અમેરિકામાં બાબાના બુલડોઝર પરેડ પર વિવાદ બાદ IBA (ઇન્ડિયન બિઝનેસ એસોસિએશન), એ માફી માંગવાનો ઇનકાર કર્યો છે. એસોસિએશને કહ્યું કે તેણે સ્વતંત્રતા પરેડમાં બુલડોઝરનો સમાવેશ કરીને કંઈ ખોટું કર્યું નથી. અમેરિકાના ન્યુ જર્સી ખાતે ભારતના 75માં સ્વતંત્રતા દિવસને ઉજવવા માટે એક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બુલડોઝરનો પણ સમાવેશ કરવામાં આવતા કેટલાક તત્વોએ વિરોધ નોંધાવ્યો હતો.
24 ઓગસ્ટ 2022ના રોજ મળેલી ટાઉનશિપ કાઉન્સિલની બેઠકમાં IBA પ્રમુખ ચંદ્રકાંત પટેલે જણાવ્યું હતું કે સંસ્થાએ કંઈ ખોટું કર્યું નથી. તેથી માફી માંગશે નહીં. પોતાના નિવેદનમાં પટેલે કહ્યું હતું કે “બુલડોઝર માત્ર સરકારી જમીન પર (ભારતમાં) ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાનું કામ કરે છે,” ચાર કલાક સુધી ચાલેલી બેઠકમાં ઘણા સ્થાનિક લોકોએ પણ આ અંગે પોતાના અભિપ્રાય આપ્યા હતા.
વાસ્તવમાં ભારતના 75મા સ્વતંત્રતા દિવસના અવસર પર ભારતીય બિઝનેસ એસોસિએશને એડિસન, ન્યુ જર્સી દ્વારા યુએસએમાં એક પરેડ યોજવામાં આવી હતી. સંસ્થાએ આ પરેડમાં એક બુલડોઝરનો પણ સમાવેશ કર્યો હતો, જેને ‘બાબા કા બુલડોઝર’ નામ આપવામાં આવ્યું હતું.
આયોજકોએ બુલડોઝર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથના પોસ્ટર પણ લગાવ્યા હતા. આ સાથે તેમણે રસ્તાઓ પર બુલડોઝર પણ ચલાવ્યા હતા.
Today, the Hindu right-wing in Edison, New Jersey marched with bulldozers, which have become a weapon in the hands of the BJP government to destroy Muslim homes and livelihoods. pic.twitter.com/3M3GKj8kcq
— Indian American Muslim Council (@IAMCouncil) August 15, 2022
સ્વતંત્રતા પર્વની ઉજાણીની આ તસવીરો ઈન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ ને હજમ નહોતી થઇ. સંસ્થાએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ IAM કાઉન્સિલ પરથી ટ્વિટ કરીને વિરોધ કર્યો અને દેખાડયું કે તેઓ બુલડોઝર જોઈને કેટલો પરેશાન થઈ ગયા હતા.
IAM કાઉન્સિલે લખ્યું. હતું કે “આજે જમણેરી હિંદુ સંગઠનોએ એડિસન, ન્યુ જર્સીમાં એક બુલડોઝર સાથે કૂચ કરી, જે ભારતમાં મુસ્લિમોના ઘરો અને જીવનને નષ્ટ કરવા માટે ભાજપ સરકારનું હથિયાર બની ગયું છે,”
આ ટ્વીટ જોયા બાદ અન્ય ઘણા મુસ્લિમોએ પણ પ્રતિક્રિયા આપી હતી. એક યુઝરે લખ્યું કે, “ભારતના સ્વતંત્રતા દિવસના અવસર પર પણ આ લોકો મુસ્લિમો વિરુદ્ધ તેમની નફરત છુપાવી શકતા નથી.”
તે જ સમયે, અમેરિકામાં ‘બ્લેક લાઇવ્સ મેટર’ ચળવળ સાથે સંકળાયેલા સામાજિક કાર્યકર જેલી થોમસે કહ્યું કે, “જેમ અમેરિકામાં અશ્વેતોને ઝાડ સાથે બાંધીને મારી નાખવામાં આવે છે અને દોરડું અશ્વેતોને ડરાવવાનું પ્રતીક બની ગયું છે, એ જ રીતે લઘુમતીઓને ડરાવવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અપડેટ 01.09.2022: ઇન્ડિયન બિઝનેસ એસોશિએશન (IBA) દ્વારા મુસ્લિમોની લાગણીઓ ઘવાયા બાદ આ મામલે માફી માંગી લીધી છે. ભારતના સ્વતંત્રતા દિવસની પરેડમાં બુલડોઝરનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં IBA એ માફી માંગવાથી સંદતર ઇનકાર કર્યો હતો પરંતુ હવે તેણે માફી માંગી લીધી છે અને મામલાને શાંત કરી દીધો છે.