મુબઈ ડ્રગ્સ કેસમાં NCB અધિકારીઓનું કામ શંકાના દાયરામાં હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે, આ કેસમાં યોગ્ય તપાસ કરવામાં આવી ન હતી તેવી માહિતી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની વિશેષ ટીમની તપાસ બાદ દિલ્હી હેડક્વાર્ટરને મોકલવામાં આવેલા રિપોર્ટમાં આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે જે અધિકારીઓ તે સમયે કામ કરી રહ્યા હતા તે હજુ પણ કામ કરી રહ્યા છે.
અહેવાલો અનુસાર મુબઈ ડ્રગ્સ કેસમાં NCB અધિકારીઓના કામમાં ઘણી ખામીઓ હોવાનું તપાસમાં જણાયું હતું. આ મામલામાં 7-8 અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ જણાઈ રહી છે, જેની વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે. વધુ બે કેસમાં પણ આ અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. જો કે, તે કેસ કયા છે તે જણાવવામાં નથી આવ્યું. આ સિવાય NCB બહારના લોકો સામે કાર્યવાહી કરવા માટે વરિષ્ઠ અધિકારીઓ પાસેથી પરવાનગી પણ માંગવામાં આવી છે.
आर्यन खान से जुड़े क्रूज ड्रग्स केस में 7-8 अधिकारियों द्वारा की गई थी लापरवाही, एनसीबी रिपोर्ट में खुलासा- कुछ लोगों ने कई बार बयान बदले #AryanKhan #ncbhttps://t.co/AQV1AKruBP
— लोकमत हिन्दी (@LokmatNewsHindi) October 19, 2022
અન્ય અહેવાલો મુજબ એનસીબીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ કેસમાં પુરાવાનો અભાવ હોવા છતાં તપાસ કરવામાં આવી રહી છે અને મામલાને આગળ વધારવામાં આવી રહ્યો છે. આ કેસમાં 4 વખત 65 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે, તેનું કારણ એ છે કે આ લોકો વારંવાર તેમના નિવેદન બદલતા હતા. આ કારણે ઘણા લોકોના નિવેદન કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યા છે.
एनसीबी की रिपोर्ट में बड़ा खुलासा, ठीक से नहीं की गई आर्यन खान ड्रग्स केस की जांच#AryanKhanCase #Entertainmenthttps://t.co/ylX3OXhGPj
— DNA Hindi (@DnaHindi) October 19, 2022
સ્પેશિયલ ઈન્કવાયરી ટીમના રિપોર્ટમાં શું છે?
આ કેસની તપાસ દરમિયાન ટીમ સમક્ષ કેટલીક એવી બાબતો સામે આવી છે જેમાં અન્ય કેસોની તપાસમાં પણ ખામીઓ હોવાનું બહાર આવ્યું છે. સૂત્રોએ દાવો કર્યો છે કે આ તમામ કેસમાં રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલામાં પૈસાની લેવડદેવડ કરવામાં આવી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ આ એંગલમાં તપાસ હજુ પૂરી થઈ નથી કારણ કે ફરિયાદીએ પોતાનો જવાબ બદલી નાખ્યો છે.
आर्यन खान ड्रग्स मामले में 7-8 NCB अधिकारियों की भूमिका पर सवाल, विजिलेंस कमेटी ने की रिपोर्ट पेश#AryanKhanhttps://t.co/yUrx94Q7do
— TV9 Bharatvarsh (@TV9Bharatvarsh) October 19, 2022
ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ
ગત વર્ષે 2 ઓક્ટોબરની રાત્રે NCBએ મુંબઈથી ગોવા જઈ રહેલા કોર્ડેલ ક્રૂઝ શિપ પર દરોડા પાડ્યા હતા. આ જહાજ પર રેવ પાર્ટી ચાલી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આર્યન ખાન, મુનમુન ધામેચા, અરબાઝ મર્ચન્ટ સહિત ઘણા લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેના પર ડ્રગ્સ લેવાનો અને તેને વેચવાનો આરોપ હતો. આર્યન અને તેના સહયોગીઓને 28 ઓક્ટોબરે જામીન મળ્યા હતા. તે 29 ઓક્ટોબરે જેલમાંથી બહાર આવ્યો હતો.