Sunday, September 29, 2024
More
    હોમપેજદેશ‘કાફિરો કી મદદ કરતા હૈ, તુજે ભી દેખ લેંગે’: JPC બેઠકમાં વક્ફ...

    ‘કાફિરો કી મદદ કરતા હૈ, તુજે ભી દેખ લેંગે’: JPC બેઠકમાં વક્ફ બિલના સમર્થન બદલ ગુલશન ફાઉન્ડેશનના ઈરફાન અલી સાથે ગેરવર્તનનો આરોપ, ઓવૈસી અને TMC MP વિરુદ્ધ FIR

    ગુલશન ફાઉન્ડેશનના સભ્ય ઈરફાન અલીએ પરિજાદે બેઠક દરમિયાન વક્ફ સંશોધન બિલનું સમર્થન કર્યું હતું. જે બાદ આરોપ છે કે, કલ્યાણ બેનર્જી અને અસદુદ્દીન ઔવેસીએ તેમને બેઠકની બહાર નીકળી જવા માટે ઇશારા કર્યા હતા.

    - Advertisement -

    વક્ફ સંશોધન બિલ પર બનાવવામાં આવેલી સંયુકત સંસદીય સમિતિની (JPC) મુંબઈમાં એક બેઠક યોજવામાં આવી હતી. દરમિયાન બેઠકમાં ગેરવર્તનના આરોપસર AIMIM ચીફ અસદુદ્દીન ઔવેસી અને TMC સાંસદ કલ્યાણ બેનર્જી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આરોપ છે કે, તેમણે ગુલશન ફાઉન્ડેશનના એક સભ્ય સાથે ગેરવર્તન કર્યું હતું. મુંબઈ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ઔવેસી અને TMC સાંસદ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 196, 115(2) અને 351(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી હોવાનું સામે આવ્યું છે.

    ઘટનાની વધુ માહિતી અનુસાર, 26 સપ્ટેમ્બરના રોજ મુંબઈની એક હોટેલમાં JPCની બેઠક યોજવામાં આવી હતી. જેમાં વક્ફ સંશોધન બિલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ઘણા મુસ્લિમ સંગઠનો પણ સામેલ થયાં હતાં. જેમાંથી એક ગુલશન ફાઉન્ડેશનનો પણ સમાવેશ થાય છે. અનેક મુસ્લિમ સંગઠનોએ JPCની આ બેઠકમાં વક્ફ સંશોધન બિલ પર વાંધો વ્યક્ત કર્યો હતો. દરમિયાન JPC સભ્યો અને સંગઠનોના પ્રતિનિધિઓ વચ્ચે વિવાદ પણ થયો હતો. કહેવાય રહ્યું છે કે, તે દરમિયાન જ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ કલ્યાણ બેનર્જી અને આ બિલનું સમર્થન કરનાર ગુલશન ફાઉન્ડેશનના એક સભ્ય વચ્ચે તુંતું-મેંમેં પણ થઈ હતી.

    ગુલશન ફાઉન્ડેશનના સભ્ય ઈરફાન અલી પરિજાદે બેઠક દરમિયાન વક્ફ સંશોધન બિલનું સમર્થન કર્યું હતું. જે બાદ આરોપ છે કે, કલ્યાણ બેનર્જી અને અસદુદ્દીન ઔવેસીએ તેમને બેઠકની બહાર નીકળી જવા માટે ઇશારા કર્યા હતા. પોલીસને આપવામાં આવેલા નિવેદનમાં ઈરફાન અલીએ આ આખી ઘટનાનું વર્ણન કર્યું હતું. તેમણે ઔવેસી અને TMC સાંસદ પર મારપીટનો આરોપ લગાવ્યો છે અને તેના આધારે FIR પણ નોંધવામાં આવી છે.

    - Advertisement -

    ‘કાફિરોની મદદ કરે છે, જોઈ લઈશું તને’

    પોલીસને આપેલા એક નિવેદનમાં ઈરફાન અલીએ કહ્યું છે કે, “મુંબઈમાં સંયુક્ત સંસદીય સમિતિની વક્ફ સંશોધન બિલ- 2024ની બેઠકમાં મને આમંત્રિત કરવામાં આવ્યો હતો. કારણ કે, હું ગુલશન ફાઉન્ડેશન સાથે જોડાયેલો છું. ફાઉન્ડેશનના ચેરમેન જમશેદ ખાન પણ મારી સાથે જ હતા. જ્યારે અલગ-અલગ લોકો પોતાના વિચાર રાખી રહ્યા હતા, ત્યારે મેં પણ મારા વિચારો રજૂ કરીને વક્ફ સંશોધન બિલનું સમર્થન કર્યું હતું. દરમિયાન કલ્યાણ બેનર્જી અને અસદુદ્દીન ઔવેસી ઉપરાંત ત્યાં હાજર શાહબાઝ/શાહિદ નામના સુરક્ષા ગાર્ડે મને ધક્કો મારી દીધો અને કહ્યું કે, ‘કાફિરો કી મદદ કરતા હૈ, તુમ્હે દેખ લેંગે.’ જેના કારણે ત્યાં ધાર્મિક નફરત પેદા કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ કારણોસર હું આ તમામ લોકો વિરુદ્ધ FIR નોંધાવી રહ્યો છું.”

    ઘટના બાદ ઈરફાન અલીએ મુંબઈ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અસદુદ્દીન ઔવેસી અને કલ્યાણ બેનર્જી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી, જેના આધારે પોલીસે BNSની વિવિધ કલમો હેઠળ FIR નોંધી હતી. પોલીસે ધાર્મિક વિવાદ પેદા કરવો અને ધમકી આપવાને લઈને ઔવેસી અને કલ્યાણ બેનર્જી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં