Friday, November 22, 2024
More
    હોમપેજદેશહિમાચલમાં વધુ એક ગેરકાયદેસર મસ્જિદ વિરુદ્ધ પ્રદર્શન, કુલ્લુમાં મહિલાઓની આગેવાનીમાં યોજાઈ ‘હિંદુ...

    હિમાચલમાં વધુ એક ગેરકાયદેસર મસ્જિદ વિરુદ્ધ પ્રદર્શન, કુલ્લુમાં મહિલાઓની આગેવાનીમાં યોજાઈ ‘હિંદુ ધર્મ જાગરણ યાત્રા’: આ પહેલા શિમલામાં થઈ ચૂક્યો છે હોબાળો

    મુસ્લિમ કલ્યાણ સમિતિના મંડીના વડા નઈમ અહેમદે કહ્યું હતું કે, “હિમાચલ પ્રદેશમાં કોઈ મસ્જિદ ગેરકાયદેસર નથી, પરંતુ નકશા અને અન્ય પ્રક્રિયાઓને મંજૂરી આપવામાં વિલંબ થઈ રહ્યો છે."

    - Advertisement -

    હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) શિમલા (Shimla) બાદ કુલ્લુમાં (Kullu) મસ્જિદને (Mosque) લઈને વિવાદ શરૂ થઇ ગયો છે. કુલ્લુમાં આવેલી એક મસ્જિદને ગેરકાયદે ગણાવીને હિંદુ સંગઠનોએ તેને ધ્વસ્ત કરવાની માંગ કરી હતી. હિંદુ સંગઠનોએ મંદિરથી લઈને મસ્જિદ સુધી ‘હિંદુ ધર્મ જાગરણ યાત્રા’ (Hindu Dharma Jagran Yatra) યોજી હતી, આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઇ ગયું હતું. આ દરમિયાન મુસ્લિમ સંગઠને એવી દલીલ કરી હતી કે, રાજ્યમાં કોઈ મસ્જિદ ગેરકાયદે નથી, પરંતુ રાજ્ય મસ્જિદના નકશાને મંજૂરી આપવામાં વિલંબ કરી રહ્યું છે એટલે જ બધી સમસ્યાઓ ઉત્પન્ન થઇ રહી છે.

    હિમાચલ પ્રદેશના કુલ્લુમાં આવેલ હનુમાન મંદિરથી અખાડા મસ્જિદ સુધી હિંદુ સંગઠનોએ ‘હિંદુ ધર્મ જાગરણ યાત્રા’ આયોજિત કરી હતી. આ યાત્રામાં હજારો હિંદુઓ સામેલ થયા હતા. મસ્જિદ તોડી પાડવાની માગણી સાથે ભગવા ધ્વજ લઈને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો વિરોધમાં જોડાયા હતા. પરંપરાગત વેશમાં મહિલાઓએ આ યાત્રાનું નેતૃત્વ કર્યું હતું. આ દરમિયાન, પ્રશાસને શહેરમાં સવારે 10થી સાંજના 4 વાગ્યા સુધી કલમ 163 લાગુ કરી હતી.

    મુસ્લિમોએ રાજ્ય પર જ નાખ્યો આરોપ

    આ મામલે મુસ્લિમ સંગઠનોની પણ પ્રતિક્રિયા સામે આવી હતી. મુસ્લિમ કલ્યાણ સમિતિના મંડીના વડા નઈમ અહેમદે કહ્યું હતું કે, “હિમાચલ પ્રદેશમાં કોઈ મસ્જિદ ગેરકાયદેસર નથી, પરંતુ નકશા અને અન્ય પ્રક્રિયાઓને મંજૂરી આપવામાં વિલંબ થઈ રહ્યો છે. જો ગેરકાયદેસર જણાશે, તો અમે જાતે જ માળખું દૂર કરીશું.” તેમણે કહ્યું કે રવિવારે મંડીના બાલહ વિસ્તારમાં મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન નક્કી થયું હતું કે, લઘુમતી સમુદાયની રાજ્ય સ્તરીય સમિતિ મુખ્યમંત્રીને મળશે અને રાજ્યની સ્થિતિ વિશે તેમને માહિતગાર કરશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    હિમાચલમાં મસ્જિદ વિવાદ શિમલાના ઉપનગર સંજૌલીમાં લડાઈ બાદ શરૂ થયો હતો. અહીં સલૂન ચલાવતા મુસ્લિમ યુવકની હિંદુ વેપારી સાથે ઝઘડો થયો હતો. આરોપ છે કે 30 ઓગસ્ટના રોજ લડાઈ બાદ આરોપી મસ્જિદમાં છુપાઈ ગયો હતો. આ બાદ સમગ્ર વિવાદ શરૂ થયા હતા. આ અગાઉ પણ હિંદુ જાગરણ મંચ અને અન્ય હિંદુ સંગઠન સાથે જોડાયેલા લોકોએ અખાડા બજાર પહોંચીને મસ્જિદથી 10 મીટરનું દૂરી પર હનુમાન ચાલીસાના પાઠ કરવાના શરૂ કર્યા હતા. જિલ્લામાં કુલ 11 મસ્જિદોને ગેરકાયદેસર ગણાવવામાં આવી રહી છે. હિંદુ સંગઠનોએ જ્યાં સુધી ગેરકાયદે મસ્જિદને તોડી પાડવામાં ન આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાનું કહ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં