તિરુપતિ તિરુમાલા મંદિરના (Tirupati Tirumala Temple) પ્રસાદમાં પશુ ચરબીની ભેળસેળનો મામલો સામે આવ્યા બાદ હિંદુઓની લાગણી દુભાઈ હતી. આ બાદ આંધ્ર પ્રદેશના (Andhra Pradesh) નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે (Deputy CM Pawan Kalyan) મંદિરમાં જઈને શુદ્ધિકરણ અનુષ્ઠાન પણ કર્યું હતું. જોકે, આ મામલે પવન કલ્યાણનું બીજું એક ચોકાવનારું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, છેલ્લા વર્ષોમાં રાજ્યમાં 219 મંદિરો અપવિત્ર કરવામાં આવ્યા છે અને ઘણી જગ્યાએ મૂર્તિઓ પણ ધ્વસ્ત કરવામાં આવી છે.
આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે કહ્યું કે “રાજ્યમાં 219 મંદિરો અપવિત્ર કરવામાં આવ્યા હતા અને ઘણી જગ્યાએ મૂર્તિઓ ધ્વસ્ત કરવામાં આવી છે.” તેમની ‘પ્રાયશ્ચિત દીક્ષા’ વિશે વાત કરતા તેમણે કહ્યું, “છેલ્લા 5-6 વર્ષથી મંદિરોમાં કોઈને કોઈ પ્રકારે સતત અપવિત્રતા થતી હતી. રામતીર્થમાં ભગવાન રામની મૂર્તિ તોડી નાખવામાં આવી હતી. આ માત્ર પ્રસાદની બાબત નથી, પરંતુ તે સનાતન ધર્મના રક્ષણ માટેની અમારી પ્રતિબદ્ધતાનો એક ભાગ છે.”
#WATCH | Vijayawada: On his 'Prayashchit Diksha', Andhra Pradesh Deputy CM Pawan Kalyan says, "…Some kind of desecration has been happening continuously for the last 5-6 years. Around 219 temples were desecrated. In Ramatheertham, Lord Ram's statue was vandalised. So, this is… pic.twitter.com/2eX0xQbFxQ
— ANI (@ANI) October 1, 2024
તેમણે આગળ કહ્યું હતું કે, “આવી ઘટનાઓને અલગ-અલગ સ્તરે અટકાવવી જોઈએ અને અલગ-અલગ રીતે સંબોધિત કરવી જોઈએ. એકવાર હું આ દીક્ષા પૂર્ણ કરીશ લઈશ, ત્યારબાદ આ અંગે જાહેરાત પણ કરીશું.” ઉલ્લેખનીય છે કે, પવન કલ્યાણ તિરુપતિ મંદિરના પ્રસાદમાં ભેળસેળ મળ્યા બાદ ભગવાનને પ્રસન્ન કરવા માટે અને પ્રાયશ્ચિતના ભાગરૂપે મંદિરમાં 11 દિવસની શુદ્ધિકરણની વિધિ કરી રહ્યા છે.
પવન કલ્યાણે વધુમાં કહ્યું હતું કે, “હું સનાતન ધર્મ (હિંદુત્વ)નું દ્રઢતાપૂર્વક પાલન કરું છું. અમે રામના ભક્ત છીએ અને અમારા ઘરોમાં રામના નામનો જપ કરીએ છીએ.” તેમણે એમ પણ કહ્યું હતું કે, “ભારતમાં મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી જેવા તમામ ધર્મોને સમાન રીતે સન્માન આપવામાં આવે છે. જોકે, ધર્મનિરપેક્ષતાનો ખ્યાલ એકમાર્ગી ન હોઈ શકે, પરંતુ તે દ્વિમાર્ગી પ્રક્રિયા છે જેમાં તમામ ધર્મોનું સન્માન કરવું જોઈએ.”
ઉલ્લેખનીય છે કે, તિરુપતિ મંદિરના પ્રસાદમાં ગૌમાંસની ચરબી અને માછલીનું તેલ મળ્યા બાદ આંધ્ર પ્રદેશના ડેપ્યુટી CM પવન કલ્યાણ દ્વારા ‘પ્રાયશ્ચિત દીક્ષા’ શરૂ કરવામાં આવી છે. તેમણે કનક દુર્ગા મંદિરમાં શુદ્ધિકરણ અનુષ્ઠાન કર્યું હતું. તેમાં તેમની પાર્ટીના નેતાઓ પણ તેમની સાથે હતા. તેમણે મંદિરની સીડીઓને બ્રશ વડે ઘસીને સાફ કરી અને ધોઈ હતી.