મોરબીમાં મોટી દુર્ઘટના ઘટી છે. શહેરમાંથી પસાર થતી મચ્છુ નદી પર બનાવવામાં આવેલો ઝૂલતો પુલ તૂટી પડતાં સેંકડો લોકો ડૂબી ગયા છે. હાલ બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. જોકે, આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં કોઈ જાનહાનિ થયાના સમાચાર પ્રાપ્ત થયા નથી.
#WATCH | Several people feared to be injured after a cable bridge collapsed in the Machchhu river in Gujarat’s Morbi area today
— ANI (@ANI) October 30, 2022
PM Modi has sought urgent mobilisation of teams for rescue ops, while Gujarat CM Patel has given instructions to arrange immediate treatment of injured pic.twitter.com/VO8cvJk9TI
આ પુલ થોડા દિવસો પહેલાં બેસતા વર્ષના દિવસે જ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે સાંજના અરસામાં પુલ પર મોટી સંખ્યામાં લોકો આવી પહોંચતાં પુલના વચ્ચેથી બે કટકા થઇ ગયા હતા અને લોકો પાણીમાં ડૂબી ગયા હતા. લગભગ 400થી 500 જેટલા લોકો પાણીમાં ડૂબ્યા હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે.
ઘટનાની નોંધ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ લીધી છે અને જણાવ્યું છે કે તેઓ સતત જિલ્લા તંત્ર સાથે સંપર્કમાં છે. તેમણે કહ્યું કે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.
મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 30, 2022
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન સાથેના કાર્યક્રમો રદ કરીને હાલ ગાંધીનગર પહોંચી રહ્યા છે તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી જવા માટે રવાના થઇ ગયા છે. તેમજ રેસ્ક્યૂ ઓપરેશન માટે SDRFની ટીમો પણ બોલાવી લેવામાં આવી છે.
Morbi cable bridge collapse incident | I'm reaching Gandhinagar after shortening further programs with PM. MoS Home has been asked to reach the spot & guide the rescue operations. Troops including SDRF have been mobilized for rescue operations, tweets Gujarat CM Bhupendra Patel pic.twitter.com/eEXq55RPkl
— ANI (@ANI) October 30, 2022
બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી છે. વડાપ્રધાને તાત્કાલિક રાહત-બચાવ કામગીરી શરૂ કરવા અને પરિસ્થિતિ પર નજર રાખી અસરગ્રસ્તોને તમામ જરૂરી સહાય પહોંચાડવા માટે સૂચન કર્યાં હોવાનું વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું છે.
PM @narendramodi spoke to Gujarat CM @Bhupendrapbjp and other officials regarding the mishap in Morbi. He has sought urgent mobilisation of teams for rescue ops. He has asked that the situation be closely and continuously monitored, and extend all possible help to those affected.
— PMO India (@PMOIndia) October 30, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો માટે પીએમએનઆરએફમાંથી રૂપિયા 2 લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું છે, જ્યારે ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.
PM @narendramodi has announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each of those who lost their lives in the mishap in Morbi. The injured would be given Rs. 50,000.
— PMO India (@PMOIndia) October 30, 2022
મોરબીનો આ પ્રખ્યાત ઝૂલતો પુલ અંગ્રેજ શાસન દરમિયાન વર્ષ 1880માં બનાવવામાં આવ્યો હતો. જેનું નિર્માણ દરબારગઢથી નઝરબાગને જોડવા માટે કરવામાં આવ્યું હતું. 140 વર્ષથી પણ જૂના અને 765 ફુટ લંબાઈ ધરાવતા આ પુલનું પુનર્નિર્માણ કાર્ય હાલમાં જ હાથ ધરવામાં આવ્યું હતું અને જે માટે પુલ 6 મહિના બંધ પણ રાખવામાં આવ્યો હતો.
રિનોવેશન કર્યા બાદ હાલમાં જ તેને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. માત્ર ચાર જ દિવસમાં 12 હજાર લોકોએ બ્રિજની મુલાકાત લીધી હતી. આજે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં લોકો પુલની મુલાકાત લેવા પહોંચ્યા હતા.