Wednesday, October 9, 2024
More
    હોમપેજરાજકારણહરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું પલડું ભારે થતા કોંગ્રેસે લગાવ્યા ચૂંટણી પંચ પર...

    હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું પલડું ભારે થતા કોંગ્રેસે લગાવ્યા ચૂંટણી પંચ પર રુઝાન ધીમી ગતિએ અપલોડ થવાના આરોપ: ECIએ કહ્યું- આરોપ ખોટો નેરેટિવ

    કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે તો ત્યાં સુધી પોસ્ટ કરી દીધી કે, "લોકસભા ચૂંટણીની જેમ હરિયાણામાં પણ ચૂંટણી પંચની વેબસાઇટ પર રુઝાન ધીમી ગતિએ અપલોડ થઇ રહ્યા છે. અમને આશા છે કે ચૂંટણી પંચ અમારા પ્રશ્નોના જવાબ આપશે."

    - Advertisement -

    હરિયાણા વિધાનસભા ચૂંટણીની (Haryana Legislative Election) મત ગણતરી શરૂ થયા બાદના 2 કલાક બાદ બાજી પલટાઈ અને ભાજપની (BJP) સીટ વધવા લાગી. આ જોઈ કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી કે સવારે 9 થી 11 વાગ્યાની વચ્ચે હરિયાણાના પરિણામો વેબસાઈટ પર અપલોડ કરવામાં વિલંબ થઈ રહ્યો હતો. કોંગ્રેસના (Congress) મહાસચિવ જયરામ રમેશે (Jairam Ramesh) ચૂંટણી પંચને હરિયાણાની ચૂંટણીના સચોટ ડેટા જાહેર કરવા માટે સૂચના જારી કરવા જણાવ્યું હતું. જોકે, ચૂંટણી પંચે (Election Commission of India) કોંગ્રેસના તમામ આરોપ ફગાવી દીધા હતા.

    હરિયાણા વિધાનસભા ચૂંટણી મામલે કોંગ્રેસના આરોપને નકારતાં ચૂંટણી પંચે કહ્યું હતું કે, “કોંગ્રેસના આરોપો ‘બેજવાબદાર,પાયાવિહોણા અને ખોટા નેરેટિવ છે. તથા કોંગ્રેસ પાસે આરોપો સાબિત કરવા માટે કોઈ રેકોર્ડ નથી.” ચૂંટણી પંચે જણાવ્યું હતું કે મતગણતરી કેન્દ્રો પર ચૂંટણી સંચાલનના નિયમોના નિયમ નંબર 60 અનુસાર અને વૈધાનિક અને નિયમનકારી વ્યવસ્થા અંતર્ગત મતગણતરી કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા નિયુક્ત અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ઉપરાંત, ચૂંટણી પંચે કોંગ્રેસના મહાસચિવ જાયરામ રમેશને કહ્યું કે વેબસાઇટ પર પરિણામો અપડેટ કરવામાં વિલંબના ખોટા આરોપને સાબિત કરવા માટે રેકોર્ડ નથી.

    (ફોટો: India Today)

    8 ઓક્ટોબર, મંગળવારે હરિયાણા વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવવાનું હતું. કોંગ્રેસને સંપૂર્ણ વિશ્વાસ હતો કે તેની જીત થશે. મતગણતરીના શરૂઆતના કલાકોમાં કોંગ્રેસ આગળ ચાલી રહી હતી. પરંતુ 2 કલાક બાદ ભાજપે બાજી પલટી દીધી. ત્યાર પછી કોંગ્રેસ દ્વારા એવા દાવા કરવામાં આવ્યા કે ચૂંટણીના પરિણામો વેબસાઈટ પર અપલોડ થવામાં વિલંબ થઇ રહ્યો હતો.

    - Advertisement -

    કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે તો ત્યાં સુધી પોસ્ટ કરી દીધી કે, “લોકસભા ચૂંટણીની જેમ હરિયાણામાં પણ ચૂંટણી પંચની વેબસાઇટ પર રુઝાન ધીમી ગતિએ અપલોડ થઇ રહ્યા છે. અમને આશા છે કે ચૂંટણી પંચ અમારા પ્રશ્નોના જવાબ આપશે. 10-11ના રાઉન્ડના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ ચૂંટણી પંચની વેબસાઈટ પર માત્ર 4-5 રાઉન્ડ અપડેટ કરવામાં આવ્યા છે.”

    આગળ તેમણે લખ્યું હતું કે વહીવટીતંત્ર પર દબાણ લાવવાની આ રણનીતિ છે. તેમણે કહ્યું કે નિરાશ થવાની જરૂર નથી. ખેલ હજી પૂરો થયો નથી. માઈન્ડ ગેમ રમાઈ રહી છે. કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે. જોકે પરિણામ બાદ ભાજપની જીત થતા કોંગ્રેસની સરકાર તો ન બની પરંતુ ચૂંટણી પંચે કોંગ્રેસી નેતાઓના દાવાઓને નકારી કાઢયા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં