છેલ્લા લગભગ મહિનાથી દેશની ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવતા અને લોકસભા અને અમુક રાજ્યોની ચૂંટણીઓમાં વોટ ચોરી થઈ હોવાનું રટણ કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની બુધવારે (10 સપ્ટેમ્બર) પોલ ખુલી ગઈ. એક એક્સ હેન્ડલે પોતાના સંશોધન થકી ઘટસ્ફોટ કર્યો કે 7 ઑગસ્ટની કલાક લાંબી પ્રેસ કૉન્ફરન્સમાં રાહુલે જે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું તે મ્યાનમારમાં તૈયાર થયું હતું.
એક્સ હેન્ડલ ‘ખુરપેંચ’ દ્વારા આ ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. 7 પોસ્ટના થ્રેડમાં અકાઉન્ટે જણાવ્યું છે કે કઈ રીતે ‘વોટ ચોરી’વાળું રાહુલ ગાંધી અને કોંગ્રેસનું ડોક્યુમેન્ટ વાસ્તવમાં ભારતની બહાર તૈયાર કરવામાં આવ્યું હતું.
?खुरपेंची ख़ुलासा:
— खुरपेंच (@khurpenchh) September 10, 2025
7 अगस्त,2025 को विपक्ष के नेता माननीय राहुल गांधी जी द्वारा वोट चोरी पर एक प्रेस कॉन्फ्रेस की गई,
जो कि पूरे देश में चर्चा का विषय बनी, जिसमे देश के बड़े बड़े सोशल मीडिया इन्फ़्लुएंसर्स ने बढ़चढ़कर हिस्सा लिया।
लेकिन जब खुरपेंच टीम ने इसकी तहक़ीक़ात की तो… pic.twitter.com/J3w4JicLkz
વધુ વિગતો જોઈએ તો, રાહુલ ગાંધીનું આ ડોક્યુમેન્ટ તેમની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યું હતું. કુલ ત્રણ પીડીએફ ફાઇલ છે, જેમાંથી એક અંગ્રેજીમાં, બીજી હિન્દીમાં અને ત્રીજી કન્નડ ભાષામાં છે. આ જ ફાઈલો રાહુલ ગાંધીએ 7 ઑગસ્ટની પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન પ્રેઝન્ટેશનમાં બતાવી હતી.
‘ખુરપેંચ’ જણાવે છે કે તેમણે જ્યારે ફાઇલના મેટાડેટાનો અભ્યાસ કર્યો તો ઘણી વિગતો જાણવા મળી. હવે મેટાડેટા શું છે? તેમાં ફાઇલને લગતી માહિતી હોય છે, જેમકે તે કોણે તૈયાર કરી, કઈ તારીખે તૈયાર કરવામાં આવી, તેની સાઈઝ શું છે, કેટલા સમયે તૈયાર કરવામાં આવી હતી– આ બધી માહિતી મેટાડેટામાં સંગ્રહાય છે.
એક્સ હેન્ડલે જણાવ્યું કે, કોંગ્રેસની ફાઈલોના મેટાડેટાના અભ્યાસ પરથી જાણવા મળ્યું કે આ પ્રેઝન્ટેશનનાં તમામ વર્ઝન મ્યાનમાર સ્ટાન્ડર્ડ ટાઇમમાં તૈયાર થયાં હતાં.
મેટાડેટામાં MMT દર્શાવવામાં આવ્યો છે, જે મ્યાનમારનો ટાઈમઝોન છે. જે યુનિવર્સલ ટાઇમઝોન કરતાં 6:30 કલાક આગળ છે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ (IST) જેનાથી ભારતનો સમય નક્કી થાય છે તે UTC કરતાં 5 કલાક 30 મિનિટ આગળ છે. PDF ફાઇલ ભારતમાં તૈયાર થઈ હોય તો UTC+5:30 દર્શાવવું જોઈએ, UTC+6:30 નહીં. પરંતુ મેટાડેટા એનાલિસિસમાં મ્યાનમારનો સમય દર્શાવવામાં આવ્યો છે.
ખુરપેંચ એ વાતનું પણ ધ્યાન દોરે છે કે VPNનો ઉપયોગ કરવાથી કે ગૂગલ ડ્રાઇવની મદદથી ફાઇલ શૅર કરવાથી પણ તેનો મેટાડેટા ક્યારેય બદલાતો નથી.
પોલ ખુલી ગયાના થોડા કલાકો સુધી કોંગ્રેસી ટ્રોલ અને રાહુલ ગાંધીના ચેલાચપાટાઓને સમજાયું જ નહીં કે તેમણે આનું ડેમેજ કંટ્રોલ કઈ રીતે કરવું જોઈએ. કલાકો પછી જેઓ કાયમ ગાળો દઈને દહાડા કાઢે છે તેઓ ટેકનોલોજીની વાતો કરવા માંડ્યા. રાહુલ ગાંધીને ‘જનનાયક’ ગણાવતાં કોંગ્રેસી પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે એક લાંબીલચક પોસ્ટમાં બચાવ કરવાનો પ્રયાસ કર્યો, પણ નિષ્ફળ રહ્યાં.
સુપ્રિયાનો દાવો છે કે ટાઇમઝોનમાં આ ફેરફાર એ સોફ્ટવેર ઇસ્યુ કે બગના કારણે છે અને એડોબી પ્રોડક્ટમાં તે સમસ્યા આવે જ છે.
➡️ Since the 2 rupee trolls and the dumb IT cell are spreading lies about the "Vote Chori" presentation made by Rahul Gandhi on August 7th – it’s important to counter their misinformation and expose how truly dumb they are!
— Supriya Shrinate (@SupriyaShrinate) September 11, 2025
▪️The document, based on the EXIF data for the English…
જોકે એક્સ પર હેન્ડલ ખુરપેંચે ફરી હકીકત જણાવતાં કહ્યું કે એડોબી કોઈ બગ દેખાય તો તરત તેની ઉપર કામ કરીને સમસ્યા સુધારે છે. તેમણે સોફ્ટવેર વર્ઝન પણ જણાવ્યાં અને પૂછ્યું કે કયા બગના કારણે સમય બદલાઈ ગયો તે કોંગ્રેસે જણાવવું જોઈએ. તેમણે એમ પણ જણાવ્યું કે, PDF એડોબી ઇલસ્ટ્રેટર નામના સોફ્ટવેરમાં બનાવવામાં આવી હતી અને અન્ય એડોબી પ્રોડક્ટ સાથે કે તેમાં આવતાં બગ સાથે સરખામણી કરવી એ મૂર્ખતા છે.
कुछ युगांडा की सिलिकॉन वैली में काम करने वाले adobe illustrator ( जिससे pdf बनाई गई) को adobe lightroom और adobe breach के bug से कंपेयर कर रहे हैं,
— खुरपेंच (@khurpenchh) September 11, 2025
जिनको ये नहीं पता कि adobe lightroom और adobe Breach दूसरे सॉफ्टवेयर्स हैं।
और ये 14 साल पुराना 2011 का Lightroom का bug है था जो… pic.twitter.com/JhBcYK1dpl
અમુક કોંગ્રેસ ટ્રોલિયાઓએ લાઇટરૂમમાં આવું બગ હોવાની વાત કરીને માલિકને બચાવવાના પ્રયાસ કર્યા, પણ પછીથી એ પણ સામે આવ્યું કે આ બગ 14 વર્ષ પહેલાં ફિક્સ થઈ ગયું હતું અને હવે એડોબી ઇલસ્ટ્રેટરમાં આવી કોઈ ખામી નથી.
રાહુલ ગાંધીએ આ મુદ્દે કોઈ ફોડ પાડ્યો નથી.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની વિદેશ યાત્રાઓને લઈને વારંવાર પ્રશ્નો ઉઠતા રહ્યા છે. તેઓ જ્યારે-જ્યારે વિદેશ યાત્રાએ જાય છે ત્યારે મોટેભાગે એવા લોકો સાથે મુલાકાતો કરતા હોય છે, જેમની ભારતવિરોધી છબી રહી હોય કે જેમનું વલણ ભારત પ્રત્યે ઠીક ન રહ્યું હોય. તેવામાં હવે ભારતની ચૂંટણી પ્રક્રિયા વિશેના પ્રેઝન્ટેશનમાં અન્ય દેશોનો હાથ હોવાનું સામે આવ્યા બાદ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર ફરી સવાલો સર્જાયા છે.


