પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ભારતના વડાપ્રધાન બન્યા બાદ ભારતની વિદેશનીતિમાં (India’s Foreign Policy) મોટાપાયે બદલાવો આવ્યા છે. જેના પરિણામ સ્વરૂપ વિશ્વના અલગ અલગ દેશો સાથેના ભારતના સબંધો પણ ઘણા વિકસ્યા છે. વૈશ્વિક સ્તરે ભારતના મંતવ્યો અને વિચારો મહત્વપૂર્ણ બની રહ્યા છે. ત્યારે ભારતને સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિનું (United Nations Security Council) કાયમી સભ્ય બનાવવા માટે વિશ્વના ઘણા દેશોએ સમર્થન કર્યું હતું. આ બાદ UN સામાન્ય સભાના સત્રમાં UKના (United Kingdom) વડાપ્રધાન કીર સ્ટારમરે (Keir Starmer) પણ ભારતને UNSCના કાયમી સભ્ય બનાવવા માટે સમર્થન કર્યું હતું.
UN સામાન્ય સભાના 79મા સત્રમાં, UKના વડાપ્રધાન કીર સ્ટારમરે 26 સપ્ટેમ્બરે UNSCના કાયમી કાયમી સભ્યપદ માટે ભારતને સમર્થન જાહેર કર્યું હતું. વર્તમાનમાં UNSCમાં પાંચ કાયમી સભ્યો છે જેમની પાસે વીટો પાવર છે. આ દેશોમાં રશિયા, યુકે, ચીન, ફ્રાન્સ અને યુનાઇટેડ સ્ટેટ્સનો સમાવેશ થાય છે. તથા 10 અસ્થાયી સભ્ય દેશોનો સમાવેશ થાય છે જે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા દ્વારા બે વર્ષની મુદત માટે ચૂંટાય છે.
Watch: At UNGA address, UK PM Keir Starmer backs India's bid to become permanent member of UNSC; Also extends support to Brazil, Japan, Germany, African representation
— Sidhant Sibal (@sidhant) September 27, 2024
Ctsy: UN Web pic.twitter.com/3nDHZMIxUJ
ત્યારે UKના વડાપ્રધાન સ્ટારમરે કહ્યું હતું કે, “સુરક્ષા પરિષદે પ્રતિનિધિ મંડળમાં વધારો કરવા માટે બદલાવું પડશે.” આ ઉપરાંત તેમણે કાયમી પ્રતિનિધત્વ અંગે વાત કરતા કહ્યું કે, “અમે કાઉન્સિલમાં કાયમી આફ્રિકન પ્રતિનિધિત્વ, બ્રાઝિલ, ભારત, જાપાન અને જર્મની કાયમી સભ્યો તરીકે, અને ચૂંટાયેલા સભ્યો માટે પણ વધુ બેઠકો જોવા માંગીએ છીએ.”
અગાઉ પણ અમેરિકા સહિતના દેશો આપી ચૂક્યા છે સમર્થન
આ અગાઉ ફ્રાન્સ, અમેરિકા, રશિયા અને ચીલી જેવા રાષ્ટ્રોના નેતાઓ ભારતને UNSCમાં કાયમી સભ્ય બનાવવાનું સમર્થન કરી ચૂક્યા છે. 25 સપ્ટેમ્બરે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ UNSCમાં સંબોધન આપતાં ભારત માટે સ્થાયી સ્થાનને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે, “ફ્રાંસ સુરક્ષા પરિષદના વિસ્તારના પક્ષમાં છે. ભારત, જર્મની, જાપાન અને બ્રાજીલ તેના સ્થાયી સભ્ય બનવા જોઈએ.”
આ ઉપરાંત રશિયાના વિદેશ મંત્રી સર્ગે લવરોવે રશિયન મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “વિકાસશીલ દેશોનું સુરક્ષા પરિષદમાં પ્રતિનિધિત્વ ઓછું છે. જેવું કે અમે હમેશા કહેતા આવીએ છીએ કે અમે ભારત અને બ્રાઝિલને પરિષદમાં સ્થાયી સભ્ય બનાવવાના સમર્થનમાં છીએ.”
આ સિવાય અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિંકને કહ્યું કે, “અમેરિકા ઘણા લાંબા સમયથી ભારત, જાપાન અને જર્મનીને સ્થાયી સભ્ય બનાવવા માટે સમર્થન આપતું રહ્યું છે.” ચીલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકે પણ કહ્યું હતું કે હવે પરિસ્થિતિ અનુસાર વર્તમાન સ્વરૂપમ બદલાવ લાવવો જોઈએ ભારત તેમજ લેટિન અમેરિકાથી બ્રાઝિલ માટે સ્થાયી બેઠક હોવી જોઈએ.