ઉત્તર પ્રદેશના બહરાઈચમાં (Baharaich) દુર્ગા પૂજા વિસર્જન દરમિયાન બબાલ કરીને રામગોપાલ મિશ્રા (Ram Gopal Mishra) નામના નિર્દોષ હિંદુ યુવાનની હત્યા કરી નાખનાર પાંચ આરોપીઓને UP પોલીસે (UP Police) પકડી લીધા છે. જેમાંથી 2ને એનકાઉન્ટર (Encounter) દરમિયાન ગોળી વાગી હતી. જેઓ હાલ સારવાર લઈ રહ્યા છે.
જે આરોપીઓ પકડાયા છે તેમની ઓળખ અબ્દુલ હમીદ, મોહમ્મદ ફહીમ, મોહમ્મદ સરફરાઝ, મોહમ્મદ તાલિબ અને મોહમ્મદ અફઝલ તરીકે થઈ છે. જેમને ગોળી વાગી છે તે આરોપીઓનાં નામ છે, મોહમ્મદ સરફરાઝ અને મોહમ્મદ તાલિબ.
એનકાઉન્ટર વિશે વધુ વિગતો આપતાં બહરાઈચ SP વૃંદા શુક્લાએ જણાવ્યું હતું કે, “મોહમ્મદ સરફરાઝ અને મોહમ્મદ તાલિબની નિશાનદેહી પર જ્યારે પોલીસની ટીમ નાનપારામાં મર્ડર વેપનની રિકવરી માટે ગઈ તો ત્યાં તેમણે હથિયારો લોડેડ હાલતમાં રાખ્યાં હતાં, જેની મદદથી પોલીસ પર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ પોલીસે આત્મરક્ષામાં ગોળી ચલાવી, જેમાં બંને ઈજાગ્રસ્ત થયા છે.”
#WATCH | Bahraich Encounter | SP Bahraich, Vrinda Shukla says, "When the Police team went to Nanpara area for the recovery of the murder weapon, Md Sarfaraz alias Rinku and Md Talib alias Sablu had kept the murder weapon in a loaded state, which they used to fire on the police.… pic.twitter.com/L0Cj4xqYCk
— ANI (@ANI) October 17, 2024
તેમણે વધુમાં જણાવ્યું કે, “બંનેને સારવાર માટે પહોંચાડી દેવામાં આવ્યા છે. અન્ય ત્રણ આરોપીઓની પણ અમે ધરપકડ કરી લીધી છે. આજે પાંચેયની અધિકારિક રીતે ધરપકડ કરી લેવામાં આવી છે. તમામ વિરુદ્ધ ઠોસ કાર્યવાહી કરવામાં આવશે.” પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, “પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ NSA પણ લગાવવામાં આવશે અને હાલ અન્ય આરોપીઓની શોધખોળ પણ ચાલી રહી છે અને અમારી ટીમ સતત ગ્રાઉન્ડ પર છે.”
જિલ્લા પોલીસ વડાંએ જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્ત આરોપીઓ હાલ સારવાર હેઠળ છે અને મૃત્યુ કોઈનું થયું નથી.
નોંધવું જોઈએ કે આરોપીઓમાંથી અબ્દુલ હમીદ એ જ ઇસમ છે, જેના ઘરે રામગોપાલ મિશ્રાની હત્યા કરવામાં આવી હતી. જ્યારે જે બેનું એનકાઉન્ટર કરવામાં આવ્યું છે, તે બંને તેના જ પુત્રો છે. ત્રણેય બાપ-દીકરાઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. બે આરોપીઓ નેપાળ ભાગવાની ફિરાકમાં હતા તેવું પણ જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગત 13 ઑક્ટોબરના રોજ ઉત્તર પ્રદેશના બહરાઈચમાં હિંસા ફાટી નીકળી હતી. દુર્ગા પૂજા વિસર્જન યાત્રા પસાર થઈ રહી હતી, ત્યારે અમુક મુસ્લિમોએ DJને લઈને વાંધો ઉઠાવ્યો હતો, જેને લઈને બબાલ થઈ હતી. ત્યારબાદ કટ્ટરપંથી ઈસ્લામીઓએ રામગોપાલ મિશ્રાને લઈ જઈને મારી નાખ્યો હતો. તેને ગોળી મારવામાં આવી હતી, તેવું તપાસમાં સામે આવ્યું છે.
હાલ આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને બાકીના આરોપીઓની શોધખોળ કરીને તેમની ધરપકડ કરવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.