ઉત્તર પ્રદેશના કાનપુરની હોસ્ટેલનો સ્વીપર યુવતીઓનો અશ્લીલ વીડિયો બનાવતો હોવાનો મામલો સામે આવ્યો છે. કાનપુરની હોસ્ટેલનો સ્વીપર યુવતીઓનો અશ્લીલ વીડિયો બનાવતો રંગે હાથે ઝડપાયો હતો. અચરજની વાત એ છે કે આ હોસ્ટેલ એક પોલીસ અધિકારીની છે, જે યુપીના એક જિલ્લામાં ASP તરીકે ફરજ બજાવે છે. હાલ પોલીસે સફાઈ કામદારની ધરપકડ કરી હતી.
સફાઈ કામદારની ધરપકડ થતાં જ હોસ્ટેલના તમામ પુરૂષ કર્મચારીઓ ભાગી ગયા હતા. આ પછી વિદ્યાર્થીનીઓએ રાતોરાત હોસ્ટેલ ખાલી કરીને પોતાના ઘરે પરત ફરી ગઈ હતી. સફાઈ કામદાર સામે કેસ નોંધીને વિદ્યાર્થીનીઓ જ્યારે હોસ્ટેલમાં પહોંચી ત્યારે હોસ્ટેલનો તમામ જેન્ટ્સ સ્ટાફ ભાગી છૂટ્યો હતો. વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે હોસ્પિટલમાં માત્ર પુરુષ કર્મચારીઓ જ કામ કરે છે.
Kanpur girls hostel employee made video of girl students taking bath, police arrested the accused #KanpurNews #कानपुरhttps://t.co/1Lw4DTNQbE
— city andolan (@city_andolan) September 29, 2022
મીડિયા રીપોર્ટ અનુસાર આ ગર્લ્સ હોસ્ટેલમાં કુલ 55 વિદ્યાર્થીનીઓ રહે છે. તેમણે કહ્યું કે એફઆઈઆર કરાવ્યા બાદ જેવી તેઓ પરત ફરી તો હોસ્ટેલના તમામ પુરૂષ સ્ટાફ ફરાર જોવા મળ્યો હતો, હોસ્ટેલમાં ન તો કેરટેકર હાજર હતો કે ન તો ગાર્ડ આવી સ્થિતિમાં તેમની સુરક્ષા જોખમાઈ ગઈ હતી, કારણ કે હોસ્ટેલની બહાર વિસ્તારના છોકરાઓની ભીડ એકઠી થઇ ગઈ હતી. દરમિયાન ઘણી વિદ્યાર્થીનીઓ હોસ્ટેલ છોડીને જતી રહી હતી.
ઘરે જઈ રહેલી એક યુવતીએ આખી ઘટના જણાવતા કહ્યું હતું કે “અમે હોસ્ટેલ કર્મચારીને અશ્લીલ વીડિયો બનાવતા રંગે હાથે પકડ્યો હતો, જ્યારે તેનો મોબાઈલ ચેક કરવામાં આવ્યો તો તેમાં ઘણા વીડિયો ઉતારેલા સામે આવ્યા હતા”. આ હોસ્ટેલમાં મેડિકલ રહેવાની તૈયારી કરતી વિદ્યાર્થીનીઓ રહે છે.
कानपुर में चंडीगढ़ यूनिवर्सिटी जैसी हरकत
— Bolta Hindustan (@BoltaHindustan) September 29, 2022
गर्ल्स हॉस्टल का अधिकारी लड़कियों के नहाते समय वीडियो बनाता था
लड़कियों ने थाने जाकर किया प्रदर्शन, पुलिस ने गिरफ्तार किया pic.twitter.com/CIMDoWW3Xh
યુવતીઓએ હોસ્ટેલ વોર્ડન પર આરોપ લગાવ્યો કે તેમણે મામલો ઠંડો પાડવા માટે દબાણ કર્યું હતું. ગર્લ્સ હોસ્ટેલની માલિકી યુપીના એક જિલ્લામાં એડિશનલ એસપી તરીકે ફરજ બજાવતા પોલીસ અધિકારીની છે અને આ હોસ્ટેલમાં અનેક જીલ્લાની વિદ્યાર્થીનીઓ રહીનને અભ્યાસ કરે છે. જયારે આ મામલે કલ્યાણપુર એસપી દિનેશ શુક્લાએ જણાવ્યું હતું કે ફરિયાદ મળતાની સાથે જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, તેના ફોનની પણ તપાસ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે તાજેતરમાં જ પંજાબના મોહાલી સ્થિત ચંદીગઢ યુનિવર્સિટીમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. આરોપ હતો કે એક યુવતીએ હોસ્ટેલમાં રહેતી અન્ય વિદ્યાર્થીનીઓનો વીડિયો બનાવીને શિમલામાં રહેતા તેના બોયફ્રેન્ડને મોકલી દીધો હતો. પોલીસે આ સમગ્ર મામલામાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હાલ વધુ તપાસ હાલ ચાલી રહી છે.
આવી એક ઘટના આઈઆઈટી બોમ્બેમાંથી પણ સામે આવી હતી. જ્યાં પોલીસે કેન્ટીન કર્મચારીની ધરપકડ કરી હતી, જે વોશરૂમની બારીમાંથી ચડીને યુવતીઓના અશ્લીલ વિડીયો ઉતારતો હતો. આ ઘટના ગત 18 સપ્ટેમ્બરની છે. હવે, ટૂંકા સમયગાળામાં આવી ત્રીજી ઘટના સામે આવી છે.