Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદ : હિંદુની હવેલી તોડી પાડવા મુસ્લિમોએ કરી હતી અરજી, K.C બ્રધર્સે...

    અમદાવાદ : હિંદુની હવેલી તોડી પાડવા મુસ્લિમોએ કરી હતી અરજી, K.C બ્રધર્સે આખી જામા મસ્જિદ પર જ કરી દીધો હતો દાવો; સ્વતંત્રતા બાદની ઘટના 

    ભદ્ર વિસ્તારમાં ખોદકામ દરમિયાન અનેક વખત વિષ્ણુ, શિવ, મહિષાસુરમર્દિની અને લક્ષ્મી, ગણેશજીની મૂર્તિઓ મળી આવી છે.

    - Advertisement -

    અમદાવાદ શહેરના પ્રાચીન વિસ્તારને ‘ભદ્ર’ કહેવામાં આવે છે. ગુજરાતની શાળાઓમાં ભણાવવામાં આવે છે કે અહીં અહમદશાહ-પહેલાએ એક કિલ્લાની સ્થાપના કરી હતી. જે પછી તે ભદ્રના કિલ્લા તરીકે જાણીતો બન્યો અને સમગ્ર કોટ વિસ્તાર ‘ભદ્ર’ નામથી ઓળખાવા લાગ્યો. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે ‘ભદ્ર’ મા કાળીનું જ એક રૂપ છે. તેવામાં પ્રશ્ન ઉદ્ભવે છે કે અહમદશાહ જેવો ધર્માંન્ધ શાસક આટલી મહેનતથી કિલ્લો બનાવીને તેનું નામ હિંદુ દેવીના નામ પર કેમ રાખે ? ઉપરાંત, ‘ભદ્ર’ એક સંસ્કૃત શબ્દ પણ છે, જેનો અર્થ મંગળ, સુશીલ થાય છે. તો શું એ સંભવ છે કે અહમદશાહે તેના કિલ્લાનું નામ સંસ્કૃત શબ્દકોશમાંથી શોધીને રાખ્યું હશે? આ ઉપરાંત અમદાવાદ સ્થિત જામા મસ્જિદ વિશે પણ અનેક વખત ચર્ચા ચાલે છે.

    જેઓ જૂના અમદાવાદમાં ગયા હશે તેમણે અનુભવ કર્યો હશે કે અન્ય શહેરની સરખામણીએ અમદાવાદમાં મસ્જિદો જ મસ્જિદો છે. લગભગ પ્રત્યેક સો ગજના અંતરે એક મકબરો અથવા મસ્જિદ જોવા મળે છે. વિચારવા જેવી બાબત એ છે કે આજે અમદાવાદમાં મુસ્લિમોની વસ્તી 15 ટકા આસપાસ છે અને અહમદશાહના સમયમાં તો એ તેનાથી પણ ઓછી રહી હશે. તો પછી આટલી ઓછી વસ્તી ધરાવતા વર્ગ માટે અહમદશાહે આટલી બધી મસ્જિદો બનાવી દીધી એ કેવી રીતે સંભવ છે?

    જવાબ બહુ સ્પષ્ટ છે. આજનો ભદ્ર વિસ્તાર પ્રાચીન સમયમાં મંદિરોથી ઘેરાયેલો ‘મંગલપ્રદ’ વિસ્તાર કહેવાતો હતો. અહીંની જે ઇમારતોને મુસ્લિમો પોતાની ગણાવે છે એ તમામ પ્રાચીન રાજપૂત મંદિરો અને રાજપ્રસાદ હતા. અહીં જામા મસ્જિદના નામથી ઓળખાતી મુખ્ય મસ્જિદ પણ ભદ્રકાળીનું જ મુખ્ય મંદિર હતું. અહીં જ નગરની આરાધ્ય દેવીનું સ્થાન હતું. 

    - Advertisement -

    અમદાવાદ સ્થિત ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, નગરના દરવાજા વગેરે તમામ હિંદુ શૈલીમાં બનાવવામાં આવ્યા છે. અહમદશાહે તેના કાર્યકાળ દરમિયાન આ તમામ હિંદુ સ્થાનિકોને અપવિત્ર કરીને તેની ઉપર કબજો  મેળવી લીધો હતો. ભદ્ર વિસ્તારમાં ખોદકામ દરમિયાન અનેક વખત વિષ્ણુ, શિવ, મહિષાસુરમર્દિની અને લક્ષ્મી, ગણેશજીની મૂર્તિઓ મળી આવી છે. જેથી બહુ સરળતાથી એ સિદ્ધ કરી શકાય કે આ ઇમારતો, ઢાંચા ક્યારેય મુસ્લિમ શાસકો દ્વારા બનાવવામાં આવ્યા જ નથી, અને માત્ર પડાવી લેવામાં આવ્યા છે. 

    ઘણી ઘટનાઓ પરથી પ્રતીત થાય છે કે મુસ્લિમોને પણ આ બાબતની જાણકારી છે. આ જ સંદર્ભે અમદાવાદ સ્થિત જામા મસ્જિદ સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ ઘટના 1964-65 માં ઘટી હતી. મસ્જિદની પાસે જ ‘કાંતિચંદ્ર બ્રધર્સ’ નામની એક દુકાન હતી. દુકાનની જર્જરિત સ્થિતિને જોતાં K.C બ્રધર્સે તેને તોડી પાડીને ત્યાં હવેલી બનાવી દીધી હતી. 

    પુરુષોત્તમ નાગેશ ઓક તેમના પુસ્તક ‘ભારતીય ઇતિહાસની મોટી ભૂલો’માં લખે છે કે, મસ્જિદ પાસે જ એક હિંદુની ઉંચી હવેલી જોઈને મુસ્લિમોને વિવાદની નવી તક મળી ગઈ. મસ્જિદના ટ્રસ્ટીએ K.C બ્રધર્સની હવેલીને તોડી પાડવાની માંગ સાથે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. 

    ચિંતિત K.C બ્રધર્સ પોતાની હવેલી બચાવવા માટેની કવાયતમાં લાગ્યા હતા ત્યારે કોઈએ તેમને ‘પુરુષોત્તમ નાગેશ ઓક’ વિશે જણાવ્યું હતું. તેઓ એક ઇતિહાસજ્ઞ છે અને તેમના કથન અનુસાર અમદાવાદની જામા મસ્જિદ પ્રાચીનકાળમાં ભદ્રકાળી માનું મંદિર હતું.

    K.C બ્રધર્સે ઓકને તેમની સમસ્યાઓ વિશે જણાવ્યું અને પછી તેમની સલાહ મુજબ તેમણે કોર્ટેમાં જવાબ આપ્યો કે, “જે ઇમારતને મુસ્લિમો મસ્જિદ કહી રહ્યા છે, તે એક હિંદુ મંદિર છે અને જેથી મુસ્લિમોનો આ ભવન ઉપર કોઈ અધિકાર નથી. જેથી આ હવેલી હટાવવાનો કોઈ પ્રશ્ન જ ઉદ્ભવતો નથી.” 

    દરમ્યાન, હેરાન કરનારી બાબત એ બની કે નાની-નાની બાબતોને લઈને તોફાનો કરનારા મુસ્લિમોએ KC બ્રધર્સના કોર્ટમાં જવાબ બાદ પોતાનો દાવો પરત ખેંચી લીધો હતો. કદાચ તેમને ડર લાગ્યો કે જો કેસ આગળ વધશે તો હવેલીને તોડી પાડવાનું દૂર રહી જશે અને મસ્જિદમાંથી પણ હાથ ધોવાનો વારો આવશે.

    આજે જ્યારે દેશમાં જ્ઞાનવાપી, કુતુબમિનાર અને તાજમહેલ બાબતે નવી જ ચર્ચા ચાલી રહી છે, ત્યારે આ બહુ સ્પષ્ટ છે કે ભારતવર્ષના પ્રત્યેક નગરની લગભગ દરેક નાની-મોટી ઐતિહાસિક ઇમારતો જેને મુસ્લિમો ઉપયોગમાં લઇ રહ્યા છે, તે મધ્યકાલીન હિંદુ, રાજપૂત અને ક્ષત્રિયો દ્વારા બનાવવામાં આવેલ મંદિર અને રાજમહેલો જ હતા. જેહાદી આક્રાંતાઓએ પહેલા તેની પર કબ્જો કર્યો અને પછી તેને મસ્જિદો અને મકબરામાં ફેરવી દીધા હતા. 

    આ સમયે એ જરૂરી છે કે હિંદુઓ કોઈ પણ તથાકથિત મુસ્લિમ ઇમારત કે ભવનને શંકાની દ્રષ્ટિથી જ જુએ. તેમના વિશે અભ્યાસ કરે, શોધખોળ કરે અને જાગૃતિ ફેલાવે. આજે નહીં તો કાલે સત્ય સામે આવી જ જશે, પરંતુ ત્યાં સુધી મુસ્લિમોને એ પણ સમજાઈ જશે કે હવે તેઓ વધુ સમય ઇસ્લામી સુપ્રીમેસીના રાગ ગાઈને હિંદુઓને પરેશાન નહીં કરી શકે. અને જો એવું કર્યું તો તેમણે તેની બહુ મોટી કિંમત ચૂકવવી પડી શકે છે.

    ગુજરાતીમાં અનુવાદિત થયેલો આ લેખ મૂળ રૂપે હિંદીમાં અભિષેક સિંઘ રાવ દ્વારા લખાયો છે. જે અહીં ક્લિક કરીને વાંચી શકાશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં