Saturday, November 16, 2024
More
    હોમપેજક્રાઈમહિઝબુલ મુજાહિદ્દીન સામે લડતાં વીરગતિ પામેલા જવાન પરની ફિલ્મ જ્યાં દર્શાવાય રહી...

    હિઝબુલ મુજાહિદ્દીન સામે લડતાં વીરગતિ પામેલા જવાન પરની ફિલ્મ જ્યાં દર્શાવાય રહી હતી તે થિએટર પર તમિલનાડુમાં પેટ્રોલ બૉમ્બ ફેંકાયા, ‘મુસ્લિમવિરોધી’ ગણાવીને SDPI પણ કરી ચૂક્યું છે વિરોધ

    CCTVમાં જોઈ શકાય છે કે થિએટરની બહાર ભૂરા રંગની લૂંગી પહેરીને આવેલા 2 ઈસમો તેમની પાસે રહેલા પેટ્રોલ બૉમ્બની દિવેટ સળગાવીને તેને થીયેટર તરફ ફેંકે છે. આ કારસ્તાન કરીને તરત જ બંને ત્યાંથી ભાગી છૂટે છે.

    - Advertisement -

    તમિલનાડુના (Tamil Nadu) તિરુનેલવેલી ખાતે એક ફિલ્મના વિરોધમાં થિએટર (Theatre) પર પેટ્રોલ બૉમ્બ (Petrol Bomb) ફેંકવાની ઘટના સામે આવી છે. ઘટના શનિવાર (16 સપ્ટેમ્બર, 2024) વહેલી સવારની છે. આ હુમલો શિવકાર્તિકેયન અભિનીત ફિલ્મ ‘અમરન’ના વિરોધને લઈને કરવામાં આવ્યો છે. ફિલ્મ આવી ત્યારથી તેની ઉપર ‘મુસ્લિમવિરોધી’ હોવાના આરોપ લગાવીને કટ્ટરપંથીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. વાસ્તવમાં આ ફિલ્મમાં નાયક મેજર મુકુંદ વરદરાજનનું પાત્ર ભજવી રહ્યા છે, જેઓ કાશ્મીરમાં આતંકવાદનો સામનો કરતા વીરગતિ પામ્યા હતા .

    પ્રાપ્ત માહિતી અનુસાર, તિરુનેલવેલી ખાતે અમરન ફિલ્મના વિરોધમાં થિએટર પર પેટ્રોલ બૉમ્બ ફેંકાવાની ઘટનાને લઈને પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. CCTVમાં જોઈ શકાય છે કે થિએટરની બહાર ભૂરા રંગની લૂંગી પહેરીને આવેલા 2 ઈસમો તેમની પાસે રહેલા પેટ્રોલ બૉમ્બની દિવેટ સળગાવીને તેને થીયેટર તરફ ફેંકે છે. આ કારસ્તાન કરીને તરત જ બંને ત્યાંથી ભાગી છૂટે છે. નોંધનીય છે કે શુક્રવારે પણ સ્થાનિક મુસ્લિમો દ્વારા આ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસને આશંકા છે કે આ ઘટના તેની સાથે સંકળાયેલી હોઈ શકે છે.

    બીજી તરફ મીડિયા સાથે વાત કરતાં સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, હુમલા પાછળનું કારણ હજુ સુધી નથી જાણી શકાયું. તેમણે કહ્યું કે, તપાસ બાદ જ વધુ જાણકારી મળી શકશે. હાલ આ ઘટનાથી જાનમાલના કે અન્ય કોઈ નુકસાનની માહિતી સામે નથી આવી. પોલીસ CCTV ફૂટેજમાં દેખાતા બંને ઈસમોની ઓળખ કરીને તેમને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે.

    - Advertisement -

    લાંબા સમયથી થઇ રહ્યો છે ફિલ્મનો વિરોધ

    નોંધવું જોઈએ કે આ ફિલ્મ ઘણા લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે. વિરોધ કરનારાઓનો દાવો છે કે ફિલ્મમાં મુસ્લિમોને ખોટા ચીતરવામાં આવ્યા હતા. આ વિરોધમાં વિવાદિત ઇસ્લામિક કટ્ટરપંથી સંગઠન SDPI પણ સામેલ છે. 8 નવેમ્બરના રોજ કોયમ્બટૂરના એક થિએટર બહાર SDPIના ટોળાએ એકત્ર થઈને ફિલ્મના સ્ક્રિનિંગ પર પ્રતિબંધની માંગ કરી હતી. બીજી તરફ ભાજપે આ ફિલ્મ દેશભક્તિની હોવાનું કહીને આખા રાજ્યની શાળા-કોલેજોમાં બતાવવા માંગ કરી છે.

    મેજર મુકુંદ વરદરાજન પર આધારિત છે ફિલ્મ, વર્ષ 2014માં પામ્યા હતા વીરગતિ

    નોંધનીય છે કે જે ફિલ્મને ‘મુસ્લિમવિરોધી’ ગણીને તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, તે ફિલ્મ વાસ્તવમાં વીર મેજર મુકુંદ વરદરાજન પર આધારિત છે. મેજર મુકુંદ વરદરાજન ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા હતા અને વર્ષ 2014માં જમ્મુ-કાશ્મીરના શોપિયાં ખાતે હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓ સામે લડતા-લડતા વીરગતિ પામ્યા હતા. મેજર મુકુંદ વરદરાજનને મરણોપરાંત ભારતીય સેનાના સર્વોચ્ચ શાંતિકાલીન વીરતા પુરસ્કાર અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે.

    આ ફિલ્મમાં શિવકાર્તિકેયન અને સાઈ પલ્લવી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ અમરન બોક્સઑફિસ પર સફળ સાબિત થઇ છે અને બે અઠવાડિયાંમાં જ ફિલ્મે ₹150થી વધુની કમાણી કરી છે. ફિલ્મને રાજકુમાર પેરિયાસામી દ્વારા નિર્દેશ કરવામાં આવી છે અને તેમાં રાજકમલ ઇન્ટરનેશનલ અને સોની પિક્ચર ઇન્ટરનેશનલ પ્રોડક્શન હાઉસ દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે. અમરન ફિલ્મ 31 ઑક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી, જે હજુ અમુક ઠેકાણે ચાલી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં