ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા 4 ડિસેમ્બરે એક નાટ્યત્મક ઘટનાક્રમ સામે આવ્યો હતો. કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું હતું કે દાંતા વિધાનસભાના તેમના ઉમેદવાર કાંતિભાઈ ખરાડી પર હુમલો થયો છે અને તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. પરંતુ જિલ્લા પોલીસ અનુસાર કાંતિભાઈ પોતે આ વાતને નકારી ચુક્યા છે.
અહેવાલો અનુસાર 4 ડિસેમ્બરની રાતે બનાસકાંઠા કોંગ્રેસના દાંતાના ઉમેદવાર કાંતિ ખરાડીનો ગુમ થવાનો મામલો સામે આવ્યો હતો. જે બાદ તેમની કોઈ ભાલ મળી રહી નહોતી. આ દરમિયાન કોંગ્રેસે ભાજપ કર આરોપ કર્યો હતો કે ભાજપે ખરાડી પાર હુમલો કરીને તેમનું અપહરણ કર્યું છે.
ગાંધીનગર સચિવાલય થી રાત્રે 2 વાગે
— Jagdish Thakor (@jagdishthakormp) December 4, 2022
દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી મુદ્દે pic.twitter.com/oUYvLb9xX7
મામલો પોલીસ સુધી પહોંચતા રેન્જ આઇજી જે આર મોરથલીયા પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં 4 કલાક બાદ જંગલમાંથી કાંતિભાઈ ખરાડી સકુશળ મળી આવ્યા હતા.
ખરાડીએ પોતે હુમલા અને અપહરણની વાત નકારી: પોલીસ
જે બાદ ગુજરાતના અધિક મુખ્ય નિર્વચક અધિકારી કુલદીપ આર્યાએ જણાવ્યું હતું કે, “કોંગ્રેસના પ્રતિનિધિ મંડળની રજૂઆત બાદ 4 ડિસેમ્બરની મધરાત પછી મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ બનાસકાંઠા જિલાના પોલીસ નિરીક્ષક અને જિલ્લા પોલીસ વાળને આ અંગે તાત્કાલિક તપાસ કરીને રિપોર્ટ કરવાની સૂચના આપી હતી.”
દાંતાના કોંગ્રેસ ઉમેદવાર કાંતિભાઈ ખરાડી પર કોઈ જ હુમલો થયો નથી કે તેમનું અપહરણ પણ થયું નથી: જિલ્લા પોલીસhttps://t.co/EjtdtbgGJv
— દેશગુજરાત ગુજરાતી (@DeshGujaratG) December 5, 2022
તેઓએ આગળ જણાવ્યું કે, “બનાસકાંઠા પોલીસના અધિકારીઓ તત્કાળ કાંતિભાઈ ખરાડીને મળ્યા હતા. ખરાડી પર કોઈ જ હુમલો થયો નથી કે તેમની અપહરણ પણ થયું ન હતું. આ બાબત કાંતિભાઈ ખરાડીએ જાતે બનાસકાંઠા જિલ્લા પોલીસને કહી છે. પોલીસ અનુરોધ પછી પણ તેમણે કોઈ જ ફરિયાદ નોંધાવવાની ઈચ્છા નહિ હોવાનું જણાવ્યું હતું.”
થરાદના કોંગ્રેસ ઉમેદવારે પણ હુમલાની ફરિયાદ કરી
થરાદના ધારસભ્ય ગુલાબસિંહ રાજપૂત ઉપર હુમલો કરાયાના આક્ષેપ તેઓએ કર્યો હતો. ત્યારે મોડી રાત્રે થરાદમાં થયેલા આ હુમલામાં ગુલાબસિંહ ઉપર ભાજપના લોકોએ હુમલો કર્યાના આક્ષેપ ઉઠ્યો હતો.
ત્યારે થરાદમાં મામલો તંગ બનતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. સમગ્ર ઘટના બાદ ગુલાબસિંહ ફેસબુક પર લાઈવ થયા હતા અને હુમલાની માહિતી આપી હતી. જેના બાદ રાજકીય માહોલ વધુ ગરમાયો હતો.
હવે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂરું થવાની અણી પર છે. બંને તબક્કાઓનું પરિણામ 8 ડિસેમ્બરના દિવસે આવનાર છે.