અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક ગુપ્ત ઓપરેશન અંતર્ગત શહેરના કોટ વિસ્તારમાંથી એક પાકિસ્તાની જાસૂસને પકડી પાડ્યો છે. આ સંવેદનશીલ ઓપરેશન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક સ્પેશિયલ ટિમ બનાવીને પાર પાડવામાં આવ્યું હતું.
અમદાવાદથી ઝડપાયો પાક.નો જાસૂસ
— News18Gujarati (@News18Guj) September 27, 2022
કોટ વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
પાક. એજન્સી સાથે સંકળાયેલો હોવાની આશંકા
સિમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હોવાનું ખુલ્યું #Ahmedabad #Police
અમદાવાદમાં ગાયકવાડ હવેલી ખાતે આવેલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સોમવારે (26 સપ્ટેમ્બર) મોડી રાતે એક સફળ ઓપરેશન પર પાડ્યું હતું. તેમને મળેલા ઇનપુટ મુજબ અમદાવાદના કોટ વિસ્તારનો એક વ્યક્તિ શંકાસ્પદ ગતિવિધિઓમાં સંકળાયેલો હતો. ક્રાઇમ બ્રાન્ચે તેના પાર સતત વોચ રાખીને આખરે મોકો જોઈને સોમવારની મોડી રાતે તેને ઝડપી પાડ્યો હતો.
અહેવાલો મુજબ કોટ વિસ્તારમાંથી પકડાયેલો આ આરોપી ભારતના સીમકાર્ડ ખરીદીને તેને સીમાપાર પાકિસ્તાન મોકલતો હતો. સાથે જ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે તે જોડાયેલો હોય તેવી માહિતી પણ સામે આવી રહી છે.
પ્રાથમિક તપાસ અને ધરપકડ બાદ હવે ક્રાઇમ બ્રાન્ચ પાકિસ્તાની જાસૂસને ઇન્ટરોગેટ કરીને એ જાણકારી કઢાવી રહી કે તે કેટલા સમયથી આ કામ કરતો હતો, સિમ કાર્ડ મોકલવાનો હેતુ શું હતો અને આ સિવાય કઈ કઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં તે સંકળાયેલો હતો.
અમદાવાદ સહીત અનેક શહેરોમાં ATSની કાર્યવાહી
ગત રાતે દેશભરમાં ATSએ કટ્ટરવાદી સંગઠન PFIના અનેક ઠેકાણાઓ પર દરોડા પાડીને 200 જેટલા વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આ જ શ્રેણીમાં ATSએ ગુજરાતના અનેક શહેરોમાં પણ કાર્યવાહી કરી હતી.
गुजरात ATS द्वारा अहमदाबाद,सूरत,नवसारी और बनासकांठा से 15 लोगों को हिरासत में लिया गया.
— Janak Dave (@dave_janak) September 27, 2022
पकड़े गए लोगो के तार विदेशो में बैठे कुछ लोगो से है.कुछ लोग #PFI की परेड में गए एटीएस इसकी पड़ताल कर रही है.
वैसे गुजरात में PFI सक्रिय नहीं पर उनकी राजनीतिक पार्टी SDPI है.@GujaratPolice
ગુજરાત ATS દ્વારા અમદાવાદ, સુરત, નવસારી અને બનાસકાંઠામાંથી 15 લોકોની અટકાયત કરવામાં આવી હતી. ઝડપાયેલા લોકોના તાર વિદેશમાં બેઠેલા કેટલાક લોકો સુધી જોડાયેલા છે. કેટલાક લોકો PFIની પરેડમાં ગયા હતા, ATS તેની તપાસ કરી રહી છે.
નોંધનીય છે કે નવસારીમાં SDPI ના સક્રિય સભ્ય અબ્દુલ કાદિર સૈયદ PFI સાથે જોડાયેલો છે જેની સામે પહેલા જ નવસારી પોલીસે સોશિયલ મીડિયા પોસ્ટ બાબતે કેસ નોંધેલ છે. તે કેરળમાં યોજાયેલ PFI પરેડમાં હાજર હતો તેની જાણકારી ગુજરાત ATS પાસે હતી. હવે તેની સાથે પૂછતાછ થઇ રહી છે.