મુખ્ય ન્યાયાધીશની ટિપ્પણીઓને બહાનું બનાવીને નવી ફૂટી નીકળેલી કોકરોચ જનતા પાર્ટીના બેનર હેઠળ રાજધાની દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શનો થયાં, 20મી જુલાઈએ સંસદ સત્રના પહેલા દિવસે પરવાનગી વગર માર્ચ કાઢીને અરાજક અને હિંસક ટોળું ભવન સુધી ધસી ગયું એ ઘટના અને ત્યારપછી જે કંઈ બન્યું પછી વારંવાર એ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવતી રહી કે આ બધા પાછળનો મૂળ હેતુ જુદો છે. અચાનક ફૂટી નીકળેલા અને મૂળ આમ આદમી પાર્ટીનો વંશ ધરાવતા આ કોકરોચો અને તેમને પાછળથી પ્રોત્સાહન આપનારા ઇકોસિસ્ટમના યુઝઅલ સસપેક્ટોનો મૂળ હેતુ તો અરાજકતા અને હિંસાના જોરે સત્તા આંચકી લેવાનો છે. તેમને વિદ્યાર્થીઓના મુદ્દા સાથે કશું જ લાગતું-વળગતું નથી. તેમને શિક્ષણ વ્યવસ્થા સાથે પણ કોઈ સંબંધ નથી. તેમણે અરાજકતાના જોરે સત્તાની ખુરશી સુધી પહોંચવું હતું. વિદ્યાર્થીઓ તો માત્ર મહોરાં હતાં.
આ જ પ્લેબુક પાડોશી દેશોમાં અપનાવવામાં આવી ચૂકી છે. બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓને આગળ કરીને હિંસક આંદોલન કરવામાં આવ્યું. શેખ હસીનાની સરકાર જરા સરખી કડકાઈ કરવા ગઈ ત્યાં તો અરાજક ટોળાં તેમના ઘરમાં ઘૂસી ગયાં અને રાતોરાત સરકાર ઉથલાવી નાખી. (મોદીએ કેમ પોલીસ પાસે સંયમથી કામ લેવડાવ્યું તેનો જવાબ આ ઘટનામાં છે.) નેપાળમાં પણ જેન-ઝીને આગળ કરીને ક્ષુલ્લક મુદ્દાઓ પકડીને હિંસક આંદોલનના સહારે સત્તાપલટો કરાવવામાં આવ્યો. હમણાં બંને ઠેકાણે નવી સરકારો બની ગઈ છે. જે મુદ્દાઓ પર આંદોલનો થયાં હતાં એ ભુલાઈ ગયા છે.
ભારતમાં પણ બાંગ્લાદેશ અને નેપાળની તર્જ પર વિદ્યાર્થીઓને, યુવાનોને આગળ કરીને આંદોલનજીવીઓની એક જમાત આવું જ કશુંક કરવા માગે છે એવું જ્યારે રાષ્ટ્રવાદીઓ, દક્ષિણપંથીઓ કહેતા ત્યારે તેમને ‘કોન્સ્પિરસી થિયરીસ્ટ’ કહીને, ધડમાથા વગરની વાત કરનારાઓ કહીને ઉતારી પાડવામાં આવતા.
વેલ, ટૂ યોર સરપ્રાઇઝ હવે આ વાત સ્વયં કોકરોચોએ સ્વીકારી છે.
કોકરોચોના રિંગલીડરો પૈકીના એક, મોદી જેમને દિમાગી નક્સલો કહે છે તે જ ટોળકીના એક પ્રિમિયમ સભ્ય પ્રશાંત ભૂષણે ગુરુવારે યોજાયેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં જાહેરમાં સ્વીકાર્યું કે કોકરોચો, સિવિલ સોસાયટી અને રાજકીય પક્ષો મળીને ભારતમાં ‘રિજિમ ચેન્જ’ કરવા માગે છે. સત્તાપલટો કરવા માગે છે.
કોકરોચોની પ્રેસ કૉન્ફરન્સમાં ‘રિજિમ ચેન્જ’ની વાત. પ્રશાંત ભૂષણે જાહેરમાં સ્વીકાર્યું– આ બધું સત્તાપલટો કરવા માટે થઈ રહ્યું છે. #CJP https://t.co/UYDXM0SW1P
— ઑપઇન્ડિયા (@OpIndia_G) October 15, 2026
કોકરોચ જનતા પાર્ટી અને પ્રશાંત ભૂષણ, પ્રકાશ રાજ વગેરે દિમાગી નક્સલોએ ભેગા મળીને 15 ઑક્ટોબરે દિલ્હીના પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયામાં એક પ્રેસ કૉન્ફરન્સ કરી. જેમાં પ્રશાંત ભૂષણે મીડિયાના કેમેરાની સામે અભિજીત દીપકે, નેહા બોરા, પ્રકાશ રાજ વગેરેની હાજરીમાં આ બધું સ્વીકાર્યું.
ભૂષણ કહે છે, ‘રિજિમ ચેન્જ જરૂર થશે. અમે ઈચ્છીએ છીએ કે રિજિમ ચેન્જ થાય. અમે બધા ઈચ્છીએ છીએ કે રિજિમ ચેન્જ થાય. તેમાં શું ખોટું છે? અમે વિદ્યાર્થીઓને, યુવા સંગઠનોને શ્રેય આપીએ છીએ. તેમની આગેવાનીમાં આ લડાઈ લડાશે. તેઓ અમારા લીડર હશે. તેમની આગેવાનીમાં સિવિલ સોસાયટી, પોલિટિકલ પાર્ટીઓ મળીને લોકતંત્રને બચાવવા માટે અને રિજિમ ચેન્જ લડાઈ લડશે. આ હું ખુલ્લેઆમ કહી રહ્યો છું. આ રિજીમ ચેન્જની જ લડાઈ છે અને અમે રિજિમ ચેન્જ કરાવીને રહીશું.’
આ જ પ્રશાંત ભૂષણે થોડા દિવસ પહેલાં એક X સ્પેસમાં કહ્યું હતું– ‘આપણી પાસે બીજા વિકલ્પો શું છે? વિકલ્પ તો એ જ છે કે ક્રાંતિ કરીને કશુંક કરાવીએ, તેમાં ખૂન-ખરાબો થશે. કારણ કે આ લોકો (સરકાર) પોલીસનો ઉપયોગ કરશે, આર્મી પણ બોલાવી શકે છે.’
This is their real plan! Open your eyes! https://t.co/YPWd8HWF68
— Political Kida (@PoliticalKida) October 15, 2026
આના એક દિવસ પહેલાં આ જ ટોળકીની એક અરાજક તત્ત્વ નેહા બોરાએ એક વિડીયો મેસેજમાં સ્પષ્ટપણે બાંગ્લાદેશની જેમ ભારતમાં રિજિમ ચેન્જ કરાવવાની વાત કહી હતી.
એક વિડીયોમાં નેહા કહે છે, “અમે તમને લાલ સલામ કરીએ છે. અમે જાણીએ છીએ કે જે જેન-ઝી મૂવમેન્ટ આજે આપણે બધે જોઈ રહ્યા છીએ એ બાંગ્લાદેશથી શરૂ થઈ હતી અને અમને આ માર્ગ બતાવવા બદલ આભાર. બાંગ્લાદેશમાં જે ચળવળ શરૂ થઈ હતી એ લોકતાંત્રિક અને મતાધિકારો માટેની હતી.”
અહીં ‘રિજિમ ચેન્જ’ એટલે સત્તાપલટો કરવાની વાત છે. સત્તાપલટો પણ ચૂંટણી લડીને નહીં, આંદોલનોની આડમાં હિંસા અને અરાજકતા સર્જીને. કારણ કે 12 વર્ષથી સતત એકધારા પ્રયાસો કર્યા પછી પણ ઇકોસિસ્ટમ વર્તમાન સરકારને ધારેલું નુકસાન કરી શકી નથી. શાહીનબાગ અને કિસાન આંદોલન જેવી તરકીબો અપનાવ્યા પછી પણ સરકાર હેમખેમ નીકળી ગઈ, સાથે-સાથે ચૂંટણીઓ જીતતી રહી અને વારંવાર સત્તામાં આવતી રહી. બીજી તરફ વિપક્ષોને જનતાએ કાયમ ખુરશીથી બાર ગાઉં છેટા રાખ્યા. એટલે હવે હતાશાનું પ્રમાણ વધતું જાય છે. આ જ હતાશા હવે જાહેરમાં આ બધો સ્વીકાર કરાવી રહી છે.
કોકરોચ જનતા પાર્ટી પાછળના માણસો તો શિક્ષણ વ્યવસ્થા બદલવા માટે અને વિદ્યાર્થીઓને ન્યાય આપવવા માટે આવ્યા હતા. તેઓ હવે આ બધા મુદ્દાઓ ભૂલી જઈને ચૂંટણી કમિશન પાછળ કેમ લાગ્યા છે? એ પણ બરાબર એવા સમયે જ્યારે વિપક્ષી પાર્ટીઓની આખી એક ઇકોસિસ્ટમ પણ ચૂંટણી પંચની પાછળ પડી છે. આ પ્રશ્ન હવે આ જાહેર સ્વીકૃતિ પછી ફરીથી પૂછાવા જોઈએ. તેનો જવાબ મેળવવો જોઈએ.
કોકરોચોએ પહેલાં શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ સાથે આંદોલન કર્યું. શિક્ષણ પ્રધાને રાજીનામું આપ્યું પછી તેઓ થોડો સમય ‘શાળાઓ ઠીક કરવાના નામે’ ડ્રામા કરવા માંડ્યા, પણ તેમાં પણ તેમને વિપક્ષશાસિત રાજ્યો કે AAPશાસિત પંજાબ ન દેખાયું. ઝારખંડમાં વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું તો એક પણ કોકરોચ ત્યાં ન ફરક્યો. પછીથી આ બધું મૂકીને હવે આ જમાત ચૂંટણી પંચની પાછળ પડી છે. તેમની પાસે જ્યારે આરોપોના પુરાવા માગવામાં આવે ત્યારે ગેંગેફેંફે થઈ જાય છે. તેમને કોર્ટનો માર્ગ પકડવામાં પણ રસ નથી કારણ કે તેમની પાસે પુરાવા જ નથી. વહેલી-મોડી ત્યાંથી પણ નિરાશા જ મળશે એ તેઓ જાણે છે એટલે હવે ધીમેધીમે ન્યાયતંત્રને પણ ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે.
આ બધાં આંદોલનો કેમ થાય છે, વારંવાર પોલીસ પર હુમલા કરીને તેમને કેમ ઉશ્કેરવામાં આવે છે, વારંવાર રસ્તા પર ઉતરવાની જાહેરાતો કેમ થઈ રહી છે, ક્રાંતિની વાતો શા માટે કરવામાં આવી રહી છે– આ બધા જ પ્રશ્નોના જવાબ પ્રશાંત ભૂષણે કરેલી જાહેરાતમાં છે. મૂળ હેતુ અરાજકતાના જોરે સત્તાપલટો કરવાનો છે, બીજું બધું ગૌણ છે. આ ટોળકી કોઈના અધિકાર કે ન્યાય માટે લડી રહી નથી, સત્તા આંચકી લેવા માટે ફાંફાં મારી રહી છે.
કોકરોચોનો પહેલા દિવસથી ઈરાદો દેશમાં અશાંતિ પેદા કરીને, અવ્યવસ્થા પેદા કરીને સત્તા ડામાડોળ કરવાનો હતો. આપણે હમણાં સુધી કહેતા હતા. હવે કોકરોચો પોતે પણ ગાઈ-વગાડીને કહેતા થઈ ગયા છે. સમય આપણે સાવધ રહેવાનો છે. કોકરોચો પર લાલ હિટ છાંટવાનો છે.


