રાજસ્થાનની એક સરકારી શાળામાં સ્વતંત્રતા દિવસ પર અફીણ પીરસવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શાળામાં બેસીને અફીણ પીવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ મામલો સામે આવ્યા બાદ શિક્ષણ અધિકારીઓએ મંગળવારે શાળા ખુલશે ત્યારે તપાસની ખાતરી આપી છે.
The video of the incident is making rounds on social media and an investigation has been launched. #IndependenceDay #Rajasthan | @journojaykishan https://t.co/m2lKoEi91l
— IndiaToday (@IndiaToday) August 15, 2022
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મામલો બાડમેર જિલ્લાના ગુડામલાની સબડિવિઝનમાં સ્થિત રાવલી નદી શાળાનો છે. વાયરલ વીડિયોમાં શાળા કેમ્પસ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એક-બે વિદ્યાર્થીઓ પણ ચાલતા જોવા મળે છે. સોમવારે શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. શાળામાં સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ પૂરો થયા બાદ 10-12 ગ્રામજનો શાળાએ પહોંચ્યા હતા. ત્યારબાદ શાળામાં ગ્રામજનોએ ગોદડાં પાથરીને એકબીજાને અફીણ અને ડોડા ખસખસ વહેંચવાનું શરૂ કર્યું અને શાળામાં જ તેનો નશો કરવાનું શરૂ કર્યું હતું. ઘટનાસ્થળ પર, બધા લગભગ બે કલાક સુધી શાળાના પરિસરમાં બેઠા હતા.
રાજસ્થાનની એક શાળામાં બેસીને અફીણ પીરસવામાં આવતો હોવાનો વિડીયો સામે આવ્યા બાદ શિક્ષણ વિભાગના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. તેઓ શાળાએ પહોંચ્યા ત્યાં સુધીમાં બધા જ નીકળી ગયા હતા. તે જ સમયે, CBEEO ઓમપ્રકાશ વિશ્નોઈએ કહ્યું કે “વીડિયો સામે આવવાનો મામલો તેમના ધ્યાન પર આવ્યો છે. મંગળવારે સવારે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓના નિવેદન લેવામાં આવશે. ગુડામલાણી એસડીએમને રિપોર્ટ સોંપશે.”
ચાર વિડીયો થયા હતા વાઇરલ
સોશિયલ મીડિયા પાર શાળાના ચાર વીડિયો સામે આવ્યા હતા. વીડિયોમાં ગ્રામજનો શાળાના વરંડા પર બેઠેલા દેખાઈ રહ્યા છે. એક વ્યક્તિ ખુરશી પર બેઠો છે, જે પૈસાની લેવડદેવડનો હિસાબ કરી રહ્યો છે. આ સાથે વ્યાજ ઉમેરવાની પણ વાત સાંભળવામાં આવી રહી છે.
વીડિયોમાં એક સરકારી શિક્ષક પણ દેખાઈ રહ્યો છે, જે રજિસ્ટરમાં ત્યાં બેઠેલા લોકોની સહી લઈ રહ્યો છે. બીજી તરફ ગ્રામજનોનું કહેવું છે કે ફંડ ઉઘરાવીને ભેગી કરેલ રકમથી અફીણ લાવવામાં આવ્યો હતો.
આ વીડિયો વાયરલ થયા બાદ વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદ લોકો કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. છેલ્લી જાણકારી મુજબ શિક્ષણ વિભાગના અધિકારીઓએ આ બાબતની નોંધ લઈ તપાસ શરૂ કરી છે.