Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએક સમયે જ્યાં ભારતના ટુકડા કરવાની થતી હતી વાત, એ જ JNUમાં...

    એક સમયે જ્યાં ભારતના ટુકડા કરવાની થતી હતી વાત, એ જ JNUમાં RSSનું પથસંચલન: ઉજવાઈ રહ્યો છે વિજયાદશમી ઉત્સવ, થઇ રહ્યા છે દેશભક્તિના જયઘોષ, સંઘમાં જોડાઈ રહ્યા છે વિદ્યાર્થીઓ

    એક સમયે JNUના જે રસ્તાઓ પર આતંકવાદીઓના સમર્થનમાં રેલીઓ કાઢવામાં આવતી હતી, આજે એજ રસ્તાઓ પર આનકના તાલ સાથે ભગવા ધ્વજની છત્રછાયામાં સંઘના સ્વયંસેવકો પથસંચલન કરતા નજરે પડ્યા.

    - Advertisement -

    એક સમયે ‘તેરે ટુકડે હોંગે’, ‘અફઝલ હમ શરમિંદા હૈ’ સહિતના દેશ વિરોધી નારાઓ માટે કુખ્યાત એવી દિલ્હીનું JNU (જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી) હવે પરિવર્તનના પથ પર છે. જ્યાં દેશદ્રોહીના નારા લગતા હતા, ત્યાં આજે ભારત માતાના નામના જયઘોષ થઇ રહ્યા છે. વાત એમ છે કે રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ એટલેકે RSS દ્વારા JNUમાં (Jawaharlal Nehru University) પથસંચલનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. સંઘના સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં શિસ્તબદ્ધ રીતે પથસંચલન કરતા જોવા મળ્યા હતા.

    નોંધવું જોઈએ કે એક સમયે JNUના જે રસ્તાઓ પર આતંકવાદીઓના સમર્થનમાં રેલીઓ કાઢવામાં આવતી હતી, આજે એ જ રસ્તાઓ પર આનકના તાલ સાથે ભગવા ધ્વજની છત્રછાયામાં સંઘના સ્વયંસેવકો પથસંચલન કરતા નજરે પડ્યા. આ સંચલનનો વિડીયો પણ RSSના સત્તાવાર X હેન્ડલ પર મુકવામાં આવ્યો છે. આ વિડીયોમાં સેંકડો સ્વયંસેવકોને એક સાથે પથસંચલન કરતા જોઈ શકાય છે.

    આ સંચલન વિશે માહિતી આપતા સંઘના એક સ્વયંસેવકે જણાવ્યું હતું કે, “JNUના ભૂતકાળમાં અને વર્તમાનમાં હવે દિવસ રાત જેટલું અંતર થઇ ગયું છે. પહેલા કોઈ સ્વયંસેવક આમ સંચલન કરવાનું તો દૂર, વિચારી પણ નહોતા શકતા. આજે આબોહવા એટલી બદલાઈ ગઈ છે કે દરેક હોસ્ટેલમાં સ્વયંસેવક છે. દરેક કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે થઇ રહ્યા છે. નવરાત્રીને લઈને સ્વયંસેવકોએ દસ દિવસના દુર્ગા પૂજાનો કાર્યક્રમ પણ રાખ્યો છે. આમ તો સંચલનનો કાર્યક્રમ વિજયદશમીના રોજ હોય છે. પરંતુ વિદ્યાર્થીઓની અનુકુળતાને ધ્યાનમાં લઈને તેને વહેલા કરી દેવામાં આવ્યો છે.”

    - Advertisement -

    સંચલનમાં કેટલા સ્વયંસેવક વિદ્યાર્થીઓ જોડાયા?

    આ વિશે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, “અહીં કૂલ 22 હોસ્ટેલ છે, દરેક હોસ્ટેલના સ્વયંસેવકો આમાં જોડાયા છે. ઘોષ સહે ખૂબ જ સરસ રીતે સંચલન થવાનું છે. અત્યારે તેની તૈયારીઓ ચાલી રહી છે.” પહેલાના અને વર્તમાનના JNU વિશેનો ફર્ક જણાવતા તેમણે જણાવ્યું કે, “પહેલા ભારતના ટુકડા કરવાની માંગ અને લાલ-સલામ લીલા-સલામવાળા લોકો અહી એક્ટીવ હતા. આમ તો હજુ પણ છે, પણ પરિસ્થિતિ હવે પહેલા જેવી નથી રહી. જે લોકોએ ભારત વિરોધી નારા લગાવ્યા હતા, તેમની સ્થિતિ તમે આજે જોઈએ જ શકો છો. આજે તેઓ દેશના કોઈ પણ ખૂણામાં ચાલ્યા જાય, તેમને ધુત્કારવામાં જ આવશે.”

    તેમણે નારા લગાવનાર લોકો માટે કહ્યું કે, “તે લોકોની હાલત ધોબીના કુતરા જેવી થઈ ગઈ છે. ન તેઓ ઘરના રહ્યા છે કે ન ઘાટના. આજે અહીં JNUમાં ખુલ્લા મનથી સંઘને અને તેના સ્વયંસેવકોને સ્વીકાર કરવામાં આવી રહ્યા છે. એક અનુશાસન કેવું હોવું જોઈએ તે અમારો સ્વયંસેવક દેખાડી રહ્યો છે. પહેલા લોકો સંઘ વિશે એટલું જાણતા નહોતા. આજે સમય બદલાઈ રહ્યો છે અને લોકો સંઘ સાથે જોડાવવા માંગે છે અને તેનું જ એક મોટું સ્વરૂપ સંચલનના સ્વરૂપે જોવા મળી રહ્યું છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં