હોમપેજરાજકારણરાહુલ ગાંધી સહિતની ટોળકીએ લીધી હતી મેમ્બરશિપ, હવે પૈસા વ્યક્તિગત ખર્ચમાં વાપરી...

રાહુલ ગાંધી સહિતની ટોળકીએ લીધી હતી મેમ્બરશિપ, હવે પૈસા વ્યક્તિગત ખર્ચમાં વાપરી ભાડા માટે કકળાટ કરી રહ્યો છે મોહમ્મદ દીપક

રસપ્રદ વાત એ છે કે જે મુસ્લિમ સમુદાય માટે દીપક કુમારે અવાજ ઉઠાવ્યો હતો અને પોતાને 'મોહમ્મદ દીપક' બનાવી દીધો હતો, તે સમુદાય તરફથી પણ તેના સમર્થનમાં કોઈ વિશેષ પ્રતિસાદ જોવા મળ્યો નહીં. સમગ્ર વિવાદ, રાજકીય સમર્થન અને સોશિયલ મીડિયા અભિયાન બાદ પણ તેના જિમની મેમ્બરશિપ સંખ્યા માત્ર આશરે 70 સુધી જ પહોંચી હોવાનું તેણે પોતે સ્વીકાર્યું હતું.

- Advertisement -

જાન્યુઆરી 2026ના અંતમાં ઉત્તરાખંડના કોટદ્વારમાં ‘હલ્ક જિમ’ ચલાવતો જિમ ટ્રેનર દીપક કુમાર ઉર્ફે મોહમ્મદ દીપક એક સાંપ્રદાયિક વિવાદને લઈને રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો હતો. ઘટનાના થોડા દિવસો બાદ દીપક કુમારે દાવો કર્યો હતો કે તેના જિમની મેમ્બરશિપમાં ભારે ઘટાડો થયો છે અને સંખ્યા 150થી ઘટીને માત્ર 15 પર આવી ગઈ છે. દીપકની આ સ્થિતિ બાદ ઇસ્લામો-લેફ્ટિસ્ટ સર્કલમાં તેની તરફેણમાં સહાનુભૂતિની લહેર જોવા મળી હતી અને અનેક રાજકારણીઓ તથા સેલિબ્રિટીઓએ તેના જિમની મેમ્બરશિપ ખરીદવાની વાત કરી હતી. જોકે ત્રણ મહિના બાદ હવે મોહમ્મદ દીપક પોતાનું જિમ ગુમાવવાની કગાર પર પહોંચી ગયો છે.

મોહમ્મદ દીપકે તાજેતરમાં ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ને આપેલા ઇન્ટરવ્યુમાં ફરી પોતાને પીડિત તરીકે રજૂ કરતા દાવો કર્યો કે જાન્યુઆરીની ઘટના બાદ કહેવાતા ‘ઇકોનોમિક બોયકોટ’ અને ‘સોશિયલ આઇસોલેશન’ના કારણે તે જિમનું ₹40 હજાર માસિક ભાડું ચૂકવી શક્યો નથી. દીપક કુમારે જણાવ્યું કે ચાર મહિનાથી ભાડું ન ચૂકવાતા બિલ્ડિંગ માલિકે તેને જગ્યા ખાલી કરવાની ચેતવણી આપી છે.

મોહમ્મદ દીપક કુમારે પોતાના મકાનમાલિકને પણ સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કર્યો અને સતત ચાર મહિનાથી ભાડું ન ચૂકવનારા ભાડૂઆત સામે માલિકની સ્વાભાવિક પ્રતિક્રિયાને પણ હિંદુ-મુસ્લિમ એંગલ આપ્યો. કુમારે દાવો કર્યો કે તેણે એક મુસ્લિમ વ્યક્તિને મદદ કરી હોવાથી મકાનમાલિક હવે તેને જિમ ચલાવવા માટે જગ્યા આપવા માંગતા નથી.

- Advertisement -

દીપકે ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ને કહ્યું કે, “હું સતત ભાડું ચૂકવી શક્યો નથી. જોકે હવે સ્થિતિ સુધરી રહી હતી અને દરરોજ લગભગ 70 લોકો જિમમાં આવવા લાગ્યા હતા. તેમણે એવો સંકેત આપ્યો કે હું મુસ્લિમો માટે ઊભો રહ્યો હોવાથી તેઓ મને જગ્યા ભાડે આપવા માંગતા નથી.”

અહીં સવાલ એ પણ ઊભો થાય છે કે જો મકાનમાલિક એટલો કટ્ટર અને મુસ્લિમવિરોધી હતો કે તે મોહમ્મદ દીપકને પોતાની જગ્યા પર જિમ ચલાવવા દેવા માંગતો ન હતો તો પછી તેણે ચાર મહિના સુધી ભાડું ચૂકવ્યા વગર જિમ ચાલુ રાખવા કેમ દીધું? સામાન્ય રીતે તો 1 મહિનાની નોટિસ આપવાની પ્રથા હોય છે. તો શું માત્ર ભાડું ન ચૂકવવાના મુદ્દે મકાનમાલિક ચાર મહિના સુધી રાહ જોઈ પછી જ જગ્યા ખાલી કરવાની ચેતવણી આપતો?

સામાન્ય લોકો માટે પોલીસ-કોર્ટના વિવાદોમાં ફસાયેલા વ્યક્તિથી અંતર રાખવું પણ સ્વાભાવિક બાબત છે. તેમ છતાં મકાનમાલિકે દેખીતી રીતે દીપકને પરિસ્થિતિ સુધારવા અને ભાડું ચૂકવવા માટે સમય આપ્યો હતો. પરંતુ હવે મોહમ્મદ દીપક કુમાર મીડિયા સામે આવીને પોતાને પીડિત તરીકે રજૂ કરી રહ્યો છે અને પોતાના હિંદુ મકાનમાલિકને કટ્ટરપંથી તરીકે દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

વિવાદ બાદ ચાલી રહેલી મેમ્બરશિપ ડ્રાઇવથી એકત્ર થયેલા પૈસા વિશે પૂછવામાં આવતા મોહમ્મદ દીપક કુમારે સ્વીકાર્યું હતું કે જિમ ચલાવવા કે ભાડું ચૂકવવા બદલે તેમણે આ રકમનો ઉપયોગ પોતાના વ્યક્તિગત ખર્ચ માટે કર્યો હતો. તેમાં હોમ લોનની EMI, બાળકની સ્કૂલ ફી અને અન્ય ખાનગી ખર્ચાનો સમાવેશ થતો હતો.

ઉલ્લેખનીય છે કે 26 જાન્યુઆરી 2026ના રોજ બજરંગ દળના કેટલાક કાર્યકરોએ ‘અહેમદ્સ બાબા સ્કૂલ ડ્રેસ એન્ડ મેચિંગ સેન્ટર’ના માલિકને દુકાનનું નામ બદલવા કહ્યું હતું. દુકાનદારે ઇનકાર કરતા બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન દીપક કુમારે વચ્ચે પડીને મુસ્લિમ દુકાનમાલિકનો પક્ષ લીધો હતો. જ્યારે તેનું નામ પૂછવામાં આવ્યું ત્યારે તેણે પોતાનું નામ ‘મોહમ્મદ દીપક’ હોવાનું જણાવ્યું હતું.

આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, ત્યારબાદ ઇસ્લામો-લેફ્ટિસ્ટ વર્તુળોએ મુસ્લિમ દુકાનદારે મદદ કરવા માટે પોતાનું નામ ‘મોહમ્મદ દીપક’ જણાવનાર દીપક કુમારની ભારે પ્રશંસા શરૂ કરી હતી.

રાજકારણીઓ, મનોરંજન જગત સાથે જોડાયેલા લોકો અને સુપ્રીમ કોર્ટના વકીલોના એક જૂથે પણ મોહમ્મદ દીપકને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. ઘણા લોકોએ તેના જિમની મેમ્બરશિપ ખરીદવાનું વચન પણ આપ્યું હતું. આમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, અભિનેત્રી સ્વરા ભાસ્કર અને લેખક તથા ઇસ્લામિસ્ટ સમર્થક હર્ષ મંદર જેવા નામો મુખ્ય હતા.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ 1 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને મોહમ્મદ દીપકને ‘ભારતનો હીરો’ ગણાવ્યો હતો. રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, “ઉત્તરાખંડનો દીપક ભારતનો હીરો છે. દીપક બંધારણ અને માનવતા માટે લડી રહ્યો છે, એ જ બંધારણ માટે, જેને BJP અને સંઘ પરિવાર દરરોજ પગ નીચે કચડવાનું કાવતરું કરે છે. તે નફરતના બજારમાં પ્રેમની દુકાનનું જીવંત પ્રતિક છે અને સત્તામાં બેઠેલા લોકોને આ જ વાત સૌથી વધુ ચુભે છે. સંઘ પરિવાર જાણીજોઈને દેશની અર્થવ્યવસ્થા અને સમાજમાં ઝેર ભરી રહ્યો છે જેથી ભારત વહેંચાયેલું રહે અને થોડા લોકો ડરના સહારે શાસન કરતા રહે.”

રાહુલ ગાંધીએ આગળ લખ્યું હતું કે, “ઉત્તરાખંડની BJP સરકાર ખુલ્લેઆમ એવી અસામાજિક તાકાતોની સાથે ઊભી છે, જે સામાન્ય નાગરિકોને ધમકાવવાનું અને હેરાન કરવાનું કામ કરી રહી છે. નફરત, ભય અને અરાજકતાના વાતાવરણમાં કોઈ દેશ આગળ વધી શકતો નથી. શાંતિ વગર વિકાસ માત્ર ખાલી સૂત્ર બની રહે છે. આપણને વધુ દીપકોની જરૂર છે, જે ઝૂકતા નથી, ડરતા નથી અને પૂરી તાકાતથી બંધારણની સાથે ઊભા રહે છે. ભાઈ, અમે તમારી સાથે છીએ. ડરશો નહીં. તમે યોદ્ધા છો.”



થોડા દિવસો બાદ મોહમ્મદ દીપક રાહુલ ગાંધીને તેમના નિવાસસ્થાને મળવા ગયો હતો. રાહુલ ગાંધીએ આ મુલાકાતનો વિડીયો શેર કરીને લખ્યું હતું કે, “કરોડો ભારતીયોના દિલમાં સૌહાર્દ અને પ્રેમની વિચારધારા છે, પરંતુ તેમના મનમાં ભય પણ છે, દીપકે પોતાના સાહસથી તેમને માર્ગ બતાવ્યો છે. નફરત ફેલાવીને સમાજને ડરાવવાનો પ્રયાસ કરનારા લોકો હકીકતમાં ડરપોક હોય છે, તેમનાથી ક્યારેય ડરશો નહીં. દીપકે આપણા તિરંગા અને આપણા બંધારણનું રક્ષણ કર્યું છે. તેણે નફરત સામે મક્કમ રહીને નબળા લોકોની રક્ષા કરી આથી મોટો દેશપ્રેમ બીજો કોઈ હોય શકે નહીં.”



મોહમ્મદ દીપક કુમારે પણ પુષ્ટિ કરી હતી કે આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ કોટદ્વારમાં આવેલા તેમના જિમમાં આવવાનું અને મેમ્બરશિપ લેવાનું વચન આપ્યું હતું. જોકે ત્યારબાદ રાહુલ ગાંધી ક્યારેય જિમ સુધી પહોંચ્યા નહોતાં.

ઉત્તરાખંડ કોંગ્રેસનું નેતૃત્વ પણ મોહમ્મદ દીપક કુમારના સમર્થનમાં આવ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત સહિતના કોંગ્રેસ નેતાઓએ દીપકને ન્યાય અને સૌહાર્દનું પ્રતીક ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હરીશ રાવતે અગાઉ સત્તામાં આવ્યા બાદ મુસ્લિમ યુનિવર્સિટી શરૂ કરવાની વાત પણ કરી હતી.



બોલીવૂડ ‘અભિનેત્રી’ સ્વરા ભાસ્કરે પણ મોહમ્મદ દીપકના જિમની મેમ્બરશિપ ખરીદવાનું વચન આપ્યું હતું. સ્વરાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, “આ એક ઉત્તમ વિચાર છે! આપણામાંથી જે લોકો કરી શકે તેઓ બધા મોહમ્મદ દીપકના જિમની મેમ્બરશિપ લઈએ.. હું પણ સામેલ છું! અધીશજી, બહુ સરસ વિચાર.. વિગતો મેળવવામાં કોણ મદદ કરી શકે?”

જોકે સ્વરા ભાસ્કરે ખરેખર પોતાની જાહેર કરેલી પ્રતિબદ્ધતા પૂરી કરી હતી કે નહીં, તેની કોઈ જાહેર પુષ્ટિ સામે આવી નથી.

ફેબ્રુઆરીમાં લેખક અને ઇસ્લામિસ્ટ સમર્થક એક્ટિવિસ્ટ હર્ષ મંદરે પણ દીપકના જિમની મેમ્બરશિપ ખરીદવાનું વચન આપ્યું હતું. મંદરે X પર લખ્યું હતું કે, “એકતા દર્શાવવા માટે શક્ય તેટલા વધુ લોકો દીપકના જિમની મેમ્બરશિપ લે. કૃપા કરીને કોઈ જણાવી શકે કે આ માટે મેમ્બરશિપ ફી કેવી રીતે ચૂકવી શકાય? આભાર.”

જાહેર માહિતી મુજબ, CPM સાંસદ જોન બ્રિટાસ જ એવા નેતા હતા જેઓ ખરેખર દીપકના જિમ સુધી પહોંચ્યા હતા અને મેમ્બરશિપ ખરીદી હતી. ઉપરાંત સુપ્રીમ કોર્ટના 15 સિનિયર વકીલોના જૂથે પણ દીપકના જિમની ₹10,000ની વાર્ષિક મેમ્બરશિપ લીધી હતી.

મોહમ્મદ દીપકે સ્વીકાર્યું હતું કે તેમને સુપ્રીમ કોર્ટના વકીલો તરફથી સહયોગ મળ્યો હતો. જોકે તેમનું કહેવું હતું કે મેમ્બરશિપ ડ્રાઇવથી એકત્ર થયેલી રકમ જિમ ચલાવવા માટે પૂરતી નહોતી. ઉલ્લેખનીય છે કે દીપકે જણાવ્યું હતું કે વિવાદ પહેલાં જિમમાં લગભગ 150 સભ્યો હતા, જે બાદમાં ઘટીને માત્ર 15 રહ્યા હતા. જોકે મેમ્બરશિપ ડ્રાઇવ પછી આ સંખ્યા ફરી વધીને લગભગ 70 સુધી પહોંચી હતી.

દીપકે સ્વીકાર્યું હતું કે ફેબ્રુઆરીમાં મેમ્બરશિપ ડ્રાઇવ દરમિયાન મળેલી સમગ્ર રકમ તેણે EMI અને બાળકની ફી ભરવામાં ખર્ચી નાખી હતી.

દીપકે કહ્યું હતું કે, “જિમ ચલાવવા માટે વધુ પૈસાની જરૂર હતી. જ્યારે મેમ્બરશિપ ડ્રાઇવ ચાલી રહી હતી ત્યારે મેં આ રકમ EMI અને બાળકની ફીમાં વાપરી દીધી, તેથી હું નિયમિત રીતે ભાડું ચૂકવી શક્યો નહોતો. હવે મકાનમાલિકે જગ્યા ખાલી કરવાની ધમકી આપી છે.”

દીપક કુમારનું આ નિવેદન ભલે સહાનુભૂતિ અને આર્થિક સહાય મેળવવાના હેતુથી કરવામાં આવ્યું હોય, પરંતુ તેની વિશ્વસનીયતા અંગે પ્રશ્નો પણ ઉભા કરે છે. મેમ્બરશિપ ખરીદવાનો આખો હેતુ એ હતો કે વિવાદ બાદ ઘટેલી સભ્ય સંખ્યા વચ્ચે દીપકને જિમ સરળતાથી ચલાવવામાં મદદ મળે. પરંતુ જિમના સંચાલન અને ભાડું ચૂકવવા માટે રકમ વાપરવાના બદલે દીપકે તે પૈસા પોતાના નિયમિત વ્યક્તિગત ખર્ચોમાં ખર્ચી નાખ્યા હતા.

રસપ્રદ બાબત એ છે કે મોહમ્મદ દીપકને મોદી યુગના ‘સામ્પ્રદાયિક’ ભારત સામે આશાનું પ્રતિક અને હીરો ગણાવનાર મોટા ભાગના લેફ્ટ-લિબરલ મુખોટાઓનું સમર્થન મોટાભાગે માત્ર સોશિયલ મીડિયા અને નિવેદનો સુધી જ મર્યાદિત રહ્યું હતું. જમીન સ્તરે બહુ ઓછો સહયોગ જોવા મળ્યો.

આથી પણ વધુ રસપ્રદ વાત એ છે કે જે મુસ્લિમ સમુદાય માટે દીપક કુમારે અવાજ ઉઠાવ્યો હતો અને પોતાને ‘મોહમ્મદ દીપક’ બનાવી દીધો હતો, તે સમુદાય તરફથી પણ તેના સમર્થનમાં કોઈ વિશેષ પ્રતિસાદ જોવા મળ્યો નહીં. સમગ્ર વિવાદ, રાજકીય સમર્થન અને સોશિયલ મીડિયા અભિયાન બાદ પણ તેના જિમની મેમ્બરશિપ સંખ્યા માત્ર આશરે 70 સુધી જ પહોંચી હોવાનું તેણે પોતે સ્વીકાર્યું હતું.

મોહમ્મદ દીપક અને તેનો વિવાદિત ભૂતકાળ

ઑપઇન્ડિયાની અગાઉની તપાસમાં મોહમ્મદ દીપકના દુબઈ સ્થિત વેપારી ચાંદ મૌલા બક્ષ સાથે સંબંધો સામે આવ્યા હતા. રિપોર્ટ અનુસાર ચાંદ મૌલા બક્ષ તેના માટે નિયમિત રીતે બોડીબિલ્ડિંગ ઇવેન્ટ્સનું આયોજન કરતો હતો.

વિવાદ દરમિયાન મોહમ્મદ દીપકનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે ‘મોહમ્મદ’ નામમાં ખૂબ શક્તિ હોવાની વાત કરતો હતો.



આ જ પોસ્ટ પરની એક કોમેન્ટમાં તેણે લખ્યું હતું કે, “જો આતંકીઓએ હિંદુ પુરુષોને મારતા પહેલાં તેમના પેન્ટ ઉતાર્યા હતા, તો પછી મહિલાઓનું શુંઉતાર્યું હતું?”

મોહમ્મદ દીપકની બીજી એક વાયરલ પોસ્ટમાં પહલગામ હુમલામાં સામેલ આતંકીઓને મુસ્લિમ ગણાવનાર લોકોને અપશબ્દથી સંબોધવામાં આવ્યા હતા.

મોહમ્મદ દીપક કુમારનો યુથ કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ વિજય રાવત સાથે પણ નજીકનો સંબંધ હોવાનું કહેવાય છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં