Friday, November 22, 2024
More
    હોમપેજદેશજે ફૈઝલે લગાવ્યા હતા પાકિસ્તાન ઝિંદાબાદ-હિંદુસ્તાન મુર્દાબાદના નારા, તે હવે ત્રિરંગાને સલામી...

    જે ફૈઝલે લગાવ્યા હતા પાકિસ્તાન ઝિંદાબાદ-હિંદુસ્તાન મુર્દાબાદના નારા, તે હવે ત્રિરંગાને સલામી આપીને ‘ભારત માતા કી જય’ બોલતો દેખાશે: મધ્યપ્રદેશ હાઈકોર્ટનો જોરદાર આદેશ

    સરકારી વકીલે એવી પણ દલીલ કરી હતી કે જો આરોપી ભારત દેશમાં ખુશ અને સંતુષ્ટ ન હોય તો તેણે તેની પસંદગીના એ દેશમાં રહેવું જોઈએ જેના માટે તેણે ‘ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા.

    - Advertisement -

    પાકિસ્તાન ઝિંદાબાદ, હિંદુસ્તાન મુર્દાબાદના નારા લગાવનાર આરોપી ફૈઝલને મધ્યપ્રદેશ હાઈકોર્ટમાંથી (Madhya Pradesh High Court) શરતી જામીન મળ્યા હતા. જામીન આપતા કોર્ટે આદેશ કર્યો હતો કે, અરજદાર મહિનાના પહેલા અને છેલ્લા મંગળવારે પોલીસ સ્ટેશનમાં પોતાની હાજરી નોંધાવશે. આ સિવાય મહિનામાં બે વખતે ભારતના રાષ્ટ્રધ્વજને 21 સલામી આપશે અને દરેક વખતે ‘ભારત માતા કી જય’ (Bharat Mata Ki Jai) બોલશે.

    ફૈઝલ ખાનની 17 મે 2024ના રોજ ભોપાલમાંથી રાષ્ટ્ર વિરોધી નારા (Anti India Slogans) લગાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ભોપાલના મિસરોદ પોલીસ સ્ટેશનમાં કલમ 153 હેઠળ ફૈઝલ ઉર્ફે ફૈઝાન પર ગુનો નોંધાયો હતો. તેના પર પાકિસ્તાન ઝિંદાબાદ, હિંદુસ્તાન મુર્દાબાદના નારા લગાવીને વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટ વધારવાના પ્રયાસ કરવાનો આરોપ હતો.

    ધરપકડ બાદ તેણે જામીન માટે અરજી કરી હતી. ફૈઝલે બચવા માટે થઈને જામીન અરજીમાં એવી દલીલ કરી હતી કે તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો. જામીન અરજીનો વિરોધ કરતી વખતે શાસન પક્ષે કહ્યું હતું કે આરોપી દ્વારા સૂત્રોચ્ચાર કરતો વિડીયો રેકોર્ડિંગ ઉપલબ્ધ છે. જેમાં તે રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચાર કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

    - Advertisement -

    આપો રાષ્ટ્રધ્વજને સલામી અને બોલો ભારત માતા કી જાય…: હાઈકોર્ટે આપ્યો આદેશ

    જામીન અરજી પર સુનાવણી કરતા મધ્યપ્રદેશ હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી કેસ ચાલુ રહેશે ત્યાં સુધી ફૈઝલ ​​ખાને મહિનાના દર પ્રથમ અને ચોથા મંગળવારે સવારે 10 વાગ્યાથી બપોરના 12 વાગ્યા દરમિયાન ભોપાલના મિસરોદ પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે. ત્યાં જઈને પોલીસ સ્ટેશન બિલ્ડિંગમાં 21 વખત રાષ્ટ્રધ્વજને સલામી આપવી પડશે તથા ‘ભારત માતા કી જય’ ના નારા લગાવવા પડશે.

    હાઈકોર્ટે આપેલ આદેશ (ફોટો: OpIndia)

    જસ્ટિસ દિનેશ કુમાર પાલીવાલની ખંડપીઠે કહ્યું હતું કે, “ઉપરોક્ત શરતો જામીનના કાગળોમાં આવશ્યકપણે સામેલ કરવાની રહેશે. તેણે Cr.P.C.ની કલમ 437(3) હેઠળ આવતી તમામ શરતોનું પણ પાલન કરવાનું રહેશે. હાઈકોર્ટે ભોપાલ પોલીસ કમિશનરને પણ જામીન માટે આ શરતોનું પાલન સુનિશ્ચિત રીતે થાય તે ધ્યાન રાખવાનો નિર્દેશ આપ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે ફૈઝલે આ કેસમાં તેને ખોટી રીતે ફસાવ્યો હોવાનો દાવો કરીને જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે, સુનાવણી દરમિયાન, તેના વકીલે સ્વીકાર્યું કે વિડીયોમાં આરોપીને રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચાર કરતો જોઈ શકાય છે. તેથી તેના વકીલે તેને કેટલીક કડક શરતો લાદીને જામીન પર મુક્ત કરવા વિનંતી કરી હતી.

    ફૈઝલ છે રીઢો ગુનેગાર

    બીજી તરફ, સરકારી વકીલે એવી દલીલ કરીને જામીન મંજૂર કરવાની વિનંતીનો વિરોધ કર્યો હતો કે તે ફૈઝલ એક રીઢો ગુનેગાર છે અને તેની સામે 14 ફોજદારી કેસ નોંધાયેલા છે. તથા વિડીયોમાં તે ખુલ્લેઆમ દેશ વિરુદ્ધ નારા લગાવતો જોઈ શકાય છે. સરકારી વકીલે કહ્યું હતું કે ફૈઝલ મૂળ ગુનાહિત પ્રકૃતિનો જ વ્યક્તિ છે.

    સરકારી વકીલે એવી પણ દલીલ કરી હતી કે જો આરોપી ભારત દેશમાં ખુશ અને સંતુષ્ટ ન હોય તો તેણે તેની પસંદગીના એ દેશમાં રહેવું જોઈએ જેના માટે તેણે ‘ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. કોર્ટે દરેક પુરાવા અને દલીલોને સાંભળીને આરોપીના શરતી જામીન મંજૂર કર્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં