કેનેડાના બ્રેમ્પટન (Brampton) હિંદુઓ પર થયેલા હુમલા બાદ ખાલિસ્તાનીઓની (Khalistanis) દરેક જગ્યાએ નિંદા થઈ રહી છે. જ્યારે કેનેડા સરકારના નેતાઓએ આ ઘટનાના વિરોધમાં ખાલિસ્તાનીઓ પર નિશાન સાધ્યું છે, ત્યારે ઓટાવામાં ભારતીય હાઈકમિશન અને ઓન્ટારિયોમાં શીખ અને ગુરુદ્વારા કાઉન્સિલે પણ આ ઘટના અંગે પ્રેસ રિલીઝ જારી કરીને તેમની ચિંતા વ્યક્ત કરી છે.
PRESS RELEASE
— India in Canada (@HCI_Ottawa) November 4, 2024
"Violent disruption outside consular camp in Brampton, Ontario (Nov 3)"@MEAIndia @IndianDiplomacy @diaspora_india @cgivancouver @IndiainToronto pic.twitter.com/V7QNMmA4eR
ભારતીય હાઈકમિશને આવા હુમલાઓને અત્યંત નિરાશાજનક ગણાવ્યા છે. સાથે એમ પણ કહ્યું કે, તેમણે હિંદુ સભા મંદિરની મદદથી કોન્સ્યુલર કેમ્પનું આયોજન કર્યું હતું પરંતુ ત્યાં પણ વિક્ષેપ પાડવામાં આવ્યો હતો. હાઈકમિશને કહ્યું કે, ભારતવિરોધી તત્ત્વોએ જે કંઈ કર્યું તેનાથી તે ખૂબ જ ચિંતિત છે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં કોઈપણ કાર્યક્રમનું આયોજન સ્થાનિક અધિકારીઓની સુરક્ષાના આધારે કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આ કાર્યક્રમ માટે પોલીસ સુરક્ષા પણ માંગવામાં આવી હતી.
Ontario Sikhs and Gurdwara Council (OSGC) condemns violence outside the Hindu Sabha Mandir in Brampton.
— ANI (@ANI) November 4, 2024
"…The incident outside the temple is a distressing reminder of the need for understanding and mutual respect in our community. OSGC is committed to ensuring the safety and… pic.twitter.com/t42gX9j2AL
જ્યારે OSGCએ તેની રજૂઆતમાં સ્થાનિક નાગરિકોને આ બાબતની સંપૂર્ણ તપાસ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે પ્રાર્થનાસ્થળને પવિત્ર રહેવા દેવું જોઈએ. ત્યાં કોઈ હિંસા અને અરાજકતા ન ઊભી થવી જોઈએ. બ્રેમ્પટનમાં જે કંઈ બન્યું તે ખૂબ જ હેરાન કરનારું છે. આપણે એકબીજાના ધર્મોનું સન્માન કરવું જોઈએ.