Friday, October 18, 2024
More
    હોમપેજરાજકારણજમ્મુ-કાશ્મીરમાં શપથગ્રહણ પહેલાં જ થઈ ગયો 'દાવપેચ'?: ઓમર અબ્દુલ્લાની સરકારમાંથી કોંગ્રેસ આઉટ,...

    જમ્મુ-કાશ્મીરમાં શપથગ્રહણ પહેલાં જ થઈ ગયો ‘દાવપેચ’?: ઓમર અબ્દુલ્લાની સરકારમાંથી કોંગ્રેસ આઉટ, પોર્ટફોલિયો શૅરિંગને લઈને વિવાદ હોવાના અહેવાલ

    કોંગ્રેસના આ નિર્ણય પાછળના બે કારણો ગણાવવામાં આવી રહ્યા છે. પહેલુ કારણ એ ગણવાઈ રહ્યું છે કે, અબ્દુલ્લા સરકારમાં કોંગ્રેસ બે મંત્રીપદ મેળવવા ઇચ્છતી હતી, પરંતુ નેશનલ કૉન્ફરન્સ તે માટે રાજી ન થતાં માત્ર એક મંત્રીપદ આપી રહી છે. તેથી દબાણ ઊભું કરવા માટે કોંગ્રેસે બહારથી સમર્થન આપવાનો નિર્ણય લીધો છે.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના (Jammu-Kashmir Assembly Elections) પરિણામો (Result) આવ્યા બાદ હવે અબ્દુલ્લા કેબિનેટનો (Abdullah Cabinet) શપથગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. બુધવારે (16 ઑક્ટોબર) યોજાતા આ શપથગ્રહણ કાર્યક્રમમાં 10 મંત્રીઓ શપથ લેશે તેવી સંભાવના છે. પહેલાં કહેવામાં આવી રહ્યું હતું કે, નેશનલ કૉન્ફરન્સની (NC) સરકારમાં કોંગ્રેસના (Congress) કેટલાક નેતાઓ પણ મંત્રીપદના શપથ લઈને સંયુક્ત સરકાર બનાવશે. પરંતુ, હવે જાણવા મળી રહ્યું છે કે, આ રેસમાંથી કોંગ્રેસ આઉટ થઈ ગઈ છે. કોંગ્રેસના કોઈપણ નેતા અબ્દુલ્લા સરકારમાં મંત્રી નહીં બને.

    બુધવારે (16 ઑક્ટોબરે) કોંગ્રેસે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, તેની પાર્ટીના કોઈપણ ધારાસભ્ય મંત્રીપદના શપથ નહીં લે અને પાર્ટી બહારથી સરકારને સમર્થન આપશે કે કેમ તે વિશે પણ વિચારણા ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીરના કોંગ્રેસ પ્રભારી ભરતસિંહ સોલંકીએ (Bharatsinh Solanki) કહ્યું છે કે, “હાલ તો નેશનલ કૉન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે વાતચીત ચાલી રહી છે. ચર્ચા પૂર્ણ થયા બાદ જ કોઈ નિર્ણય લઈ શકાશે. વાત પૂરી ન થવાના કારણે આજે કોઈપણ કોંગ્રેસી ધારાસભ્ય શપથ નહીં લે.”

    બે મુખ્ય કારણો દેખાય રહ્યા છે

    અહેવાલોમાં સૂત્રોને ટાંકીને કોંગ્રેસના આ નિર્ણય પાછળના બે કારણો ગણાવવામાં આવી રહ્યા છે. પહેલુ કારણ એ ગણવાઈ રહ્યું છે કે, અબ્દુલ્લા સરકારમાં કોંગ્રેસ બે મંત્રીપદ મેળવવા ઇચ્છતી હતી, પરંતુ નેશનલ કૉન્ફરન્સ તે માટે રાજી ન થતાં માત્ર એક મંત્રીપદ આપી રહી છે. તેથી દબાણ ઊભું કરવા માટે કોંગ્રેસે બહારથી સમર્થન આપવાનો નિર્ણય લીધો છે.

    - Advertisement -

    આ સાથે જ મીડિયા રિપોર્ટ્સમાં અન્ય એક કારણ દર્શાવવામાં આવી રહ્યું છે. અહેવાલો અનુસાર, બીજું કારણે એ ગણવાઈ રહ્યું છે કે, કોંગ્રેસ હાઈકમિશન નથી ઇચ્છતું કે, જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન અને માત્ર 6 બેઠકો જીત્યા બાદ એકમના મોટા નેતાઓને મંત્રીપદની ભેટ મળે. જોકે, હજુ સુધી આધિકારિક કારણ જણાવવામાં આવ્યું નથી. પરંતુ શપથગ્રહણ સમારોહમાં કોઈપણ કોંગ્રેસી ધારાસભ્ય શપથ નહીં લે તે અંગેની પુષ્ટિ કરવામાં આવી છે.

    નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કોંગ્રેસ અને નેશનલ કૉન્ફરન્સ સાથે મળીને ચૂંટણી લડ્યા હતા અને કહેવાય રહ્યું હતું કે, બંને સંયુકત સરકાર બનાવશે. પરંતુ, હવે જાણવા મળી રહ્યું છે કે, માત્ર નેશનલ કૉન્ફરન્સના ધારાસભ્યો જ મંત્રીપદના શપથ લેશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં