Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએસી, બેડ, સોફા…તમામ સુવિધાઓથી યુક્ત કન્ટેનરો સાથે કોંગ્રેસે કાઢી ‘ભારત જોડો યાત્રા’:...

    એસી, બેડ, સોફા…તમામ સુવિધાઓથી યુક્ત કન્ટેનરો સાથે કોંગ્રેસે કાઢી ‘ભારત જોડો યાત્રા’: સામે આવી રાહુલ ગાંધીના ‘5 સ્ટાર’ કન્ટેનરોની તસ્વીરો

    રાહુલ ગાંધી જે કન્ટેનરમાં રોકાયા છે તેમાં બેડ, એસીથી માંડીને અટેચ બાથરૂમ સુધીની તમામ સુવિધાઓ છે.

    - Advertisement -

    ઘણા સમયથી સુષુપ્ત અવસ્થામાં પડી રહેલી કોંગ્રેસ પાર્ટી હવે ફરીથી બેઠી થવાના પ્રયત્નો કરી રહી છે. જેના ભાગરૂપે પાર્ટીએ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં ‘ભારત જોડો યાત્રા’ શરૂ કરી છે. આ યાત્રા કન્યાકુમારીથી લઈને છેક કાશ્મીર સુધીના રુટ પર આયોજિત કરવામાં આવી છે. જે કુલ 12 રાજ્યોમાંથી પસાર થશે. 

    કોંગ્રેસની આ 3570 કિલોમીટર લાંબી ‘ભારત જોડો યાત્રા’ તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ કરવામાં આવી હતી, જે પાંચ મહિના બાદ 12 રાજ્યોમાંથી પસાર થઈને જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સુધી પહોંચશે. રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓ દરરોજ 22-23 કિલોમીટરનું અંતર પગપાળા કાપે છે. જે માટે બે બેચ પાડવામાં આવ્યા છે. પહેલો બેચ 7 થી 10:30 સુધી અને બીજો બેચ 3:30 થી 6:30 સુધી યાત્રા કરે છે. 

    કોંગ્રેસની આ યાત્રામાં કુલ 60 જેટલાં કન્ટેનરો જોડાયાં છે. કોંગ્રેસ પાર્ટીએ એવો પ્રચાર કર્યો છે કે રાહુલ ગાંધી આ સમગ્ર યાત્રા દરમિયાન કન્ટેનરોમાં જ રોકાશે. જોકે, આ કન્ટેનરોની અંદરની તસ્વીરો સામે આવ્યા બાદ જાણવા મળ્યું કે આ કન્ટેનરો પણ એસી રૂમથી ક્યાંય ઓછાં નથી. જેમાં એસી, બેડ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. 

    - Advertisement -

    આ કન્ટેનરો જુદા-જુદા પ્રકારના છે અને ઝોન મુજબ પાર્ક કરવામાં આવે છે. કન્ટેનરોમાં બેડની સંખ્યા પ્રમાણે તેને જુદા-જુદા ઝોનમાં વર્ગીકૃત કરવામાં આવ્યાં છે. યલો ઝોનનાં કન્ટેનરોમાં એક બેડ, એક કાઉચ અને અટેચ બાથરૂમ આવેલાં છે. રાહુલ ગાંધી એમાંના જ એક કન્ટેનરમાં રોકાય છે. જ્યારે તેમના સુરક્ષાકર્મીઓ માટે તેની બાજુના કન્ટેનરમાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે. 

    ‘ભારત જોડો યાત્રામાં સામેલ કન્ટેનરોની અંદરની તસ્વીર (સાભાર: The Indian Express)

    બ્લૂ ઝોનમાં આવેલાં કન્ટેનરોમાં બે બેડ છે અને વોશરૂમ પણ અંદર જ આવેલું છે. રેડ અને ઓરેન્જ ઝોનના કન્ટેનરોમાં ચાર વ્યક્તિઓ માટે ઊંઘવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, તેમાં વોશરૂમ નથી. પિંક ઝોન મહિલાઓ માટે છે, જેમાં ઉપર-નીચે સહિત ચાર બેડની વ્યવસ્થા હોય છે. 

    કોંગ્રેસની આ યાત્રા દરમિયાન નેતાઓની વ્યવસ્થા સાચવવા માટે એક ટીમ પણ સતત તહેનાર રહે છે. જે આ કન્ટેનરોમાં સાફસફાઈથી માંડીને પથારી પાથરવા સુધીનાં કામ કરે છે. તેમજ તમામના કપડાં દર ત્રીજા દિવસે લોન્ડ્રી માટે પણ મોકલવામાં આવે છે. 

    ‘ભારત જોડો યાત્રા’માં 60 કન્ટેનરો સામેલ (તસ્વીર સાભાર: The Indian Express)

    જેવી યાત્રા શરૂ થાય કે આ ટ્રક પણ તેમની સાથે ચાલવા માંડે છે અને જે-તે નક્કી કરેલા સ્થળે પહોંચી જાય છે. જ્યાં નેતાઓ રાત્રિરોકાણ કરે છે. જોકે, આ નેતાઓ અને કાર્યકરોના ભોજન માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં