Sunday, November 17, 2024
More
    હોમપેજક્રાઈમમહારાષ્ટ્ર: નવનીત રાણાની જાહેર સભામાં હુમલો, ખુરશીઓ ફેંકાઈ; 'અલ્લાહુ અકબર'ના નારા લાગ્યા...

    મહારાષ્ટ્ર: નવનીત રાણાની જાહેર સભામાં હુમલો, ખુરશીઓ ફેંકાઈ; ‘અલ્લાહુ અકબર’ના નારા લાગ્યા હોવાનો પૂર્વ સાંસદનો આરોપ- ફરિયાદ દાખલ

    નવનીત રાણા અમરાવતી જિલાના ખલ્લાર ગામમાં તેમના ધારાસભ્ય પતિની 'યુવા સ્વાભિમાન પાર્ટી'નો પ્રચાર કરવા પહોંચ્યા હતા. તેઓ ઉમેદવાર રમેશ બુંદિલેને સમર્થન આપવા અહીં આવ્યા હતા. અહીં તેઓ પોતાનું વક્તવ્ય આપી રહ્યા હતા તે દરમિયાન જ હોબાળો થઈ ગયો અને તેમના તરફ ખુરશીઓ ફેંકવામાં આવી.

    - Advertisement -

    મહારાષ્ટ્રના અમરાવતીમાં (Maharashtra) ભાજપના પૂર્વ સાંસદ અને હિંદુવાદી નેતા નવનીત રાણા (Navneet Rana) પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. રાણાએ ફરિયાદ કરી છે કે, અમરાવતીમાં ચૂંટણીલક્ષી એક સભામાં તેમને કેટલાક લોકો દ્વારા અભદ્ર ઈશારા કરવામાં આવ્યા અને ખુરશીઓ ફેંકીને તેમના પર હુમલો કરવામાં આવ્યો. નવનીત રાણાએ આ હોબાળા દરમિયાન ‘અલ્લાહુ અકબર’ના નારા લાગ્યા હોવાનું પણ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, આ આખી ઘટના શનિવાર (16 સપ્ટેમ્બર 2024) સાંજની છે. તે સમયે નવનીત રાણા અમરાવતી જિલાના ખલ્લાર ગામમાં તેમના ધારાસભ્ય પતિની ‘યુવા સ્વાભિમાન પાર્ટી’નો પ્રચાર કરવા પહોંચ્યાં હતાં. તેઓ ઉમેદવાર રમેશ બુંદિલેને સમર્થન આપવા અહીં આવ્યાં હતાં. અહીં તેઓ પોતાનું વક્તવ્ય આપી રહ્યાં હતાં તે દરમિયાન જ હોબાળો થઈ ગયો અને તેમના તરફ ખુરશીઓ ફેંકવામાં આવી હતી. આ આખી ઘટનામાં નવનીતના સુરક્ષાકર્મીઓએ તેમને સુરક્ષિત રીતે ત્યાંથી બહાર મોકલ્યાં હતાં.

    નવનીત રાણા પર હુમલો થયા બાદ તેમણે જણાવ્યું હતું કે, તેઓ ભાષણ આપી રહ્યાં હતાં તે સમયે કેટલાક લોકોએ તેમની સામે અભદ્ર ઇશારા કર્યા. થોડી જ વારમાં ત્યાં ‘અલ્લાહુ અકબર’ના નારા લાગવા લાગ્યા અને તેમના પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. નવનીતનો આરોપ છે કે, તેમના પર ખુરશીઓ ફેંકીને તેમને ઈજાગ્રસ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, હિંસક ટોળાએ તેમને અભદ્ર ગાળો પણ આપી હતી.

    - Advertisement -

    આ આખી ઘટના બાદ નવનીત રાણાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં 40થી 50 લોકોના ટોળાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને કાર્યવાહીની માંગ કરી છે. તેમણે ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે, જો આ ઘટનાને લઈને ત્વરિત કાર્યવાહી કરવામાં નહીં આવે, જવાબદાર લોકો વિરુદ્ધ આકરા પગલાં લેવામાં નહીં આવે તો તેઓ હિંદુ સંગઠનો સાથે રહીને ઉગ્ર પ્રદર્શન કરશે. બીજી તરફ આ ચીમકી બાદ પોલીસે કાર્યવાહી કરવાની બાહેંધરી આપીને તમામ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.

    નોંધવું જોઈએ કે, ગત ઑક્ટોબર મહિનામાં નવનીત રાણાને ધમકી મળી ચૂકી છે. આ ધમકી પત્ર દ્વારા આપવામાં આવી હતી અને તેમની પાસેથી 10 કરોડની ખંડણી પણ માંગવામાં આવી હતી. આ પત્ર આમીર નામના વ્યક્તિએ તેમને સ્પીડ-પોસ્ટ દ્વારા મોકલ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ મામલે પણ ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી. તેવામાં નવનીત રાણા પર જાહેર સભામાં હુમલો થતા ફરી એક વાર તેઓ ચર્ચામાં આવ્યાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં