ગોવામાં આયોજિત ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ભારે ગરમાવો આવી ગયો છે. અભિનેતા અનુપમ ખેર અને વિવેક અગ્નિહોત્રીએ તેનો સખત વિરોધ કર્યો છે. તે જ સમયે કોંગ્રેસ પાર્ટી, અભિનેત્રી સ્વરા ભાસ્કર અને શિવસેના નેતા સંજય રાઉત ઇઝરાયેલના વામપંથી ફિલ્મ નિર્માતાના સમર્થનમાં જોવા મળી રહ્યા છે.
IFFI જ્યુરીના વડા નાદવ લેપિડે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને અશ્લીલ અને પ્રોપેગન્ડા ફિલ્મ ગણાવી છે. શિવસેનાના સંજય રાઉત ઇઝરાયેલના વામપંથી ફિલ્મ નિર્માતાના સમર્થનમાં કુદીને કહ્યું કે, “ધ કાશ્મીર ફાઇલ્સ વિશે આ સાચું છે. જ્યારે એક પક્ષ દ્વારા બીજા પક્ષ સામે ખરાબ પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. ત્યારે બીજી પાર્ટી સરકાર માટે પ્રચારમાં વ્યસ્ત હતી. પરંતુ આ ફિલ્મ રિલીઝ થયા બાદ કાશ્મીરમાં સૌથી વધુ હત્યાઓ થઈ છે. અનેક કાશ્મીરી પંડિતો અને સુરક્ષાકર્મીઓ માર્યા ગયા.”
Where were these Kashmir Files people then? The children of Kashmiri Pandits were also agitating, where were they then? Nobody came forward then, nor were there plans for a Kashmir Files 2.0 – make that too: Sanjay Raut, Shiv Sena (Uddhav Balasaheb Thackeray) leader (2/2) pic.twitter.com/ayhvEwQBdO
— ANI (@ANI) November 29, 2022
તાજેતરમાં જ જામીન પર જેલમાંથી બહાર આવેલા ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે વધુમાં કહ્યું કે, “આ સિનેમા આવ્યા પછી કાશ્મીરમાં સૌથી વધુ હત્યાઓ થઈ. પંડિતો માર્યા ગયા. સુરક્ષા જવાનો માર્યા ગયા. ત્યારે આ કાશ્મીર ફાઈલ્સ વાળા ક્યાં હતા? જ્યારે કાશ્મીરી પંડિતોના બાળકો આંદોલન કરી રહ્યા હતા. તે સમયે કોઈ આગળ આવ્યું ન હતું, ન તો કાશ્મીર ફાઇલ્સ 2.0 માટે કોઈ યોજના હતી. હવે તે પણ બનાવો.”
નોંધનીય છે કે નદવ લેપિડનું સમર્થન કરતી વખતે, સંજય રાઉતે હિન્દુઓની હત્યા માટે ઇસ્લામવાદીઓને બદલે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને જવાબદાર ઠેરવી છે. બીજી તરફ ભારતમાં ઇઝરાયેલના રાજદૂતે નદાવની વિવાદાસ્પદ ટિપ્પણી માટે માફી માંગી છે. એક પત્રમાં તેમણે કહ્યું કે કાશ્મીરમાં હિંદુઓના નરસંહાર અંગેની નકારાત્મક ટિપ્પણીઓથી તેઓ શરમ અનુભવે છે. રસપ્રદ વાત એ છે કે, જ્યારે નદવ દ્વારા ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ માટે અશ્લીલ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે સંજય રાઉતે કહ્યું કે તેમણે આ ફિલ્મ જોઈ જ નથી.
સંજય રાઉત દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીનો વીડિયો ‘ઝી મરાઠી’ દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેને ‘એબીપી મંઝા’ દ્વારા પણ શેર કરવામાં આવ્યો હતો, પરંતુ ટૂંક સમયમાં આ વીડિયોને ખાનગી બનાવી દેવામાં આવ્યો હતો, જેથી લોકો તેને એક્સેસ કરી શક્યા ન હતા.
ઉલ્લેખનીય છે કે IFFI નો 53મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા 20 નવેમ્બરથી 28 નવેમ્બર દરમિયાન ગોવામાં યોજાયો હતો. ફેસ્ટિવલના આયોજકોએ હેડ જ્યુરી તરીકે ઇઝરાયેલથી નાદવ લેપિડને આમંત્રણ આપ્યું હતું. ફિલ્મ જોયા બાદ નદવે કહ્યું કે તે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોઈને માત્ર આશ્ચર્યચકિત જ નથી થયો, પણ પરેશાન પણ થયો હતો. નાદવ લેપિડે વધુમાં જણાવ્યું હતું કે તેમને આ ફિલ્મ પ્રોપગેંડા લાગી, જે આવા ફેસ્ટિવલમાં બતાવવાને લાયક ન હતી.