Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટAAP ધારાસભ્ય ગુલાબસિંહને દોડાવી-દોડાવીને માર્યા, બેઠક પડતી મૂકી ભાગવું પડ્યું, MCD ટીકીટ...

    AAP ધારાસભ્ય ગુલાબસિંહને દોડાવી-દોડાવીને માર્યા, બેઠક પડતી મૂકી ભાગવું પડ્યું, MCD ટીકીટ વેચવા બદલ ફટકાર્યા હોવાના દાવા સાથે વિડીયો વાયરલ

    ભાજપે 21 નવેમ્બર 2022 ના રોજ એક સ્ટિંગ દ્વારા ખુલાસો કર્યો હતો કે AAP નેતાઓએ MCD ચૂંટણીમાં તેમને ટિકિટ આપવાના બદલામાં પાર્ટી કાર્યકર બિંદુ શ્રીરામ પાસેથી 80 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

    - Advertisement -

    દિલ્હી નગર નિગમ (Delhi MCD Election 2022) માટે પૈસા લઈને ટીકીટ વેચવાના આરોપો સાથે પાર્ટી કાર્યકર્તાઓએજ AAP ધારાસભ્ય ગુલાબસિંહને દોડાવી-દોડાવીને માર્યા હોવાનો વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના સોમવાર (21 નવેમ્બર 2022) ના રોજ ઘટી હતી. વિડીયોમાં જોઈ શકાય છે કે એક બેઠક દરમિયાન પાર્ટી કાર્યકર્તાઓએજ AAP ધારાસભ્ય ગુલાબસિંહને દોડાવી-દોડાવીને માર્યા હતા. ગુલાબસિંહ યાદવ પોતાને બચાવીને બેઠક છોડીને ભાગતા જોવા મળી રહ્યા છે.

    દિલ્હી ભાજપે આ વિડીયો ટ્વીટ કરીને લખ્યું હતું કે, “આપના ધારાસભ્ય ધોવાઈ ગયા, પૈસા લઈને ટીકીટ વેચવાના આરોપો સાથે પાર્ટી કાર્યકર્તાઓએજ AAP ધારાસભ્ય ગુલાબસિંહને દોડાવી-દોડાવીને માર્યા, કેજરીવાલજી આ રીતે જ AAPના તમામ ભ્રષ્ટાચારી ધારાસભ્યોનો વારો આવશે.

    વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ધારાસભ્ય પોતાને બચાવવા ભાગી રહ્યા છે જ્યારે કેટલાક લોકો તેમનો પીછો કરી રહ્યા છે. આ દરમિયાન કેટલાક લોકોએ AAP ધારાસભ્યનો કોલર પકડીને થપ્પડો મારી અને કેટલાકે ધક્કામુક્કી કરી હતી.

    - Advertisement -

    અહેવાલો અનુસાર, ધારાસભ્ય ગુલાબ સિંહ યાદવ સોમવારે શ્યામ વિહારમાં કાર્યકરો સાથે બેઠક કરી રહ્યા હતા. બેઠક દરમિયાન અચાનક કાર્યકરોએ ધારાસભ્ય સાથે ઝઘડો શરૂ કરી દીધો હતો. આ પછી ગુસ્સામાં આવીને કાર્યકરોએ AAP ધારાસભ્ય ગુલાબ સિંહ સાથે મારામારી શરૂ કરી દીધી હતી. જ્યારે ગુલાબ સિંહે ભાગવાનો પ્રયાસ કર્યો તો કાર્યકર્તાઓએ દોડતા દોડતા તેમને ફટકારવાનું શરૂ કર્યું હતું.

    ભાજપ નેતા સંબિત પાત્રાએ પણ આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. તેમણે લખ્યું હતું કે, “મટિયાલાના AAP ધારાસભ્ય ગુલાબ સિંહ યાદવને ટિકિટ વેચવા બદલ ગુસ્સે ભરાયેલા AAP કાર્યકર્તાઓ દ્વારા મારપીટ કરવાનો આ વીડિયો જોઇને ક્યાંક અરવિંદ કેજરીવાલ જી તેમની યાદશક્તિ ન ગુમાવી બેસે, કારણ કે આ તમામ ભ્રષ્ટાચારીઓના કિંગપીંગતો અરવિંદ કેજરીવાલ જ છે ને.”

    આ ઘટના પહેલાનો પણ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં AAP સાથે જોડાયેલ એક વ્યક્તિ પોતે દાવો કરી રહ્યો છે કે તેણે પોતે ટીકીટ માટે કેજરીવાલ અને ગુલાબસિંહને 1 કરોડ આપ્યા હતા, આ વ્યક્તિનો વિડીયો શેર કરતા દિલ્હી ભાજપ પ્રવક્તા તજિંદર બગ્ગાએ લખ્યું હતું કે, “ગઈકાલનો કાર્યક્રમ કરનાર સુમિત શોકીન પોતે કહી રહ્યો છે કે તેણે ટિકિટ માટે કેજરીવાલ અને ગુલાબને 1 કરોડ રૂપિયા આપ્યા હતા. પરંતુ કેજરીવાલને કદાચ કોઈ બીજો મોટો ગ્રાહક મળી ગયો અને તેણે આની ટિકિટ કપાવી નાંખી.”

    આ સાથે જ સોમવારે રાત્રે, AAP ધારાસભ્યએ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું હતું કે, “ભાજપ બોખલાઈ ગયું છે. ભાજપ ટીકીટ વેચવાના પાયાવિહોણા આક્ષેપો કરી રહી છે. અત્યારે હું છાવલા પોલીસ સ્ટેશનમાં છું. મેં જોયું કે ભાજપના કોર્પોરેટર અને આ વોર્ડના ભાજપના ઉમેદવાર એવા લોકોને બચાવવા પોલીસ સ્ટેશનમાં હાજર છે. આનાથી મોટો પુરાવો શું હોઈ શકે? મીડિયા અહીં હાજર છે, ભાજપને આ ચોક્કસ પૂછવું જોઈએ.

    ઉલ્લેખનીય છે કે કે 4 ડિસેમ્બરે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન થશે. 7મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ભાજપે 21 નવેમ્બર 2022 ના રોજ એક સ્ટિંગ દ્વારા ખુલાસો કર્યો હતો કે AAP નેતાઓએ MCD ચૂંટણીમાં તેમને ટિકિટ આપવાના બદલામાં પાર્ટી કાર્યકર બિંદુ શ્રીરામ પાસેથી 80 લાખ રૂપિયાની માંગણી કરી હતી. AAP ધારાસભ્ય અખિલેશ પાટી ત્રિપાઠી પર કમલા નગર વોર્ડ નંબર 69 બેઠક પરથી ટિકિટના બદલામાં ગોપાલ ખારી નામના વ્યક્તિ પાસેથી 90 લાખ રૂપિયા લેવાનો પણ આરોપ છે . આ કેસમાં ACBએ ત્રણ લોકોની ધરપકડ પણ કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં