ કમર્શિયલ મકાનો છે, જ્યારે આશરે 3,900થી વધુ રહેણાંક મકાનો છે. જોકે નગરપાલિકાના ડેટા પ્રમાણે ખાલી 1,790 ઘરો જ ઘરવેરો ભરે છે.

    કહેવાય છે કે વર્ષો પહેલાં 70ના દાયકામાં એક કમિશને પોતાના રિપોર્ટમાં ચેતવણી આપી હતી અને કહેવામાં આવ્યું હતું કે આ વિસ્તાર અતિસંવેદનશીલ છે અને તેના મૂળ સાથે કોઈ પણ ચેડાં કરવા એ મોટું જોખમ સાબિત થશે. કમિશને આ બાબતો જણાવીને ત્યાં ચાલતા નિર્માણકાર્યને સીમિત પ્રમાણમાં જ થવા દેવામાં આવે. પરંતુ ત્યારે આ બાબતો અવગણી દેવામાં આવી હતી અને ત્યારપછી પણ નિર્માણકાર્ય ચાલુ જ રહ્યું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં