Wednesday, October 30, 2024
More
    હોમપેજગુજરાતઅમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રન ફોર યુનિટી મેરાથોનને ફ્લેગ ઓફ: સરદાર...

    અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રન ફોર યુનિટી મેરાથોનને ફ્લેગ ઓફ: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાયો કાર્યક્રમ

    આ વખતે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ 2 દિવસ પહેલા યોજવામાં આવ્યો. સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં જ દેશની એકતા અને અખંડિતતાના શપથ લઈને દોડવીરોએ દોડવાનું શરૂ કર્યું.

    - Advertisement -

    ભારતીય અખંડિતતાના જનક સરદાર વલ્લભભાઈ પટેલની (Sardar Vallabhbhai Patel) 150મી જન્મજયંતિ નિમિત્તે કેન્દ્ર સરકારે (Central Government) આગામી બે વર્ષના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ કરવાની જાહેરાત કરી હતી. તે અંતર્ગત જ 31 ઓકટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દોડ ‘રન ફોર યુનિટી’નું (Run For Unity 2024) આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ આ દોડનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે દિવાળીના તહેવારને લઈને મેરાથોન 2 દિવસ પહેલા એટલે જે 29 ઓક્ટોબરના રોજ યોજવામાં આવી છે. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupenra Patel) હાજરીમાં રન ફોર યુનિટીની શરૂઆત કરવામાં આવી હતી.

    અમદાવાદમાં વહેલી સાવારે જ રન ફોર યુનિટીના આયોજનને લઈને કાર્યક્રમો શરૂ થઈ ગયા હતા. આ વખતે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ 2 દિવસ પહેલા યોજવામાં આવ્યો. સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં જ દેશની એકતા અને અખંડિતતાના શપથ લઈને દોડવીરોએ દોડવાનું શરૂ કર્યું. આ અવસરે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ મંચ પરથી સંબોધન આપતા સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીને તેમના સિદ્ધાંતો અને મૂલ્યો પર ચાલવાની વાત કરી હતી.

    સીએમ ભૂપેન્દ્ર પટેલના વક્તવ્ય બાદ ફ્લેગ ઓફ સાથે કાર્યક્રમ શરૂ થયો અને હજારોની સંખ્યામાં હાજર દોડવીરોએ દોડવાનું શરૂ કર્યું હતું. આ આખો કાર્યક્રમ અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અમદાવાદના નાગરિકો ઉપરાંત વિવિધ સરકારી સંસ્થાઓના કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો. દોડ શરૂ થતાની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાથ હલાવીને દોડવીરોનું અભિવાદન કર્યું હતું.

    - Advertisement -

    સરદાર પટેલની 150મી જન્મજયંતિને લઈને 2 વર્ષ સુધી વિવિધ કાર્યક્રમો

    કેન્દ્ર સરકારે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે બે વર્ષના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ કરવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા આ અંગે જાણકારી આપી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ (National Unity Day) તરીકે ઉજવવામાં આવે છે. તેમણે લખ્યું કે, “સરદાર પટેલના સ્મારક યોગદાનને માન આપવા માટે, PM નરેન્દ્ર મોદીશ્રીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર, 2024થી 2026 સુધી બે વર્ષ લાંબી દેશવ્યાપી ઉજવણી સાથે તેમની 150મી જન્મજયંતિની ઉજવણી કરશે. આ ઉજવણી તેમણે દર્શાવેલી અસાધારણ સિદ્ધિઓ અને એકતાની ભાવનાનું પ્રમાણ બનશે.”

    ઉલ્લેખનીય છે કે 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં PM નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. તેઓ સવારે 7:30 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ આપશે અને જાહેર સંબોધન કરશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં