
મધ્યપૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ વિરામનું નામ નથી લઈ રહ્યો. 7 માર્ચે ઇઝરાયેલ અને અમેરિકાના સંયુક્ત દળોએ ઈરાનની રાજધાની તેહરાન અને તેની આસપાસના વિસ્તારોમાં મોટાપાયે હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલામાં મુખ્યત્વે ઈરાનના વ્યૂહાત્મક તેલ ડેપોને નિશાન બનાવવામાં આવ્યા છે, જેના કારણે આખા શહેરના આકાશમાં ધુમાડાના કાળા વાદળો અને ભીષણ જ્વાળાઓ જોવા મળી રહી છે.
IDFએ આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે તેમણે તેહરાનમાં અનેક ઓઈલ ડેપોને નિશાન બનાવ્યા છે. IDFના જણાવ્યા અનુસાર આ સુવિધાઓ ઈરાનની આર્મી વાપરતી હતી. યુએસ-ઇઝરાયેલી હુમલાઓ શરૂ થયા પછી પ્રથમવાર ઈરાનના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આટલા મોટાપાયે હુમલા થયા છે. વધુમાં ઇઝરાયેલના ટાર્ગેટ પર ઈરાનનાં મિસાઈલ ઠેકાણાં હોવાનું પણ સામે આવ્યું છે.
🎯STRUCK: Several Fuel Storage Complexes Belonging to the IRGC in Tehran
— Israel Defense Forces (@IDF) March 7, 2026
Guided by IDF intelligence, the IAF struck these complexes, where the Iranian terrorist regime would distribute fuel to multiple military entities in Iran.
The strike significantly deepens the damage to… pic.twitter.com/T1csYf4PCp
શહરાન ઓઇલ ડેપો, કુહાક વિસ્તાર, કરજ અને અકદસિયેહ ઓઇલ ડેપો પર હુમલા કરવામાં આવ્યા છે. ઈરાનના તેલ મંત્રાલય અને નેશનલ ઈરાનિયન ઓઇલ કંપનીએ પણ આ હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે તેહરાન અને અલબોર્ઝ પ્રાંતમાં અનેક તેલ સંગ્રહ ડેપોને નિશાન બનાવવામાં આવ્યા છે. ઈરાની અધિકારીઓએ કહ્યું છે કે આગને નિયંત્રિત કરવા માટે ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી ટીમો તાત્કાલિક કાર્યરત થઈ ગઈ છે.
Footage of a roaring fire at the Shahr Rey oil refinery in Tehran this evening.
— Visegrád 24 (@visegrad24) March 7, 2026
Via @mamlekate pic.twitter.com/yyw4y02nOT
સામે આવેલ વિડીયોમાં તેહરાનની સ્કાયલાઇન પર વિશાળ આગના ગોટા અને સેંકડો ફૂટ ઊંચે જતો ધુમાડો સ્પષ્ટ જોઈ શકાય છે. જોકે, ઈરાની મીડિયાના અહેવાલો મુજબ મુખ્ય રિફાઇનરીને નુકસાન થયું નથી, પરંતુ સંગ્રહ કેન્દ્રો અને પાઇપલાઇન્સને ભારે નુકસાન પહોંચ્યું છે.
બીજી તરફ ઈરાને પણ વળતા હુમલા કર્યા છે. ઈરાને ઇઝરાયેલ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે અને ગલ્ફ દેશોમાં પણ તેના હુમલા ચાલુ છે, જેમાં કુવૈત, સાઉદી અરેબિયા અને યુએઈના વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ યુદ્ધ સમગ્ર વિશ્વને અસર કરી રહ્યું છે અને ભવિષ્યમાં વૈશ્વિક તેલ બજારમાં મોટી અસ્થિરતા ઉભી થવાની સંભાવના છે.

