Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમપતંગ લઈ જવા બનાવ્યું પોટલું, કાપડ તરીકે ઉપયોગ કર્યો રાષ્ટ્રધ્વજનો: અમદાવાદના દાણીલીમડામાં...

    પતંગ લઈ જવા બનાવ્યું પોટલું, કાપડ તરીકે ઉપયોગ કર્યો રાષ્ટ્રધ્વજનો: અમદાવાદના દાણીલીમડામાં 2 મુસ્લિમ સગીરોને પકડીને પોલીસને સોંપાયા: કાર્યવાહીની માંગ

    બંનેને દાણીલીમડાના મંગળવિકાસ પોલીસલાઇન ચાર રસ્તા પાસે જાગૃત નાગરિકોએ પકડી લીધા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કેમ કર્યો તેમ પૂછવા પર બંનેએ કહ્યું હતું કે, તેમને બીજું કોઈ કપડું ન મળ્યું.

    - Advertisement -

    અમદાવાદના (Ahmedabad) દાણીલીમડા વિસ્તારમાં બે વ્યક્તિઓ રાષ્ટ્રધ્વજના (National Flag) કાપડનું પોટલું બનાવીને તેમાં પતંગ લઈ જતા જોવા મળતાં હોબાળો મચી ગયો. આ બંને મુસ્લિમ સમુદાયના હોવાનું અને સગીર વયના હોવાનું જાણવા મળ્યું છે. હાલ બંનેને પોલીસ મથકે સોંપી દેવામાં આવ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. 

    ઘટના શુક્રવારે (4 ઑક્ટોબર) સાંજે બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેના અમુક વિડીયો અને ફોટો પણ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. વિડિયોમાં બંને એક બાઇક પર જતા જોવા મળે છે. જેમાં પાછળ બેઠેલા વ્યક્તિએ હાથમાં એક પોટલું પકડ્યું છે, જેમાં પતંગ દેખાય છે. આ પોટલું બાંધવા માટે જે કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે રાષ્ટ્રધ્વજ હોવાનું સ્પષ્ટ જણાય છે. કેસરી, સફેદ અને લીલા રંગો અને વચ્ચે અશોકચક્ર પણ સ્પષ્ટ જોવા મળે છે. 

    બંનેને દાણીલીમડાના મંગળવિકાસ પોલીસલાઇન ચાર રસ્તા પાસે જાગૃત નાગરિકોએ પકડી લીધા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કેમ કર્યો તેમ પૂછવા પર બંનેએ કહ્યું હતું કે, તેમને બીજું કોઈ કપડું ન મળ્યું. ત્યાં સુધીમાં સ્થાનિકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. જેઓ પછીથી બંનેને પોલીસ મથકે લઈ ગયા હતા. 

    - Advertisement -

    બંનેને પોલીસને સોંપવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 

    ઑપઇન્ડિયાએ દાણીલમડા પોલીસ મથકના PIનો સંપર્ક કરતાં તેમણે ઘટના બની હોવાની પુષ્ટિ કરી હતી. જોકે, સાથે કહ્યું કે, હાલ મામલામાં પ્રાથમિક તપાસ ચાલી રહી છે અને હજુ સુધી કેસ નોંધવામાં આવ્યો નથી. બંને સગીર વયના હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. રાષ્ટ્રધ્વજનું અપમાન થયું છે કે કેમ તે મામલે તપાસ હાથ ધરવામાં આવ્યા બાદ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. 

    હાલ વધુ જાણકારી મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વધુ વિગતો મળ્યે રિપોર્ટ અપડેટ કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં