રાજસ્થાનના કોટામાંથી પોલીસે મુસ્તફા અરશદ અલી નામના એક ઇસ્લામી ‘ઈનફ્લુએન્સર’ની ધરપકડ કરી લીધી છે. તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેણે ‘કાફિરો’ને (હિંદુઓને) ધમકી આપી હતી. ગત 17 ઓક્ટોબરના રોજ પોસ્ટ કરેલ ઇન્સ્ટાગ્રામ રીલમાં મુસ્તફાએ સમય આવ્યે હિંદુઓને દફનાવી દેવાની ધમકી આપી હતી.
अरशद अली पुत्र नईम अली जाति मुसलमान को गिरफ्तार किया जा चुका है।
— KotaCity Police (@KotaPolice) October 20, 2022
કોટા પોલીસે આરોપીની ધરપકડની પુષ્ટિ કરી છે. ગુરુવારે (20 ઓક્ટોબર 2022) સાંજે કોટા પોલીસે જણાવ્યું હતું કે નઇમ અલીના પુત્ર અરશદ અલીની ધરપકડ કરી લેવામાં આવી છે. તે પહેલાં 19 ઓક્ટોબરના રોજ કોટા પોલીસે આ મામલાની નોંધ લઈને ઉચ્ચ અધિકારીઓને તપાસ સોંપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જોકે, પોલીસે જેનું નામ અરશદ અલી જણાવ્યું છે તેણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં નામ ‘અર્શન ખાન’ લખ્યું હતું.
19 ઓક્ટોબરના રોજ કોલકત્તાની સંસ્થા ઇસ્કોનના ઉપપ્રમુખ રાધારમણ દાસે પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી આ વાંધાજનક વિડીયો શૅર કરીને લખ્યું હતું કે, ‘મુસ્તફા અર્શદ ખાન કહે છે કે સમય આવ્યે તે હિંદુઓને જીવતા દફનાવી દેશે. તે એક ઇસ્લામિક ઈનફ્લુએન્સર છે, જેના ઇન્સ્ટાગ્રામ પર 14 હજાર ફોલોઅર્સ છે.’ તેમણે આગળ લખ્યું કે, ‘સમય આવ્યે હિંદુઓ સાથે શું કરવાનું છે તેને લઈને મુસ્લિમો એકદમ સ્પષ્ટ છે. હિંદુઓ, તમે શું કરશો?’
Mustafa Arshad Khan say's that when time will come they will bury al!ve all Hindus.
— Radharamn Das राधारमण दास (@RadharamnDas) October 19, 2022
He is an Islamic influencer and have more than 14,000 followers on Instagram. Muslims are clear about what they will do with Hindus when their time will come. Hindus, what you will do? pic.twitter.com/5mnqg584vI
ત્યારબાદ આ વિડીયો બોમ્બે હાઇકોર્ટના વકીલ અને મહારાષ્ટ્ર ભાજપના કાયદાકીય સલાહકાર આશુતોષ દૂબેએ પણ શૅર કર્યો હતો. તેમણે ટ્વિટ કરીને લખ્યું હતું કે, તે ખુલ્લેઆમ ધમકી આપી રહ્યો છે, પ્રશાસન શું કરી રહ્યું છે?’ જેના જવાબમાં કોટા પોલીસે ટ્વિટ કરીને મામલાનું સંજ્ઞાન લીધું હોવાની જાણ કરી હતી.
ત્યારબાદ આશુતોષ દૂબેએ હિંદુઓને ખુલ્લેઆમ ધમકી આપનાર અને સાંપ્રદાયિક ઘૃણા ફેલાવનાર આરોપીની ધરપકડ થઇ હોવાની પણ પુષ્ટિ કરી હતી. તેમણે કોટા પોલીસ સમક્ષ આરોપીની ધરપકડના ફોટા-વિડીયો જાહેર કરવાની પણ વિનંતી કરી હતી તેમજ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરના ધમકીભર્યા વિડીયો ડિલીટ કરાવવા માટે પણ અપીલ કરી હતી.
माननीय @KotaPolice,
— ADV. ASHUTOSH J. DUBEY 🇮🇳 (@AdvAshutoshBJP) October 20, 2022
कृपया करके अर्शद अली उर्फ खान के गिरफ्तारी का फोटो या वीडियो प्रदर्शित करिए।
और उसके और उसके मित्र के सोशल मीडया पर नफरत और धमकी भरे डाले गए वीडियो डिलीट करवाइए।
વિડીયોમાં લાલ ટી-શર્ટ પહેરીને ઉભો રહેલો આરોપી મુસ્તફા અરશદ ખાન હિંદુઓને ધમકી આપતાં કહે છે કે, “હમારી ખામોશી કી અલામત, કાફિરો તુમ્હારે લિયે બહેતર નહીં. વક્ત આને પર ગાડ દેંગે તુમ્હેં, જહાં તુમ ખડે હો, વહીં.”
ઇન્સ્ટાગ્રામ પર 14 હજાર ફોલોઅર્સ ધરાવતા ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ સિવાય પણ ઘણા ઇસ્લામિક વિડીયો પોસ્ટ કર્યા હતા. અન્ય એક વિડીયોમાં તે કહેતો જોવા મળે છે કે, ભાજપ કે કોંગ્રેસ, કોઈ પાર્ટીના ગુલામ ન બનો, એક દિવસ આપણી પોતાની સરકાર હશે- આલમ-એ-ઇસ્લામ. જેની સાથે કેપ્શન લખવામાં આવ્યું હતું કે, ‘અપની ખુદ કી સરકાર ઇન્શાલ્લાહ આમીન.’
1 ઓક્ટોબરના રોજ પોસ્ટ કરવામાં આવેલ અન્ય એક વિડીયોમાં તે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે અપમાનજનક ભાષા વાપરતો જોવા મળે છે. તે કહે છે કે, “મોદી તું ભી ખુરશી પર બેઠા હૈ, યોગી તું ભી ખુરશી પર બૈઠા હૈ, ઔર અમિત શાહ તું ભી ખુરશી પર બૈઠા હૈ. લેકિન હુકુમત મેરે ખ્વાજા કી ચલતી હૈ, ઇસલિયે તુમ્હેં ટુકડે ભી મેરા ખ્વાજા હી દેતા હૈ.” આ વિડીયો પર 18 હજારથી વધુ લાઇક્સ જોવા મળી હતી.
જોકે, એક તરફ પોલીસે હિંદુઓને ધમકી આપવા બદલ આરોપીની ધરપકડ તો કરી લીધી છે પરંતુ જે વિડીયોના કારણે કેસ દાખલ થયો છે તે હટાવવામાં આવ્યો નથી. 17 ઓક્ટોબરના રોજ પોસ્ટ કરવામાં આવેલ આ વિડીયો અત્યાર સુધીમાં 70 હજાર વખત જોવાઈ ચૂક્યો છે અને 2600 લાઇક્સ પણ મેળવી ચૂક્યો છે.