બિહારના વન કલ્યાણ અને જલવાયુ પરિવર્તન મંત્રી તેજ પ્રતાપ યાદવ પોતાની એક IT ટીમ રાખે છે જેનું કામ માત્ર તેમનો પ્રચાર કરવાનો છે. આજ IT ટીમ પર એક યુટ્યુબ ચેનલના સંસ્થાપકને ધમકી દેવાનો આરોપ લાગ્યો છે, એટલું જ નહિ તેઓ આ યુટ્યુબર પત્રકાર પાસેથી 2 લાખ રૂપિયા પણ માંગ્યા છે. આ વિષયમાં બિહારના પૂર્વી ચંપારણમાં આવેલ પકડીદયાલ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા અરજી અપાઈ છે. ‘ટૂડે બિહાર ન્યૂઝ’ જેના યુટ્યુબ પર 7.26 લાખ સબસ્ક્રાઈબર્સ છે, તેના સંસ્થાપક પ્રકાશ રાજે આ અરજી કરી છે.
વાસ્તવમાં મામલો એવો છે કે પ્રકાશ રાજની યુટ્યુબ ચેનલ પર બુધવારે (7 ડિસેમ્બર, 2022) ‘LR Vlog‘ નામની યુટ્યુબ ચેનલ દ્વારા કોપીરાઈટ સ્ટ્રાઈક નોટિસ મોકલવામાં આવી હતી. નોટિસ એક વીડિયોને લઈને છે જેમાં આરજેડી નેતા તેજ પ્રતાપ યાદવને ધાબળા વહેંચતા બતાવવામાં આવ્યા હતા. પ્રકાશ રાજનું કહેવું છે કે તેઓ પબ્લિક પોસ્ટ પર છે તેથી જ તેમની ન્યૂઝ ચેનલ દ્વારા તેમના મંત્રી હોવાના સમાચાર અને વીડિયો બતાવવામાં આવ્યા હતા.
રાજેપૂર નવાદા ગામના રહેવાસી બીજે દિવસે જ્યારે ફોન કરવાવાળા વ્યક્તિનો સંપર્ક કરી જ્યારે પૂછ્યુ કે આ સંબંધમાં વાત આગળ વધી કે નહિ ત્યારે સામે બાજૂથી રાજીવ રંજન નામક સિનિયરનું નામ આપી તેની સાથે વાત કરવાનું જણાવાયુ. જોકે, ઓડિયો કોલથી ખૂલાસો થયો કે ત્યારબાદ રાજીવ રંજને યુટ્યુબ ચેનલના ખાતામાં 2 લાખ રૂપિયાની ડિમાંડ કરી અને તેના બદલે સ્ટ્રાઈક હટાવાનો વાયદો કર્યો.
પ્રકાશ રાજે પોલીસને કહ્યું, “શરૂઆતમાં અમને લાગ્યું કે મંત્રી તેજ પ્રતાપ યાદવના નામે અમારી સાથે છેતરપિંડી થઈ રહી છે! જ્યારે અમે બિહાર સરકારને આ અંગે ફરિયાદ કરવાની વાત કરી તો ત્યાંથી પણ અમને ધમકી આપવામાં આવી. મને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી રહી છે. અમારો પરિવાર અત્યારે ભયમાં છે. તેજ પ્રતાપ યાદવની આઈટી ટીમ દ્વારા અમને માનસિક રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે. મને ખોટા આરોપો લગાવીને કાનૂની કાર્યવાહી કરવાની ધમકીઓ પણ મળી રહી છે.
આ કિસ્સામાં અરજીની નકલ OpIndia પાસે ઉપલબ્ધ છે. ઉપરાંત, અમારી પાસે તેજ પ્રતાપ યાદવની IT ટીમના હોવાનો દાવો કરતા લોકો સાથે પ્રકાશ રાજની WhatsApp ચેટના સ્ક્રીનશૉટ્સ છે. ચેટમાં જોઈ શકાય છે કે જ્યારે પ્રકાશ રાજે કહ્યું કે તેમની કંપની આટલા પૈસા આપી શકવા સક્ષમ નથી, તો ત્યાંથી લખવામાં આવ્યું હતું – “એક તો ચોરી, ઉપર સે સિનાજોરી.” પૈસા માંગવા અંગે જણાવતાં ત્યાંથી કહેવામાં આવ્યું કે અમને કંઈ સમજાતું નથી.
જે વિડિયોને લીધે કોપી રાઈટ સ્ટ્રાઈકનો મામલો બનાવાઈ રહ્યો છે તેને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના યુટ્યુબ ચેનલ પર પણ બતાવાયો છે. ફોન કોલ રેકોર્ડીગ માં સાંભળી શકાય છે કે સામે તરફથી ફોન પર વાત કરનાર પોતાની ઓળખ તેજ પ્રતાપ યાદવની IT Cell ના સભ્ય તરીકે આપે છે તેમજ કોપીરાઈટ સ્ટ્રાઈક પણ તેમના દ્વારા જ થઈ છે. ત્યારબાદ કહેવાયું કે કોપીરાઈટ સ્ટ્રાઈક હટાવાનો ચાર્જ 2 લાખ રૂપિયા છે જે તેને ચૂકવવોજ પડશે.
જ્યારે બીજી વાર નિવેદન કરવામાં આવ્યું તો સામા તરફથી જવાબ મળ્યો કે, ‘નિયમ અને શરતો બતાવાઈ ગઈ છે અને ‘LR Vlog’ કંપનીનાજ બેંક ખાતામાં રૂપિયા આપવા પડશે. જ્યારે અને ‘LR Vlog’ તપાસી તો તેના ડીસ્ક્રીપશનમાં નીચે લખેલું હતું ‘તેજ પ્રતાપ યાદવ, વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી, વિધાનસભા મતવિસ્તાર – હસનપુર (બિહાર).’ તેમજ ‘બિઝનેસ ઈન્કવાયરી’ માટે ‘[email protected]’ નામના આઈડી પર ઈમેલ કરવા માટે કહેવામાં આવ્યું છે.
આ ચેનલના ડીપી તરીકે તેજ પ્રતાપ યાદવની તસવીર પણ જોડાયેલ છે. 6 નવેમ્બર, 2021 ના રોજ બનાવવામાં આવેલ આ ચેનલના 65,600 સબ્સ્ક્રાઇબર્સ છે. આના પર આવા ઘણા વીડિયો છે, જે તેજ પ્રતાપ યાદવે પોતે બનાવ્યા છે અને ઘણા વીડિયોમાં તે એમ પણ કહે છે, “નમસ્કાર, તમે LR Vlog જોઈ રહ્યા છો અને હું તેજ પ્રતાપ યાદવ છું.” આમાં તે ક્યારેક પોતાના ગામ ફુલવારિયા, ક્યારેક પટના બાયોલોજિકલ પાર્કમાં ફરવા જાય છે તો ક્યારેક તે ટ્રેનની મુસાફરીમાં જોવા મળે છે.
પ્રકાશ રાજે આ સંબંધમાં પોતાના યુટ્યુબ ચેનલ પર વિડિયો બનાવી પૂછ્યું છે શું આ યોગ્ય છે? તેમણે તેજ પ્રતાપ યાદવને માંગણી કરી છે કે તે રૂપિયા માંગવાવાળા લોકો પર કાર્યવાહી કરે. તેમણે પૂછ્યું કે શું હવે તેજ પ્રતાપ યાદવ યુટ્યુબર્સ પાસેથી પૈસાથી ઉઘરાણી કરશે? આ સંબંધે તેજ પ્રતાપ તરફથી કોઈ જ જવાબ આવ્યો નથી. તેમના તરફથી જવાબ આવતા સ્ટોરી અપડેટ કરવામાં આવશે.