Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅલીગઢ મુસ્લિમ યુનીવર્સીટીની વિદ્યાર્થીનીના ગાયબ થવાનો ભેદ ખુલ્યો, અમજદે મુંબઈ લઇ જઈ...

    અલીગઢ મુસ્લિમ યુનીવર્સીટીની વિદ્યાર્થીનીના ગાયબ થવાનો ભેદ ખુલ્યો, અમજદે મુંબઈ લઇ જઈ યુવતીનું ધર્મ પરિવર્તન કરાવીને નિકાહ કરવા મજબુર કરી હતી તેવી આશંકા

    શોધ ખોળ કરવા છતાં યુવતીનો પત્તો ન લગતા પરિવારએ યુવતી લવ જેહાદનો શિકાર થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -

    અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ગુમ થયેલી વિદ્યાર્થીની પોલીસેને દેશની આર્થિક રાજધાની મુંબઈથી મળી આવી હતી. યુવતીને ઉપાડી ગયેલા અમજદે યુવતીને ધર્મ પરિવર્તન કરાવીને નિકાહ કર્યા હતા. ગુમ થયેલી વિદ્યાર્થીની મુંબઈથી મળી આવ્યાં બાદ પોલીસ બન્નેને લઈને અલીગઢ લઇ આવી હતી, હાલ બન્ને પોલીસ કસ્ટડીમાં છે, જયારે પોલીસ વિદ્યાર્થીનીનું નિવેદન નોંધવાની તૈયારીઓ કરી રહી છે.

    અહેવાલો અનુસાર મહાનગરના સાસની ગેટની રહેવાસી AMUની વિદ્યાર્થીની 21 સપ્ટેમ્બરના રોજ ગુમ થઈ ગઈ હતી. યુવતીને શોધી કાઢવામાં નિષ્ફળ ગયેલા પરિવારના સભ્યોએ કુરસી પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રગતિ વિહારના રહેવાસી અમજદ વિરુદ્ધ તેમની પુત્રીને ભરમાવીને ઉપાડી જવા બદલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વિદ્યાર્થીનીના ગુમ થયા બાદ હિન્દુવાદી સંગઠનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને હંગામો મચાવ્યો હતો અને છોકરીને પરત લાવવાની માંગ કરી હતી.

    મળતી માહિતી મુજબ આરોપી યુવતીને જયપુર લઈ ગયો હતો, જ્યાંથી તે મુંબઈ પહોંચી હતી. યુવતીના પરિવારજનોનો આરોપ છે કે યુવતીને લાલચ આપીને પહેલા તેનો ધર્મ પરિવર્તન કરાવવા દબાણ કરવામાં આવ્યું હતું. જે બાદ તેને નિકાહ પઢાવવામાં આવ્યા હતા.

    - Advertisement -

    અહેવાલોમાં જણાવ્યાં અનુસાર સીઓ સિટી અશોક કુમાર સિંહે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન સાસની ગેટ પર મહેન્દ્ર નગર વિસ્તારના મુસ્લિમ વ્યક્તિ દ્વારા એક હિંદુ સમુદાયની યુવતીને છેતરીને ઉપાડી જવાની ફરિયાદ આપવામાં આવી હતી. જેમાં યોગ્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ ટીમે આ બંનેને મુંબઈથી રિકવર કર્યા છે. આરોપી અમજદને યોગ્ય કલમો હેઠળ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે અને કોર્ટના આદેશ બાદ યુવતીને માતા-પિતાને સોંપવામાં આવશે.

    નોંધનીય છે કે સાસની ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની કોલોનીની એક વિદ્યાર્થીની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરી રહી છે. હંમેશની જેમ બુધવારે સવારે વિદ્યાર્થી એએમયુમાં અભ્યાસ કરવા ઘરેથી નીકળી હતી. કોલેજનો સમય પૂરો થવા છતાં વિદ્યાર્થિની ઘરે ન પહોંચતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને ઉતાવળમાં પરિવારના સભ્યો વિદ્યાર્થિનીને શોધવા નીકળી પડ્યા હતા. સગાસંબંધીઓ ઉપરાંત યુવતીની અહી-ત્યાં ઘણી શોધખોળ કરવા છતાં યુવતીનો પત્તો લાગ્યો ન હતો. ત્યાર બાદ પરિવારને યુવતી લવ જેહાદનો શિકાર થઇ હોવાની જાણ થતા યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં