Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆતંકવાદી સંગઠનો માટે ફંડ એકઠું કરવાનું કામ કરતો હતો મોહમ્મદ યાસીન, દિલ્હી...

    આતંકવાદી સંગઠનો માટે ફંડ એકઠું કરવાનું કામ કરતો હતો મોહમ્મદ યાસીન, દિલ્હી પોલીસે કરી ધરપકડ: આતંકવાદીઓને મોકલ્યા હતા લાખો રૂપિયા

    મોહમ્મદ યાસીન વિદેશોમાંથી આવતા પૈસા આતંકી સંગઠનો સુધી પહોંચાડવાનું કામ કરતો હતો.

    - Advertisement -

    દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને જમ્મુ-કશ્મીર પોલીસે એક સંયુક્ત ઓપરેશનમાં દિલ્હીના તૂર્કમાન ગેટ વિસ્તારમાંથી આતંકવાદી સંગઠનો માટે ફંડ એકઠું કરતા એક એજન્ટની ધરપકડ કરી છે. મોહમ્મદ યાસીન નામનો આ હવાલા એજન્ટ લશ્કર-એ-તૈયબા અને અલ-બદ્ર જેવાં સંગઠનો માટે ભંડોળ એકઠું કરવાનું કામ કરતો હતો. 

    રિપોર્ટ અનુસાર, કેન્દ્રીય એજન્સીઓ દ્વારા દિલ્હી પોલીસને મીના બજારથી હવાલા એજન્ટ આતંકવાદી સંગઠનો માટે ફંડ ભેગું કરવાનું કામ કરતો હોવાના ઇનપુટ મળ્યા હતા. જે બાદ એક ટીમની રચના કરવામાં આવી અને શુક્રવારે તૂર્કમાન ગેટથી તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

    પોલીસે જણાવ્યું હતું કે, “કેન્દ્રીય એજન્સીઓ અને જમ્મુ-કાશ્મીર પોલીસ તરફથી જૂની દિલ્હીના મીના બજાર વિસ્તારમાં એક વ્યક્તિ ટેરર ફંડિંગ સાથે સંકળાયેલો હોવાની જાણકારી મળી હતી. જે બાદ પોલીસે વિસ્તારમાં પોલીસની ટીમો ખડકી દીધી હતી અને તેની ધરપકડ કરી લીધી હતી. તેની ઓળખ મોહમ્મદ યાસીન તરીકે થઇ છે.”

    - Advertisement -

    પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે યાસીન પાસે વિદેશોથી રૂપિયા આવતા હતા અને જેને તે જમ્મુ-કાશ્મીરના આતંકવાદીઓ પાસે પહોંચાડવાનું કામ કરતો હતો. યાસીન એક ગારમેન્ટ વેપારી તરીકે મીના બજારમાં કામ કરતો હતો. પરંતુ અંદરખાને તે એક મોટા હવાલા રેકેટનો ભાગ હતો. તેણે પૂછપરછમાં કબૂલાત કરી હતી કે તે વિદેશથી આવતા પૈસા આતંકવાદીઓ પાસે પહોંચાડવાનું કામ કરતો હતો. 

    પૂછપરછમાં જાણવા મળ્યા અનુસાર, દક્ષિણ આફ્રિકાથી રૂપિયા ભારતના સુરત અને મુંબઈ આવતા હતા. જ્યાંથી યાસીન પાસે દિલ્હી પહોંચતા હતા. જ્યાંથી તે આ પૈસા વિવિધ કુરિયર મારફતે જમ્મુ-કાશ્મીરના આતંકવાદીઓ પાસે પહોંચાડતો હતો. હાલમાં જ તેણે હવાલા મારફતે 24 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનું ખૂલ્યું છે, જેમાંથી 17 લાખ રૂપિયા કાશ્મીર મોકલી પણ આપવામાં આવ્યા હતા. આ રૂપિયા બે અલગ-અલગ કુરિયર મારફતે મોકલવામાં આવ્યા હતા. જ્યારે બાકીના 7 લાખ રૂપિયા તેના ઘરેથી તપાસ દરમિયાન મળી આવ્યા હતા. 

    આરોપી યાસીને પૂછપરછમાં જણાવ્યું હતું કે તેણે 17 ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરના એક આતંકવાદી અબ્દુલ હામિદ મીરને 10 લાખ રૂપિયા મોકલ્યા હતા, જેનો ઉપયોગ તે રાજ્યમાં આતંકવાદી ગતિવિધિઓમાં કરવાનો હતો. આ મામલે જમ્મુ પોલીસે 18 ઓગસ્ટના રોજ એક એફઆઈઆર દાખલ કરીને પૂંછમાં રહેતા આતંકવાદી અબ્દુલ હામિદ મીરને પકડી લીધો હતો. તેની પાસેથી 10 લાખ રૂપિયા પણ મળી આવ્યા હતા. 

    અબ્દુલની ધરપકડ બાદ તેને પૈસા મોકલનાર યાસીનનું નામ સામે આવ્યું હતું. કાશ્મીર પોલીસના ઇનપુટ બાદ દિલ્હી પોલીસે તેની પણ ધરપકડ કરી લીધી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં