શનિવારે (15 ઓક્ટોબર) મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે ડોક્ટરોએ દવા લખતા પહેલા Rxની જગ્યાએ ‘શ્રી હરિ’ લખવું જોઈએ અને પછી દવાઓના નામ હિન્દીમાં લખવા જોઈએ. આ દરમિયાન મધ્યપ્રદેશના સતનાથી એક સમાચાર આવી રહ્યા છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. સતનાના એક સરકારી ડૉક્ટરે હિન્દીમાં પ્રિસ્ક્રિપ્શન લખ્યું અને પત્રિકામાં Rx ને બદલે ‘શ્રી હરિ’ લખીને દવાઓનું નામ હિન્દીમાં લખ્યું છે.
Even before #MBBSInHindi gets going, the obedient doctor from #Satna writes a prescription in #Hindi. #MP_में_हिंदी_में_MBBS
— Antriksh Kar Singh (@AntrikshKS) October 17, 2022
The prescription is viral. pic.twitter.com/Qnb2R2X3xF
Rx ને બદલે ‘શ્રી હરિ’
સતના જિલ્લા મુખ્યાલયથી લગભગ 20 કિમી દૂર સ્થિત સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કોટરમાં તૈનાત મેડિકલ ઓફિસર ડૉ. સર્વેશ સિંહના નામે લખાયેલો એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. 16 ઓક્ટોબરે વાયરલ થઈ રહેલી તસવીરમાં આ પત્ર રશ્મિ સિંહ નામની મહિલા દર્દીને લખવામાં આવ્યો છે. જણાવવામાં આવ્યું છે કે દર્દી, 26 વર્ષીય રશ્મિ સિંહ, પતિ સંતરાજ સિંહ ગામ લૌલાચને પેટની નીચે દુખાવો થઈ રહ્યો હતો અને ટોયલેટ પણ થી રહ્યું નહોતું.
આ કારણે તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોટર પહોંચ્યા જ્યાં ડૉ. સર્વેશ સિંહે RX ને બદલે ‘શ્રી હરિ’ લખ્યું અને ત્યારબાદ દવાઓ લખી હતી. પ્રિસ્ક્રીપ્શનમાં શ્રી હરિ લખ્યા બાદ ડોક્ટરે મહિલા દર્દીને પાંચ ગોળીઓ લખાવી હતી . જેમાં આઈએફએ, કેલ્શિયમ ડી3, મલ્ટીવિટામીન, ડ્રોટીન એમ અન્ય દવા પણ સૂચવવામાં આવી હતી.
શું કહ્યું ડૉક્ટર સર્વેશે?
ડો. સર્વેશે જણાવ્યું કે, “રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો લાઈવ કાર્યક્રમ જોઈ રહ્યા હતા. મુખ્યમંત્રીનું ભાષણ પણ સાંભળ્યું. મહેમાનોએ કહ્યું કે સરકારી હોસ્પિટલોમાં દવાઓના પ્રિસ્ક્રિપ્શન હિન્દીમાં લખવાનો પ્રયાસ કરો. બસ એટલા માટે વિચાર આવ્યો કે આજથી જ કેમ ના શરૂ કરી દઈએ.”
शिवराज की मानी सतना के डॉक्टर ने, ‘श्री हरि’ से शुरू किया और हिंदी में ही लिखी दवाइयां #MBBSInHindi #satna #सतना @CMMadhyaPradesh @PRO_Satna @Ramkhelawanbjp pic.twitter.com/tJ89lVHf7e
— Rakesh kumar patel (@NanheRakesh) October 17, 2022
ડો. સર્વેશે મીડિયાને જણાવ્યું કે, “પેટમાં દુખાવાથી પીડિત રશ્મિ સિંહ રવિવારે પીએચસીમાં સારવાર માટે આવેલી પ્રથમ દર્દી હતી.” તેમની ઓપીડી સ્લિપ પર હિન્દીમાં દવાઓ લખેલી હતી.
CM શિવરાજ સિંહે આહવાન
શનિવાર, 15 ઓક્ટોબરે, ભોપાલમાં હિન્દીની સામાન્યતા પર ચર્ચા કાર્યક્રમ દરમિયાન, રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે “RX ને બદલે શ્રી હરિ લખો… પછી ક્રોસિન લખો તો સમસ્યા શું છે.”
આ પછી સતના જિલ્લાના કોટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉ. સર્વેશ સિંહે દવાઓનું પ્રિસ્ક્રિપ્શન હિન્દીમાં લખ્યું છે. જે અત્યારે હેડલાઇન્સ બની રહી છે.