ઉત્તર પ્રદેશના બહરાઈચમાં થયેલી હિંસામાં (Bahraich Violence) નિર્દોષ હિંદુ યુવક રામગોપાલ મિશ્રાની હત્યાને વાજબી ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અજમેરમાં ખાદીમોની સંસ્થા ‘અંજુમન સૈયદ જાદગાન’ના સચિવ અને અજમેર દરગાહના ખાદીમ સરવર ચિશ્તીએ (Khadim Sarwar Chishti) રામગોપાલ મિશ્રાની હત્યાને (Ramgopal Mishra Murder) વાજબી ઠેરવતા કહ્યું કે, “જે થવું જોઈએ, તે જ થયું છે. જો મુસ્લિમોને ગાળો ભાંડવામાં આવશે તો કાઈ ફૂલ નહીં વરસે.”
સરવર ચિશ્તીનું આ નિવેદન મોટાભાગની મીડિયાએ કવર કર્યું છે. અહેવાલોમાં જણાવ્યા અનુસાર તેમણે કહ્યું છે કે, “ઘર પર ચઢીને લીલો ઝંડો ઉતારીને ધર્મ વિશેષનો ઝંડો ફરકાવવામાં આવી રહ્યો છે. તો પછી ફૂલ થોડી વરસવાના છે? જે થવું જોઈએ, તે જ થયું છે.” સરવર ચિશ્તીના આ નિવેદનનો એક વિડીયો પણ સામે આવ્યો છે. આ વિડીયોમાં તેઓ હત્યાની નિંદા કરવાની જગ્યાએ વાજબી ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
'मुसलमानों को गालियां बकी जाएंगी तो फूल नहीं बरसेंगे': अजमेर के सरवर चिश्ती बोले- लॉरेंस …#bharaich #GopalMishra pic.twitter.com/2AHN9XQy0P
— Maqsood nohari (@nohari_maqsood) October 17, 2024
આ વિડીયોમાં સરવર ચિશ્તી રામગોપાલ મિશ્રાની થયાની નિંદા કરવાની જગ્યાએ, કટ્ટરમાંથીઓ દ્વારા કરવામાં આવેલા કૃત્યની તરફેણમાં દલીલો કરતા સાંભળી શકાય છે. તેઓ કહી રહ્યા છે કે, “હવે તો આ કાયમનું થઇ ગયું છે. અમારા મઝહબી ઉલેમાઓની શાનમાં ગુસ્તાખી કરવામાં આવી રહી છે. આજ સુધી એક પણ નથી પકડાયો. અમારા જૂલુસ નીકળે ત્યારે અમે તો કોઈને ગાળો નથી આપતા. શાંતિથી જૂલુસ કાઢીએ છે. આ બધું જ માત્ર એક તરફથી થઇ રહ્યું છે.”
Sarwar Chishti, Secretary of Ajmer Dargah justifies Ramgopal's brutual murder?
— Megh Updates 🚨™ (@MeghUpdates) October 17, 2024
"This is the law of nature… You tease Muslims, You remove Flag from their house (in Bahraich), You insult religion, then you expect to be greeted with flowers-What should have happened happened." pic.twitter.com/tooy9z4U61
પોતાના આ જ વિડીયોમાં સરવર ચિશ્તી તાજેતરમાં થયેલા બાબા સિદ્દીકી હત્યાકાંડનો ઉલ્લેખ કરીને કહે છે કે દેશના નામચીન મુસ્લિમોની હત્યા કરવામાં આવી રહી છે. આટલું જ નહીં, ચિશ્તીએ સાંપ્રદાયિક સૌહાર્દ પર પ્રશ્નાર્થ લગાવવા અને સરકારને ઘેરવાના પ્રયાસરૂપે પંજાબી ગાયક કલાકાર સિદ્ધુ મુસેવાલાની હત્યા યાદ કરીને કહ્યું કે, ક્યારેક મુસ્લિમો, તો ક્યારેક શીખોને મારવામાં આવી રહ્યા છે. આમાં સરકારનો હાથ ન હોય તો આમ કેમ થઈ શકે?
વિવાદિત નિવેદનો આપવા માટે કુખ્યાત છે સરવર ચિશ્તી
નોંધવું જોઈએ કે આ કોઈ પહેલી વાર નથી કે સરવર ચિશ્તીએ વિવાદિત નિવેદન આપ્યું હોય. તેઓ આ પહેલા પણ અનેક વાર આ પ્રકારની હરકત કરીને મુસ્લિમોને ભડકાવી ચૂક્યા છે. એક વાર તેમણે કહ્યું હતું કે, “ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી આવી સિસ્ટમ ચલાવવામાં આવી રહી છે, જેના દ્વારા મુસ્લિમો અને ઇસ્લામ વિરુદ્ધ નફરત ફેલાવવામાં આવી રહી છે. ક્યારેક લવ જેહાદ, લેન્ડ જેહાદ, યુપીએસસી જેહાદ તો ક્યારેક આપણા પયગમ્બર મોહમ્મદની શાનમાં ગુસ્તાખી થઇ રહી છે. મદ્રેસાઓ અને મસ્જિદો શહીદ થઈ રહી છે, જે ના-કાબિલ-એ-બર્દાશ્ત થઇ ગઈ છે.”
આ પહેલા સરવર ચિશ્તીએ અજમેર-92 ફિલ્મ અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. અહેવાલો અનુસાર, સરવરે કહ્યું હતું, “છોકરી ચીજ એવી હોય છે…. મોટા-મોટા ફસડાઈ પડે છે. માણસ પૈસાથી ભ્રષ્ટ ન થઈ શકે, મૂલ્યોથી ભ્રષ્ટ ન થઇ શકે. છોકરીઓ ચીજ જ એવી છે કે ભલભલા લપટી જાય છે. પેલા હતા ને, શું નામ હતું એમનું? જે વૃક્ષ નીચે બેઠા હતા, વિશ્વામિત્ર જેવા ફસડાઈ શકે. ઠીક છે, જેટલા બાબાઓ જેલમાં છે. આ એકમાત્ર એવા લોકો છે જે છોકરીના કેસમાં ફસાયેલા છે. આ એક એવો વિષય છે કે, ભલભલા ફસાઈ જાય છે.”
આવી જ રીતે 2022માં એક વખત સરવર ચિશ્તીએ કહ્યું હતું કે જ્યારે મુસ્લિમ સમાજે નૂપુર શર્માની ધરપકડ સામે સરઘસ કાઢ્યું તો પછી હિંદુ સમાજે સરઘસ કેમ કાઢ્યું. તેનાથી લાગણીઓ દુભાઈ. આ ઉપરાંત સરવરે એમ પણ કહ્યું હતું કે, જો નબીની શાનમાં ગુસ્તાખી કરવામાં આવશે તો આખું ભારત હચમચી જશે. તેઓ એમ પણ માને છે કે ભારત સરકારે જે પીએફઆઈ પર પ્રતિબંધ મૂક્યો છે તે એક એવું સંગઠન છે જે મુસ્લિમોનો અવાજ ઉઠાવે છે.