Thursday, October 31, 2024
More
    હોમપેજમિડિયા25 લાખ દીવડાની યોજના પર યાદ આવ્યો હંગર ઇન્ડેક્સ.. જર્મની સુધી સરયુના...

    25 લાખ દીવડાની યોજના પર યાદ આવ્યો હંગર ઇન્ડેક્સ.. જર્મની સુધી સરયુના મગર-માછલીઓના રોદણાં: દિવાળીના ધુમાડામાં મુસ્લિમો-વામપંથી મીડિયા ગૂંગળાયા

    દિવાળી પહેલા આ લોકોએ એક વોટ્સએપ ગ્રુપમાં ચર્ચા કરીને દિલ્હીના ખાન બજારની કોઈ લક્ઝુરિયસ સી-ફૂડ રેસ્ટોરન્ટમાં મળવાનો પ્લાન બનાવ્યો. જેથી તેઓ પર્યાવરણ અને પ્રાણીઓની સુરક્ષાનો હવાલો આપીને યોગી સરકાર પર નિશાન સાધી શકે.

    - Advertisement -

    આ વર્ષે અયોધ્યાને (Diwali Celebration in Ayodhya) દિવાળી માટે સુંદર રીતે શણગારવામાં આવ્યું છે, કારણ કે આ તહેવાર દરમિયાન ભગવાન રામના 14 વર્ષના વનવાસમાંથી પાછા ફરવાની ઉજવણી કરવામાં આવે છે. લાખો હિંદુઓ આ તહેવારની આતુરતાથી રાહ જુએ છે. આ વખતનો દિવાળીનો તહેવાર એટલા માટે ખાસ છે કારણ કે પહેલીવાર આ તહેવાર અયોધ્યામાં ઉજવવામાં આવી રહ્યો છે જ્યાં તાજેતરમાં રામ મંદિરનું નિર્માણ થયું છે.

    આ દિવાળી દરમિયાન ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે આ વર્ષે લાખો દીવાઓથી અયોધ્યાને પ્રકાશિત કરવાની અને 25 થી 28 લાખ દીવા પ્રગટાવીને વિશ્વમાં નવો રેકોર્ડ બનાવવાની યોજના બનાવી છે. તેમનું કહેવું છે કે દિવાળીના આ ‘દીપોત્સવ’માં (Deepotsav) પર્યાવરણનું પણ ધ્યાન રાખવામાં આવશે, તેથી ઇકો-ફ્રેન્ડલી દીવાઓ પ્રગટાવવામાં આવશે જે રામ મંદિર અને આખા શહેરને ઝગમગ કરી દેશે.

    પરંતુ જ્યાં એક તરફ લોકો ઉજવણી કરી રહ્યા છે, ત્યાં કેટલાક લોકો એવા છે જેઓ આ દિવાળીથી ‘સંકટ’ અનુભવી રહ્યા છે. જોકે તેઓ રાવણ નથી પરંતુ કેટલાક ‘પરેશાન પર્યાવરણ પ્રેમીઓ’ અને ‘સેક્યુલર વિચારધારાવાળા‘ લોકો છે, જે કીબોર્ડ દ્વારા X અને અન્ય સોશિયલ મીડિયા પર ‘હિંદુ તહેવારો’ વિરુદ્ધ અભિયાન ચલાવવા તૈયાર છે. તેમના મતે, દિવાળીની આ ઉજવણી પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે અને પ્રાણીઓ માટે ખતરો બની શકે છે.

    - Advertisement -

    ફેન્સી સી-ફૂડ રેસ્ટોરન્ટમાં પર્યાવરણ રક્ષા માટે ભેગા થયા ‘એક્ટિવિટ્સ’

    ખાસ વાત એ છે કે ‘એક્ટિવિટ્સ’નું આ ‘2BHK’ જૂથ મોટાભાગે તેમના ફ્લેટમાં મોંઘી પાર્ટીઓ અને ઉજવણીઓનું આયોજન કરતું હોય છે અને હિંદુઓ વિરુદ્ધ ખોટા સમાચાર ફેલાવતું હોય છે. જો કે, હવે તેઓને દિવાળીના બહાને ‘હિંદુઓ’ પર ઝેર ઠાલવવાની તક મળવાની છે, આવી સ્થિતિમાં આ લોકોએ એક વોટ્સએપ ગ્રુપમાં ચર્ચા કરીને દિલ્હીના ખાન બજારની કોઈ લક્ઝુરિયસ સી-ફૂડ રેસ્ટોરન્ટમાં મળવાનો પ્લાન બનાવ્યો. જેથી તેઓ પર્યાવરણ અને પ્રાણીઓની સુરક્ષાનો હવાલો આપીને યોગી સરકાર પર નિશાન સાધી શકે.

    દિવાળીના આગલા દિવસે જ એક પ્રખ્યાત ‘પત્રકાર’એ પોસ્ટ કરી, “મોદીનું નવું ભારત દિવાળી પર પૈસા ખર્ચી રહ્યું છે, જ્યારે અહીંની વસ્તીના નસીબમાં ભરપેટ ભોજન પણ નથી.” તેમણે આ મામલો તાજેતરમાં જાહેર કરાયેલ ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (Global Hunger Index) સાથે જોડ્યો, જેમાં ભારત 127 દેશોમાં 105માં ક્રમે હતું. આ અહેવાલને પુરાવા તરીકે ટાંકવામાં આવ્યો હતો કે ભારતમાં ગરીબોની સ્થિતિ ખરાબ છે, જ્યારે ભારતે આ યાદીમાં સામેલ ઘણા દેશોને મફત રાશન આપ્યું જેથી તેમનું પેટ ભરાઈ શકે. હવે એ જ યાદીની આડમાં તેઓ ભારતીયોને ભૂખમરાનો શિકાર ગણાવી રહ્યા છે.

    આ પ્રસિદ્ધ પત્રકારની પત્ની, જે પોતે એક યુટ્યુબર છે, તેમણે આ અભિયાનમાં યોગદાન આપતાં કહ્યું કે અયોધ્યામાં આ રીતે દિવાળી ઉજવવી એ એવા દેશ માટે ખરાબ છે જ્યાં ‘બુધની’ જેવા ગરીબ બાળકો દીવામાંથી તેલ ભેગું કરીને તેમના પરિવારો માટે તેલ મેળવે છે.

    આ જૂથના અન્ય એક સભ્ય, જેમણે અમેરિકામાં એક શિષ્યવૃત્તિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, તેમણે મુસ્લિમો સાથેના ભેદભાવ તરફ ધ્યાન દોર્યું અને કહ્યું કે અયોધ્યામાં દિવાળીની આ ભવ્ય ઉજવણી ભારતીય મુસ્લિમોના હાંસિયામાં ધકેલાઈ જવાનો પુરાવો છે. મુસ્લિમ પરિવારની તસવીર બતાવતા તેમણે કહ્યું કે તેઓ વીજળીનું બિલ ચૂકવી શકતા નથી અને અયોધ્યાનું રામ મંદિર રોશનીથી ઝગમગી રહ્યું છે.

    આ જૂથમાં અન્ય એક વ્યક્તિ છે જે વ્યવસાયે ચૂંટણી વિશ્લેષક છે પરંતુ દરેક બાબતની જાણકારી હોવાનો દાવો કરે છે. તેમણે પોસ્ટ કર્યું, “અરે ભઈ, દિવાળી પર અસલી દીવા કરવા ઠીક છે? શું તેઓ કાર્બન ફૂટપ્રિન્ટ વિશે જાણતા નથી? ” તેમના પોસ્ટમાં અયોધ્યાને ધુમાડાથી ઘેરાયેલું બતાવવામાં આવ્યું હતું. આના પર એક યુઝરે ટોન્ટ માર્યો અને કહ્યું, “આજે દુગ્ગલ સાહેબ પણ પર્યાવરણવિદ (Environmentalist) છે!

    પર્યાવરણ પણ દિવાળીની અસરોને લઈને અખબારોના પાના ભરાયા

    દરમિયાન, અયોધ્યામાં દિવાળીને લઈને ઘણા અખબારોમાં લેખો આવવા લાગ્યા, જેમાં પર્યાવરણ પર અસર વિશે વાત કરવામાં આવી હતી. એક લેખનું મથાળું હતું “યોગી આદિત્યનાથ સરકારે અયોધ્યાને પર્યાવરણીય સંકટમાં ધકેલ્યું.” લેખમાં કહેવામાં આવ્યું છે કે આટલા પ્રકાશથી રાત્રે જાગતા પ્રાણીઓના અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. લેખકે લખ્યું કે “બિચારા ઘુવડોનું શું થશે.”

    બીજી તરફ જર્મનીમાં બેઠેલા એક ‘ફેમસ’ યુટ્યુબર વિડીયોમાં ચર્ચા કરી રહ્યો હતો કે “દિવાળી એ રોશનીનો તહેવાર છે, પરંતુ તેમાં દરેકને સામેલ કરવા પણ જરૂરી છે. શું અંધકારમાં રહેતા લોકો પાસેથી તેમની સંમતિ લેવામાં આવી હતી?” તેણે આ કાર્યક્રમને રોકવા તેના અનુયાયીઓને આ ‘અન્યાય’ સામે પિટિશન દાખલ કરવા પણ કહ્યું . તેણે એવી ચિંતા પણ વ્યક્ત કરી હતી કે સરયુ નદીમાં રહેતી માછલીઓ અને મગર કદાચ આટલા પ્રકાશથી ‘ટ્રોમેટાઈજ્ડ’ થઈ ગયા એટલે ઘભરાઈ ગયા હશે.

    એક રેડિયો જોકીએ પ્રશ્ન ઉઠાવ્યો, “અરે ભાઈ, આપણે અયોધ્યામાં દીવા પ્રગટાવીએ છીએ, પણ જેમને અંધકાર ગમે છે તેનું શું? શું તેમને અંધકારમાં જીવવાનો અધિકાર પણ નથી?” તેણે તેને ભારતીય બંધારણનું ઉલ્લંઘન પણ ગણાવ્યું હતું.

    જ્યારે સરકારે ઇકો-ફ્રેન્ડલી દીવાનો ઉપયોગ કરવાની વાત કરી, ત્યારે એક ‘પર્યાવરણ એક્ટિવિસ્ટ’એ X પર પોસ્ટ કરી, “પરંતુ વાસ્તવિક દીવાઓનું શું?” તેમણે ફરિયાદ કરી હતી કે સરકારે બધાને નિરાશ કર્યા છે. – પછી તે હિંદુઓ હોય, પર્યાવરણવાદીઓ હોય, પ્રાણીઓ હોય કે લઘુમતી સમુદાયના લોકો હોય.

    આ દરમિયાન, અન્ય એક ‘પત્રકાર’, જેના પર અમેરિકના એક અખબારના લેખોની ચોરી કરવાનો આરોપ છે, તેણે એક સમાચાર શેર કર્યા. આ સમાચાર અનુસાર દિવાળીના દિવસે અયોધ્યામાં એક મુસ્લિમ વ્યક્તિ ચોરી કરતા પકડાયો. આ પત્રકારે X પર પોસ્ટ કરી, “હવે ભારતમાં ગરીબ મુસ્લિમોને ચોરી કરવાની પણ છૂટ નથી. છેલ્લા દસ વર્ષમાં આ દેશ ફાસીવાદનો અડ્ડો બની ગયો છે.

    આ વ્યંગ્ય લેખ દ્વારા તે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે કેટલાક લોકો કોઈપણ તહેવાર કે સાંસ્કૃતિક પ્રસંગને લઈને કેટલાય બિનજરૂરી અને વાહિયાત મુદ્દાઓ કેવી રીતે ઉભા કરે છે. દિવાળી હોય, દેશનો વિકાસ હોય કે કોઈ ચોક્કસ ધર્મ સાથે જોડાયેલી ખુશીઓ હોય, એક નિશ્ચિત એજન્ડા હેઠળ ટીકાનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે, જેથી વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવી શકાય.

    મૂળરૂપે આ વ્યંગ અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયેલ છે. મૂળ લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં