Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભાજપની 160 ઉમેદવારોની યાદી જાહેર, જાણો મહત્વની સીટો પરથી લડનારા ઉમેદવારોના નામ

    ભાજપની 160 ઉમેદવારોની યાદી જાહેર, જાણો મહત્વની સીટો પરથી લડનારા ઉમેદવારોના નામ

    ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણી માટે આજે ભારતીય જનતા પક્ષે 182માંથી 160 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં ઘણાં બધાં રીપીટ થયાં છે તો કેટલાકની ટીકીટ કપાઈ ગઈ છે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે 160 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં 69 ધારાસભ્યોને રિપિટ કરાયા છે જ્યારે 38 ધારાસભ્યો આ વખતે ચૂંટણી નહિ લડે, ભાજપે જાહેર કરેલા લીસ્ટમાં કુલ 14 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે, આ સાથે 4 ડોક્ટર અને 4 PHD ડીગ્રી હોલ્ડર્સ ભાજપના ઉમેદવાર જાહેર થયા છે.જયારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયાથી જ ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

    પ્રથમ તબક્કામાંથી 89માંથી 84 ઉમેદવાર જાહેર

    ઉમેદવારોની યાદી મુજબ ભાજપે પ્રથમ તબક્કામાંથી 89માંથી 84 ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં પહેલા તબક્કામાંથી 84માંથી 14 મહિલાઓ સામેલ કરવામાં આવી છે. ભાજપની જાહેર કરાયેલી યાદી મુજબ ઘાટલોડિયાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લડશે, હર્ષ સંઘવી મજૂરાથી ચૂંટણી લડશે, વાવમાં સ્વરૂપ ઠાકોર, થરાદમાં શંકર ચૌધરી, જેતપુરમાં જયેશ રાદડિયાને ટીકીટ અપાઈ છે જયારે જસદણથી કુંવરજી બાવળિયા લડશે, કતારગામથી વિનુ મોરડિયા લડશે, માણાવદરથી જવાહર ચાવડા,ગઢડામાં શંભુપ્રસાદ ટુંડિયા, અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, અને મોરબીથી કાંતિ અમૃતિયા ચૂંટણી લડશે.

    - Advertisement -

    બીજા ફેઝના ઉમેદવારોના નામની યાદી

    બીજા ફેઝમાં જાહેર થયેલી યાદી મુજબ અમદાવાદ એલિસબ્રિજથી શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ, નિકોલ વિધાનસભાથી જગદીશ પંચાલ, નારણપુરાથી જીતેન્દ્ર પટેલ, બાપુનગરથી રાજેન્દ્રસિંહ કુશવાહ, દરિયાપુરથી કૌશિકભાઇ, અસારવા દર્શના વાઘેલા, દસક્રોઇ બાબુભાઇ પટેલ, વિરમગામમાંથી હાર્દિક પટેલ, ઇડરથી રમણલાલ ઇશ્વરલાલ વોરા, મોડાસા ભીખુભાઇ પરમાર, ખંભાત મહેશભાઇ રાવલ, ઉમરેઠ ગોવિંદ પરમારનાં નામ જાહેર થયા છે.

    ભાજપના આ સીનીયર નેતાઓ સ્વેચ્છાએ ચૂંટણી નહિ લડે

    ભાજપના ઉમેદવારોની નામની જાહેરાત કરે તેના પહેલા જ રૂપાણી મંત્રી મંડળના નેતાઓની એક બાદ એક જાહેરાત સામે આવી હતી કે તેઓ ચૂંટણી નહી લડે. પાંચ સીનીયર નેતાઓએ આ વિધાનસભામાં ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. આ સીનીયર નેતાઓમા પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સરકારના સમયના મંત્રી અને ભાજપના સિનિયર નેતા ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા તેમજ પ્રદીપસિંહ જાડેજા ચૂંટણી નહીં લડે.

    યાદી જાહેર થાય તે પહેલા ભાજપના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓએ ચૂંટણી ન લડવાની સ્વૈચ્છિક જાહેરાત કરી દીધી હતી. આ અગાઉ વિજય રૂપાણી અને નીતિન પટેલે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં