અલીગઢમાં હિંદુ કિન્નરોને નમાઝ પઢવા કટ્ટરપંથીઓનું દબાણ કરાતું હોવાના અહેવાઓ સામે આવી રહ્યા છે, આ વિવાદને લઈને કિન્નરોના બે પક્ષો સામસામે આવી ગયા. પહેલા બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ અને બાદમાં વિવાદ વધતા પત્થરમારો પણ થયો. હિંદુ કિન્નરોના એક જૂથે મુસ્લિમ જૂથ પર ધર્માંતરણ કરવા દબાણ કરાતું હોવાના આરોપો લગાવ્યા છે.
અહેવાલો અનુસાર જિલ્લાના સિવિલ લાઇન પોલીસ સ્ટેશન વિસ્તારના મેરીસ રોડ પર સ્થિત ધરમપુર કોટિયારનો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેટલાક કિન્નરો એક પરિવાર પાસે બક્ષિશ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન મુસ્લિમ વ્યંઢળો પણ ત્યાં આવી પહોંચ્યા અને બને પક્ષો વચ્ચે વિસ્તારના વિભાજનને લઈને ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. જે આગળ જતા મારપીટમાં પરિણામી હતી, આ દરમિયાન અલીગઢમાં હિંદુ કિન્નરોને નમાઝ પઢવા કટ્ટરપંથીઓનું દબાણ કરાતું હોવાનો ખુલાસો કિન્નર સમુદાય દ્વારા કરવામાં આવ્યો હતો.
अलीगढ़ में बीच सड़क पर भिड़े किन्नर, दो गुट आए आमने-सामने, सड़क पर किया हंगामाhttps://t.co/mTx8bixdKW#Uttarpradeshnews #Aligarhlatestnewsinhindi
— Oneindia Hindi (@oneindiaHindi) October 30, 2022
આ ઘટના આ દરમિયાન હિન્દુ કિન્નરોએ જય-જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા. કેટલાય કલાકો સુધી રસ્તા પર અફડાતફડી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા સિવિલ લાઈન્સ પોલીસ અને ક્વારસી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અધિકારીઓએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઉગ્ર બનેલા કિન્નરો માનવા તૈયાર ન હતા. ભારે જહેમત બાદ બંને પક્ષોને શાંત પાડવામાં પોલીસને સફળતા મળી હતી.
હિન્દુ-મુસ્લિમ વિસ્તારને લઈને વિવાદ શરૂ થયો
અહેવાલો અનુસાર કિન્નરોના બન્ને સમુદાયો વચ્ચે સરહદો વહેંચાયેલી છે અને તમામ કિન્નરો તેમના પોતાના વિસ્તારમાં બક્ષિશ લઈ શકે છે. પરંતુ બંને પક્ષો વચ્ચે સરહદી વિવાદ થયો હતો. તેમણે કહ્યું કે 59 વર્ષ પહેલા સરહદોનું વિભાજન થયું હતું પણ હવે શહેર ઘણું બદલાઈ ગયું છે.
તેથી જે રીતે શહેરની સીમાઓ અને જિલ્લો સતત વિસ્તરી રહ્યો છે તે મુજબ વિસ્તારનું પણ વિભાજન કરવું જોઈએ. હિંદુ પક્ષે આરોપ લગાવ્યો કે શનિવારે એક જૂથ મુસ્લિમ વિસ્તાર છોડીને હિંદુ ઘરોમાં બક્ષિશ લેવા પહોંચ્યું હતું. જે બાદ બંને પક્ષો સામસામે આવી ગયા હતા.
નમાઝ પઢવા અને માંસ ખાવા દબાણ: હિંદુ કિન્નર પક્ષ
દૈનિક ભાસ્કરે આપેલા અહેવાલ મુજબ કિન્નરોના બંને જૂથોએ પોતાને અલગ-અલગ ધર્મના ગણાવ્યા હતા. જેમાંથી હિંદુ પક્ષે આરોપ લગાવ્યો હતો કે મુસ્લિમ વ્યંઢળો તેમના પર બળજબરીથી માંસ ખાવા અને નમાજ પઢવા દબાણ કરી રહ્યો છે.
अलीगढ़: यूपी के अलीगढ़ इलाका बंटवारे को लेकर किन्नरों के दो गुटों ने जमकर बवाल हो गया. पुलिस की मौजूदगी में दर्जन भर किन्नरों ने रोड जाम कर अर्धनग्न होकर प्रदर्शन किया. वहीं, हिंदू किन्नरों का आरोप है कि मुस्लिम किन्नर धर्म परिवर्तन करने और गोश्त खाने को कहते हैं. किन्नरों को pic.twitter.com/T6SLeMfjju
— Shiva Soni Bjp (@ShivaSo55561415) October 30, 2022
આ સાથેજ હિંદુ કિન્નર પક્ષે માંગ કરી હતી કે મુસ્લિમ કિન્નરોએ મુસ્લિમ ઘરોમાં જવું જોઈએ અને હિંદુ વ્યંઢળ હિંદુ ઘરોમાં જશે. કારણ કે જો માંસ ખાનાર કિન્નર હિંદુ બાળકને આશીર્વાદ ન આપી શકે, અને જો આપે તો પણ તેની પ્રાર્થના સ્વીકારવામાં આવશે નહીં. તેથી તેણે પોતાના ક્ષેત્ર પ્રમાણે કામ કરવું જોઈએ અને હિંદુઓના ક્ષેત્રમાં દખલ ન કરવી જોઈએ.