ભારતીય જનતા પાર્ટીના આઇટી સેલ હેડ અમિત માલવિયાએ ડાબેરી મીડિયા પોર્ટલ ‘ધ વાયર’ અને તેના સંપાદકો સામે ફરિયાદ નોંધાવ્યા બાદ આ મામલે દિલ્હી પોલીસે કેસ દાખલ કર્યો હતો. હવે દિલ્હી પોલીસ ‘ધ વાયર’ના સંસ્થાપકોના ઘરે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
Delhi Police Crime Branch searches underway at The Wire's founder Siddharth Varadarajan's residence: Delhi Police
— ANI (@ANI) October 31, 2022
Delhi Police registered FIR against 'The Wire' after BJP's Amit Malviya's complaint alleging it "forged documents with a view to malign & tarnish my reputation."
તપાસ હાથ ધરી દિલ્હી પોલીસે સિદ્ધાર્થ વરદરાજન, એમકે વેણુ અને જ્હાન્વી સેન વગેરેના મોબાઈલ, લેપટોપ સહિતનાં ઉપકરણો જપ્ત કરી લીધાં હતાં. જોકે, પોલીસે જણાવ્યું છે કે કોઈને હજુ નોટીસ આપવામાં આવી નથી તેમજ અન્ય કોઈ તપાસ હાથ ધરવામાં આવી નથી. તપાસ ચાલી રહી છે અને જરૂરી પગલાં લેવામાં આવશે.
#UPDATE | Investigation is underway pertaining to 'The Wire' case and no arrests have been made so far: Delhi Police
— ANI (@ANI) October 31, 2022
દિલ્હી પોલીસે જણાવ્યું કે, ‘ધ વાયર’ સામેના કેસમાં હજુ તપાસ ચાલી રહી છે અને અત્યાર સુધી કોઈની પણ ધરપકડ કરવામાં આવી નથી.
વાસ્તવમાં મીડિયા પોર્ટલ ‘ધ વાયરે’ કેટલાક રિપોર્ટ પ્રકાશિત કરીને ભાજપ આઇટી સેલ હેડ અમિત માલવિયા પર આરોપ લગાવ્યા હતા. જોકે, વિવાદ થયા બાદ આ રિપોર્ટ પરત ખેંચી લેવામાં આવ્યા હતા. પરંતુ પોતાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચતાં અમિત માલવિયા દિલ્હી પોલીસની શરણે પહોંચ્યા હતા અને કાયદેસરની ફરિયાદ નોંધાવી ‘ધ વાયર’ના સંસ્થાપકો સિદ્ધાર્થ વરદરાજન, એમકે વેણુ, જ્હાન્વી સેન વગેરે સામે કેસ દાખલ કરવાની અપીલ કરી હતી.
માલવિયાની ફરિયાદના આધારે દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચે આઇપીસીની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હતી. હવે, આ મામલે જવાબદારોના રહેઠાણો પર તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે, હજુ સુધી કોઈ ધરપકડ થઇ નથી.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં લેફ્ટિસ્ટ મીડિયા પોર્ટલ ‘ધ વાયરે’ એક રિપોર્ટ પ્રકાશિત કરીને દાવો કર્યો હતો કે ભાજપ આઈડી સેલના અમિત માલવિયા પાસે એટલી સત્તા છે કે તેઓ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પરની કોઈ પણ પોસ્ટ હટાવી શકે છે. જોકે, ફેસબુક-ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની ‘મેટા’એ ‘ધ વાયર’ના આ આરોપોને પાયાવિહોણા ગણાવીને કહ્યું હતું કે, તેમણે બનાવટી દસ્તાવેજોના આધારે આ રિપોર્ટ તૈયાર કર્યો છે.
‘ધ વાયરે’ કોઈ અજ્ઞાત સૂત્રોના આધારે દાવો કર્યો હતો કે, અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પરથી 700થી વધુ પોસ્ટ હટાવી હતી. જોકે, મીડિયા પોર્ટલે ભારે ફજેતી થયા બાદ સ્ટોરી વેબસાઈટ પરથી હટાવી લીધી હતી અને ઉપરથી કહ્યું હતું કે, મેટા વિરુદ્ધ રિપોર્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ દસ્તાવેજો અને સૂત્રોની સમીક્ષા પણ કરશે.