Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅલવરના દલિત પરિવાર પર હુમલો, ઇકબાલ અને રમઝાન 30-40 લોકો લઈને આવ્યો...

    અલવરના દલિત પરિવાર પર હુમલો, ઇકબાલ અને રમઝાન 30-40 લોકો લઈને આવ્યો અને ડંડા વરસાવ્યા; અસલમે ગર્ભવતી મહિલાના પેટ પર પાટું પણ માર્યું

    આ કેસમાં પોલીસે કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે. પરંતુ અન્ય આરોપીઓની ધરપકડ ન થવાથી હિન્દુવાદી સંગઠનો નારાજ છે. જેને લઈને સ્થાનિક હિંદુ સંગઠનના અગ્રણી નિર્મલ સુરાએ કહ્યું કે, મુસ્લિમ સમુદાય દ્વારા થયેલા આ હુમલાના મામલામાં કલમ 302 હેઠળ કેસ નોંધવો જોઈએ

    - Advertisement -

    રાજસ્થાનના અલવરના એક દલિત પરિવાર પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. અલવરના રામગઢ તાલુકામાં 30 થી 40 મુસ્લિમોના ટોળાએ ગામમાં રહેતા દલિત પરિવારના સભ્યો પર લાઠી ડંડા લઈને હુમલો કર્યો હતો. આ આખી ઘટના નૌગાવની હોવાનું કહેવામાં આવી રહ્યું છે, સાથે જ પીડિત દલિત પરિવારે આક્ષેપ કર્યો છે કે આ ઘટનામાં રાજસ્થાન પોલિસ તેમને કોઈ સહયોગ નથી આપી રહી, જયારે હાલ હિન્દુવાદી સંગઠનોએ પીડિત પરિવારની પડખે ઉભા રહીને તેમને ન્યાય અપાવવા પ્રયત્નો કરી રહે છે.

    મળતા અહેવાલો અનુસાર અલવરના દલિત પરિવાર પર હુમલો કરવા માટે આ ગામના જ રહેવાસી મુસ્લિમ સમુદાય અસ્લમ, રમઝાન અને ઈકબાલ નામના ઇસમોએ મુસ્લિમોનું 30 થી 40 જણનું ટોળું એકઠું કરીને દલિત પરીવાર પર લાકડીઓ અને ડંડા વડે હુમલો કર્યો હતો, પીડિત પરિવારે આક્ષેપ કર્યો હતો કે આ હુમલામાં પોલીસ કોઈ પ્રકારની કાર્યવાહી નથી કરી રહી, જોકે ઘટનાને લઈને સ્થાનિક પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ ઘટના ઘેટા બકરા ચરાવવાના વિવાદ બાદ ઘટી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

    હુમલા દરમિયાન અસલમે ગર્ભવતી મહિલાના પેટ પર પાટુ માર્યું

    અહેવાલોમાં જણાવ્યાં અનુસાર પીડિત પરિવારની એક ગર્ભવતી મહિલાએ હુમલાખોર ઇકબાલ અને અસલમ પર આરોપ લગાવ્યો હતો કે તેણે તેના પેટ પર લાત મારીને તેના બાળકની હત્યા કરી નાંખી છે. પીડિતાએ મીડિયાને જણાવ્યું હતું કે હુમલાખોરોએ તેના ભાઈનો પગ ભાંગી નાખ્યો હતો. જ્યારે તે તેના ભાઈને બચાવવા વચ્ચે પડી ત્યારે અસલમ, ઈકબાલ અને રમઝાને તેના પર પણ હુમલો કર્યો હતો.

    - Advertisement -

    પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે, “ઈકબાલે મારો હાથ પકડી રાખ્યો હતો અને અસલમે મારા પેટમાં લાત મારી હતી અને રમઝાને મને થપ્પડ મારી હતી અને મને જમીન પર પછાડી હતી. મારી માતા પર પણ લાકડીઓથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તે ઘાયલ થઈ હતી. હુમલા સમયે હું ગર્ભવતી હતી. મને માર મરાયા બાદ પેટમાં ભારે દુખાવો થતો હતો. આ પછી લોહી વહેવા લાગ્યું. જેના કારણે મારા પેટમાં રહેલા અઢી મહિનાનું બાળક ગર્ભમાં જ મૃત્યુ થયું છે.”

    ઘેટાની પૂંછડી કાપતા થયો હતો વિવાદ

    અહેવાલોમાં જણાવ્યાં અનુસાર દલિત સમાજના લોકો પોતાના ઘેટા બકરા ચરાવી રહ્યા હતા, આ દરમિયાન ગામના મુસ્લિમ લોકોએ તેમની સાથે ઝઘડો કરીને કુહાડી વડે ઘેટાની પૂંછડી કાપી નાંખી હતી. જે પછી આ ઝઘડો વધી ગયો હતો. ત્યાર બાદ અસલમ, રમઝાન, અને ઇકબાલ ગામમાં ગયા હતા અને લગભગ 30 થી 40 લોકોના ટોળાને લઈને પીડિત પરિવારના ઘરે લાકડીઓ અને અન્ય હથીયાર લઈને પરિવાર પર હુમલો કર્યો હતો. જેમાં પરિવારના સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

    હિંદુ સંગઠનોએ પણ દર્શાવ્યો વિરોધ

    આ કેસમાં પોલીસે કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે. પરંતુ અન્ય આરોપીઓની ધરપકડ ન થવાથી હિન્દુવાદી સંગઠનો નારાજ છે. જેને લઈને સ્થાનિક હિંદુ સંગઠનના અગ્રણી નિર્મલ સુરાએ કહ્યું કે, મુસ્લિમ સમુદાય દ્વારા થયેલા આ હુમલાના મામલામાં કલમ 302 હેઠળ કેસ નોંધવો જોઈએ, કારણ કે પીડિત મહિલાના ગર્ભમાં જ બાળકનું મૃત્યુ થયું છે, જો તેની ધરપકડ કરવામાં નહીં આવે તો તેઓ મોટું જનઆંદોલન શરૂ કરશે. રાષ્ટ્રીય સંયોજક બ્રજભૂમિ કલ્યાણ પરિષદના સભ્ય ડૉ. પંકજ ગુપ્તાએ પણ જણાવ્યું હતું કે જો પીડિત પક્ષને સમયસર ન્યાય નહીં મળે તો આગામી સમયમાં સંઘર્ષ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં