કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અને તેમના પરિવારે કર્ણાટક સરકારને 5 એકર જમીન પરત કરવાનો નિર્ણય લીધા બાદ તેમની મુશ્કેલીઓ વધી રહી છે. MUDA કૌભાંડની (MUDA Scam) તપાસ દરમિયાન જ જમીન પરત કરવાનો નિર્ણય આવતા ભાજપ દ્વારા મલ્લિકાર્જુન ખડગેના (Mallikarjun Kharge) પુત્ર પ્રિયાંક ખડગે પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે જમીન પરત કરવી એ બાબત જ સાબિત કરે છે કે ખડગે પરિવાર વાંકમાં છે. તેથી આ મામલે તપાસ થવી જોઈએ. ભાજપે કર્ણાટક સરકારમાં મંત્રી પ્રિયાંક ખડગેના (Priyank Kharge) રાજીનામાની પણ માંગ કરી હતી.
ખડગે પુત્ર પ્રિયાંકે લીધેલ જમીન પરત કરવાનો નિર્ણય સામે આવ્યા બાદ ભાજપ પ્રવક્તા શાહઝાદ પુનાવાલાએ મીડિયા સાથેની વાતચીતમાં આ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “MUDA કૌભાંડ, જે ₹5000 કરોડનું કૌભાંડ છે, જેમાં એક આરોપી સિદ્ધારમૈયા છે અને બીજા આરોપી તેમના પત્ની છે.”
#WATCH | BJP national spokesperson Shehzad Poonawalla says, "After the MUDA scam which is a Rs 5000 crore scam in which Siddaramaiah is accused number one and his wife is accused number two and after the entire scam was unveiled by the BJP…The family of Siddaramaiah returned… pic.twitter.com/V73nfimlIK
— ANI (@ANI) October 14, 2024
તેમણે આગળ કહ્યું કે, “ભાજપે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ જ સિદ્ધારમૈયાના પરિવારે જમીન પરત કરી હતી. હવે CM સિદ્ધારમૈયાના પગલે ચાલતા ખડગે પરિવારે પણ KIADB હેઠળ એરોસ્પેસ પાર્ક માટે આપવામાં આવેલી પાંચ એકર જમીન પરત કરવાનો નિર્ણય લીધો છે જે જમીન ગેરકાયદેસર રીતે ફાળવવામાં આવી હતી.”
જમીન આપીને ખડગેએ ગુનાનો સ્વીકાર કરી લીધો છે એમ કહેતાં પુનાવાલાએ કહ્યું હતું કે, “આ જમીન અનુસૂચિત જાતિના સાહસિકો માટે હતી. જમીન પરત કરવાથી મલ્લિકાર્જુન પરિવારના ગુનાનો અંત આવશે નહીં. તેનાથી તેમના ભ્રષ્ટાચારના ગુનાનો અંત આવશે નહીં. તેમજ ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદ પર તેમને ક્લીનચીટ મળશે નહીં.”
ભાજપ પ્રવક્તા પુનાવાલાએ વધુમાં કહ્યું કે, “જે રીતે સિદ્ધારમૈયાના પરિવારે MUDA જમીન પાછી આપી ત્યારે તેમનો ગુનો સ્વીકાર્યો હતો તે જ રીતે મલ્લિકાર્જુન પરિવારે પણ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. પ્રશ્ન એ છે કે કોંગ્રેસ ‘જમીન સાથે જોડાયેલી પાર્ટી’ ભ્રષ્ટાચારની દુકાન છે અને તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે.”
આ ઉપરાંત ભાજપ પ્રવક્તા સી.આર કેસવને કહ્યું હતું કે “મલ્લિકાર્જુન ખડગેના પરિવાર સાથે સંકળાયેલા ટ્રસ્ટ દ્વારા આ નાટકીય યુ-ટર્ન અને ઉતાવળભરી કાર્યવાહી ખૂબ જ ગંભીર શંકાઓ અને મજબૂત આશંકા ઊભી કરે છે. ટ્રસ્ટ દ્વારા તેને ફાળવવામાં આવેલા સરકારી પ્લોટને પરત સોંપવા માટે લેવાયેલ અચાનક પગલું, એવું દર્શાવે છે કે કાર્યવાહીના ડરથી તેઓએ આવું કર્યું છે.”
આ ઉપરાંત કેસવને ખડગેના રાજીનામાની માંગ કરતા કહ્યું હતું કે, “આ જમીન શા માટે ફાળવવામાં આવી તે અંગે મુક્ત અને ન્યાયી તપાસ થાય તે માટે તેમણે (પ્રિયાંક ખડગે) કેબિનેટ મંત્રી તરીકે તાત્કાલિક રાજીનામું આપવાની જરૂર છે.”
After being caught red-handed, the Kharge family has been forced to return the 5-acre CA site that was illegally grabbed under the Siddhartha Vihar Trust. By doing so, #TrollMinister @PriyankKharge has admitted to the wrongdoing!
— BJP Karnataka (@BJP4Karnataka) October 13, 2024
The Kharge family has looted Karnataka for 50… pic.twitter.com/NXGOSZcexf
આ સિવાય કર્ણાટક ભાજપના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પર પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે, “ખડગે પરિવારે 50 વર્ષથી કર્ણાટકને લૂંટ્યું છે. આ કૌભાંડ અને કર્ણાટકની જનતા સાથે વિશ્વાસઘાત કરવા બદલ જુનિયર ખડગે ઉર્ફે ટ્રોલ મંત્રીએ રાજીનામું આપવું જોઈએ.”