Tuesday, October 15, 2024
More
    હોમપેજદેશદિવાળી પહેલાં દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ, AAP સરકાર કરશે કાર્યવાહી: પંજાબમાં સતત...

    દિવાળી પહેલાં દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ, AAP સરકાર કરશે કાર્યવાહી: પંજાબમાં સતત સળગી રહેલી પરાળ પર મૌન, 800થી વધુ ઘટનાઓ આવી સામે

    જ્યારે દિલ્હીની AAP સરકાર રાજધાનીમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકીને પ્રદૂષણને અટકાવી રહી છે, ત્યારે પંજાબમાં પરાળ સળગાવવાની ઘટનાઓ સતત વધી રહી છે. પંજાબમાં હજી તો ધાનની લણણી પૂર્ણરૂપે શરૂ પણ નથી થઈને અત્યાર સુધીમાં 800થી વધુ પરાળ સળગાવવાની ઘટનાઓ સામે આવી છે.

    - Advertisement -

    દિલ્હીની આમ આદમી પાર્ટી (AAP) સરકારે દિવાળી પહેલાં ફટાકડા (Ban on Firecrackers) ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણને રોકવા માટે AAP સરકારે આ નિર્ણય લીધો છે. પરંતુ બીજી તરફ, પંજાબની (Punjab) AAP સરકાર પંજાબની અંદર પરાળ સળગાવવાનું (Stubble Burn) બંધ કરી શકતી નથી. દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ પંજાબમાં સળગાવવામાં આવતી પરાળ છે.

    દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (DPCC)એ સોમવારે (14 ઑક્ટોબર, 2024) ફટાકડાના ખરીદ, વેચાણ, ઉત્પાદન અને ફોડવા પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો હતો. આ પ્રતિબંધ 1 જાન્યુઆરી 2024 સુધી લાગુ રહેશે. આ દરમિયાન જો ફટાકડા મળી આવશે તો દંડ અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

    DPCCએ દિલ્હી પોલીસને પણ આ અંગે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, દિવાળીના ફટાકડા ફોડવા પહેલાં જ દિલ્હીની હવા પ્રદૂષિત થવા લાગી છે. સોમવારે (14 ઑક્ટોબર, 2024) દિલ્હીના આનંદ વિહારનો AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 302ના સ્તરે પહોંચી ગયો હતો, જે અત્યંત જોખમી છે.

    - Advertisement -

    જ્યારે દિલ્હીની AAP સરકાર રાજધાનીમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકીને પ્રદૂષણને અટકાવી રહી છે, ત્યારે પંજાબમાં પરાળ સળગાવવાની ઘટનાઓ સતત વધી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે પંજાબમાં હજી તો ધાનની લણણી પૂર્ણરૂપે શરૂ પણ નથી થઈને અત્યાર સુધીમાં 800થી વધુ પરાળ સળગાવવાની ઘટનાઓ સામે આવી છે.

    પંજાબના તરનતારન, અમૃતસર, પટિયાલા અને સંગરુરમાંથી પરાળ બાળવાની સૌથી વધુ ઘટનાઓ નોંધાઈ રહી છે. પંજાબમાં પણ AAPની સરકાર છે પણ તેને રોકી શકી નથી. 2023માં પણ, દેશમાં પરાળ સળગાવવાના સૌથી વધુ કેસ પંજાબમાંથી નોંધાયા હતા. વર્ષ 2023માં દેશનું સૌથી વધુ પરાળથી થતું પ્રદૂષણ 93% સાથે પંજાબમાં નોંધાયું હતું.

    પંજાબમાં 2023માં પરાળ સળગાવવાની 36,663 ઘટનાઓ બની હતી. આ જ સમયગાળા દરમિયાન, હરિયાણામાં પરાળ સળગાવવાની 2303 ઘટનાઓ જ બની હતી. પંજાબમાં પરાળ બળવાના પરિણામે ઘણા શહેરોનો AQI પણ વધી ગયો છે, જે હાનિકારક પુરવાર થઇ શકે છે.

    ઉલ્લેખનીય છે કે ફટાકડા પર પ્રતિબંધ મૂકનાર આ જ AAP સરકારના કાર્યકર્તાઓ વિરુદ્ધ FIR નોંધાઈ હતી. અરવિંદ કેજરીવાલ શરતી જામીન પર બહાર આવ્યા બાદ ફટાકડા પર પ્રતિબંધ હોવા છતાં AAP કાર્યકરોએ પ્રદૂષિત ધુમાડા છોડતા ફટાકડાઓ સળગાવીને નિયમનું ઉલ્લંઘન કર્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં