Sunday, October 27, 2024
More
    હોમપેજક્રાઈમ'રામ મંદિરમાં ઘૂસી ગયા અકબર, રુસ્તમ અને બાબુ ખાન, દરવાજા પાસે વજૂ...

    ‘રામ મંદિરમાં ઘૂસી ગયા અકબર, રુસ્તમ અને બાબુ ખાન, દરવાજા પાસે વજૂ કરીને પરિસરમાં જ પઢી નમાજ’: પૂજારીની ફરિયાદ પર FIR- MPની ઘટના

    ઘટના મધ્ય પ્રદેશના શાજાપુર જિલ્લાના કિલોદા ગામની છે. અહીં ગામમાં જ રહેતા ત્રણ મુસ્લિમ ભાઈ બાબુ ખાન, અકબર ખાન અને રુસ્તમ ખાન ગામમાં બનેલા પવિત્ર રામ મંદિરમાં ઘૂસી ગયા હતા.

    - Advertisement -

    મધ્ય પ્રદેશના (Madhya Pradesh) શાજાપુરના (Shajhapur) એક ગામમાં આવેલા રામ મંદિરમાં ત્રણ મુસ્લિમ ભાઈઓએ નમાજ (Namaz In Ram Mandir) પઢતાં તંગદિલી સર્જાઈ છે. ઘટના બાદ આખા પંથકમાં હોબાળો મચી ગયો છે. આ ત્રણેય મુસ્લિમો ભાઈ છે અને તેમની ઓળખ બાબુ ખાન, અકબર ખાન અને રુસ્તમ ખાન તરીકે થઈ છે. આ ત્રણેય આ જ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે મંદિરના પૂજારીએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના મધ્ય પ્રદેશના શાજાપુર જિલ્લાના કિલોદા ગામની છે. અહીં ગામમાં જ રહેતા ત્રણ મુસ્લિમ ભાઈ બાબુ ખાન, અકબર ખાન અને રુસ્તમ ખાન ગામમાં બનેલા પવિત્ર રામ મંદિરમાં ઘૂસી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ જબરદસ્તી મંદિરમાં ઘૂસ્યા હતા અને પરિસરમાં જ નમાજ પઢવા લાગ્યા હતા. આ જોઈ પૂજારીએ તેમને અટકવાનો પ્રયાસ કરતાં તેમણે તેમની સાથે પણ દુર્વ્યવહાર કર્યો. જોતજોતામાં રામ મંદિરમાં મુસ્લિમ ભાઈઓએ નમાજ પઢી હોવાની વાત દાવાનળની જેમ આખા પંથકમાં ફેલાઈ ગઈ. ઘટના બાદ હિંદુઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

    મંદિરના દરવાજે રાખેલા પીવાના પાણીના માટલામાંથી વજૂ કર્યું

    આ મામલે મંદિરના પૂજારી ઓમપ્રકાશ શર્માએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યા અનુસાર ઘટના ગત 25 ઑક્ટોબર, 2024ની છે. લગભગ સાંજે પોણા છ વાગ્યાના અરસામાં તેઓ સંધ્યા આરતી કરવાની તૈયારી કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે જોયું કે ગામમાં જ રહેતા અને સંબંધમાં ભાઈ થતા બાબુ ખાન, અકબર ખાન અને રુસ્તમ ખાન મંદિરમાં ઘૂસી ગયા છે. તેમણે પહેલાં મદિરના દરવાજે રાખેલા પીવાના પાણીના માટલામાંથી વજૂ કર્યું (હાથ-પગ ધોયા) અને પછી પરિસરમાં બેસીને નમાજ પઢવા લાગ્યા.

    - Advertisement -

    પૂજાની તૈયારી કરી રહેલા પૂજારી ઓમપ્રકાશ આ જોઇને ચોંકી ઉઠ્યા. તેમણે તરત જ ત્રણેય મુસ્લિમ ભાઈઓને મંદિરમાં નમાજ ન પઢવા અને ચાલ્યા જવા માટે કહ્યું, પરંતુ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેમણે પૂજારીની એક વાત ન સાંભળી અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો. ઘટનાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પૂજારીએ તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું અને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

    બીજી તરફ આ મામલે સ્થાનિક હિંદુ સમાજને પણ ઘટનાની જાણ થતાં તેઓ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. હિંદુઓનો આક્રોશ જોઇને પોલીસે તરત જ મામલો થાળે પાડ્યો અને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દીધી હતી.

    તપાસ ચાલી રહી છે, ધાર્મિક લાગણીઓ દુભાવવા મામલે ગુનો નોંધાયો: પોલીસ

    ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં પોલીસ મથકના PI જનકસિંહ રાવતે ઘટનાની પુષ્ટિ કરી અને જણાવ્યું કે, ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ધાર્મિક લાગણીઓ દુભાવવા બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ 298 અને 3(5) હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. જોકે, હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. હાલ તપાસ પ્રાથમિક તબક્કામાં છે અને પોલીસ તપાસ કરી રહી છે. ત્યારબાદ ધારાધોરણો અનુસાર આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં