Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણમહારાષ્ટ્ર ચૂંટણી પહેલાં 'બેરોજગાર' મુસ્લિમ યુવાનોના ખાતામાં ₹125 કરોડ ટ્રાન્સફર, ઉલેમા બોર્ડે...

    મહારાષ્ટ્ર ચૂંટણી પહેલાં ‘બેરોજગાર’ મુસ્લિમ યુવાનોના ખાતામાં ₹125 કરોડ ટ્રાન્સફર, ઉલેમા બોર્ડે MVAને આપ્યું સમર્થન: શરત- RSSને બેન કરો, 10% રિઝર્વેશન આપો

    ઉલેમા બોર્ડે મહાવિકાસ અઘાડી પાસેથી વક્ફ સુધારા બિલનો વિરોધ કરવા અને તેને રદ્દ કરવાની માંગ પણ કરી છે. વક્ફ મિલકતોમાંથી અતિક્રમણ દૂર કરવા માટે મહારાષ્ટ્ર વિધાનસભામાં કાયદો બનાવવાની માંગ પણ કરવામાં આવી છે.

    - Advertisement -

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં (Maharashtra Assembly Elections) ઑલ ઈન્ડિયા ઉલેમા બોર્ડે (All India Ulama Board) કોંગ્રેસના નેતૃત્વવાળા મહાવિકાસ અઘાડી (MVAને) ગઠબંધનને સીધું સમર્થન આપ્યું છે. પોતાના સત્તાવાર પત્રમાં ઉલેમા બોર્ડે 17 શરતો સાથે આ સમર્થન આપવાની વાત કરી છે. જેમાં વક્ફ બોર્ડને ₹1000 કરોડ આપવા અને RSS પર પ્રતિબંધ લગાવવા જેવી માંગણીઓ પણ કરવામાં આવી છે.

    આ સિવાય ઉલેમા બોર્ડે મહાવિકાસ અઘાડી પાસેથી વક્ફ સુધારા બિલનો વિરોધ કરવા અને તેને રદ્દ કરવાની માંગ પણ કરી છે. વક્ફ મિલકતોમાંથી અતિક્રમણ દૂર કરવા માટે મહારાષ્ટ્ર વિધાનસભામાં કાયદો બનાવવાની માંગ પણ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર બોર્ડમાં મુસ્લિમો માટે 10% અનામત અને રાજ્યમાં પોલીસ ભરતીમાં શિક્ષિત મુસ્લિમોને પ્રાધાન્ય આપવાની માંગ પણ કરવામાં આવી છે.

    એટલું જ નહીં, બોર્ડે ભાજપ નેતા નિતેશ રાણે અને રામગિરી મહારાજને તાત્કાલિક જેલમાં નાખવા અને સલમાન અઝહરીને મુક્ત કરવાની માંગ પણ કરી છે. તેમજ રાજ્ય સરકારને પયગંબર મોહમ્મદ વિરૂદ્ધ બોલનાર કોઈપણ વ્યક્તિ સામે કાયદો લાગુ કરવા માટે કહેવામાં આવ્યું છે. બોર્ડ એ પણ ઈચ્છે છે કે, રાજ્ય સરકાર રાજ્યમાં ચાલતી મસ્જિદોના મૌલાનાઓ અને ઈમામોને દર મહિને 15,000 રૂપિયા ચૂકવે.

    - Advertisement -

    નોંધવા જેવું તો તે છે કે, એક તરફ ઉલેમા બોર્ડે પોતાનું સમર્થન આપવા માટે આ બધી શરતો મૂકી છે, તો બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે, NCP નેતા શરદ પવારે આ તમામ શરતોને ધ્યાનમાં લીધી છે અને તેને સ્વીકારી પણ લીધી છે.

    ઉલેમા બોર્ડની આવી માંગણીઓ તેવા સમયે સામે આવી છે, જ્યારે તાજેતરમાં જ એ વાતનો ખુલાસો થયો હતો કે, કેવી રીતે રાજ્યમાં 180 NGO સંયુક્ત રીતે મુસ્લિમ મતો એકત્રિત કરી રહ્યા છે, જેથી કરીને ભાજપને રાજ્યમાંથી બહાર કરી શકાય. લોકસભાની ચૂંટણી વખતે પણ આવા જ પ્રયાસો થયા હતા અને આ વખતે પણ તે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.

    થોડા દિવસો પહેલાં મહારાષ્ટ્રના નાસિકમાં 12 મુસ્લિમ યુવાનોને બેરોજગાર ગણાવીને તેમના ખાતામાં ₹125 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. દરેક યુવકના ખાતામાં 12-15 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા હતા. પૈસા જમા કરાવનાર વ્યક્તિ સિરાજ અહેમદ હતો જે સ્થાનિક વેપારી છે. તેણે આ રકમ માલેગાંવ મર્ચન્ટ બેંક મારફતે મોકલી હતી. આ મામલાના ખુલાસા બાદ હવે નાસિક પોલીસ તપાસ કરી રહી છે કે, આ છેતરપિંડીનો મામલો છે કે તેની પાછળ કોઈ અલગ ઈરાદો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં