Friday, November 22, 2024
More
    હોમપેજદેશરાણી લક્ષ્મીબાઈની પ્રતિમા બાબતે હાઈકોર્ટના આદેશ બાદ પણ વિરોધ: શાહી ઈદગાહ સામે...

    રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા બાબતે હાઈકોર્ટના આદેશ બાદ પણ વિરોધ: શાહી ઈદગાહ સામે એકઠું થયું મહિલાઓ સહિતનું ટોળું, મૌલાના તૌકીરે મુસ્લિમોને ઉશ્કેર્યા

    દિલ્હી હાઇકોર્ટની ઈદગાહ સમિતિને ફટકાર બાદ અને પ્રતિમા નક્કી કરેલ સ્થાને જ સ્થાપવાના આદેશ બાદ એક ફેક મેસેજ વાયરલ થયો હતો. જેના આધારે મુસ્લિમોનું ટોળું 26 સપ્ટેમ્બરે શાહી ઈદગાહ ખાતે પહોંચ્યું હતું અને હોબાળો કર્યો હતો. આ હોબાળામાં મહિલાઓ પણ સામેલ હતી.

    - Advertisement -

    દિલ્હી હાઇકોર્ટે 25 સપ્ટેમ્બરે જ ઝાંસીની રાણીની પ્રતિમા (Queen Of Jhansi Statue) લગાવવા મામલે નિંદનીય દલીલો કરવા બદલ દિલ્હીની શાહી ઈદગાહ (Delhi Shahi Idgah) વ્યવસ્થા સમિતિને ફટકાર લગાવીને માફી માંગવા કહ્યું હતું. હાઈકોર્ટના આદેશ પર દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA) અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને પ્રતિમા સ્થાપિત કરવાના કામમાં લાગેલા છે. દરમિયાન, 26 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પર એક એક ફેક મેસેજ વાયરલ થયો હતો, આ સિવાય મૌલાના તૌકીરે (Maulana Tauqeer) મુસ્લિમોને ભડકાવતા નિવેદનો પણ આપ્યા હતા. જે પછી મુસ્લિમોએ આ મામલે ફરીથી વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. મોટી સંખ્યામાં મહિલાઓ સહિત મુસ્લિમોનું ટોળું (Muslim Mob) શાહી ઈદગાહની બહાર હોબાળો કરવા એકઠું થયું હતું.

    દિલ્હી હાઇકોર્ટની ઈદગાહ સમિતિને ફટકાર બાદ અને પ્રતિમા નક્કી કરેલ સ્થાને જ સ્થાપવાના આદેશ બાદ એક ફેક મેસેજ વાયરલ થયો હતો. જેના આધારે મુસ્લિમોનું ટોળું 26 સપ્ટેમ્બરે શાહી ઈદગાહ ખાતે પહોંચ્યું હતું અને હોબાળો કર્યો હતો. આ હોબાળામાં મહિલાઓ પણ સામેલ હતી. સોશિયલ મીડિયા પર એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં એક મહિલા કહી રહી છે આ પ્રતિમા ઈદગાહ પાર્કમાં ના લગાવે. જો કે, આ મામલે દિલ્હી હાઇકોર્ટ અગાઉથી જ કહી ચૂકી છે કે મુસ્લિમોએ આ મામલે સાંપ્રદાયિક રાજનીતિ ન કરવી જોઈએ.

    આ દરમિયાન જ મૌલાના તૌકીરનો પણ એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં તે મુસ્લિમોને મોબ લીંચિંગ કરવા ઉશ્કેરી રહ્યો હતો, અને દિલ્હી કૂચ કરવા કહી રહ્યો હતો. આ દરમિયાન જ ગુરૂવારે (26 સપ્ટેમ્બર) મુસ્લિમોનું ટોળું દિલ્હી ઈદગાહ ખાતે પ્રદર્શન કરવા પહોંચ્યું હતું. જો કે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પરસ્થિતિ કાબૂમાં લીધી હતી. તથા આગામી સમયમાં પણ પરિસ્થિતિ ન વણસે તે માટે ફોર્સ તૈનાત કરી દીધી હતી.

    - Advertisement -

    પોલીસ પરવાનગી વગર પ્રદર્શન માટે એકઠા થયા મુસ્લિમો

    આ મામલે પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર વિરોધ કરવા ટોળું પોલીસ પરવાનગી વગર જ પહોંચી ગયું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “ઉત્તર દિલ્હીમાં શાહી ઈદગાહ વિસ્તારમાં હાઈકોર્ટના આદેશ પર DDA રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા સ્થાપિત કરી રહ્યું છે. પ્રતિમા સ્થાપિત કરવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન કેટલાક સ્થાનિક લોકોમાં એવો મેસેજ ફરતો થયો કે વિરોધ કરવામાં આવશે, જેના કારણે કેટલાક લોકો ત્યાં પહોંચી ગયા હતા. પોલીસે વિરોધ પ્રદર્શન માટે કોઈ પરવાનગી આપી ન હતી.”

    જસ્ટીસ ફોર ઈદગાહ કરીને મેસેજ થયો ફરતો

    ઉલ્લેખનીય છે કે 26 સપ્ટેમ્બરે વોટ્સએપ પર સ્થાનિક રૂપે એક મેસેજ ફરતો થયો કે આપણે આજે સાંજે 4 વાગ્યે ઈદગાહ પહોંચવાનું છે. નોંધવા જેવી બાબત એ છે આ મેસેજમાં ઈદગાહ સાથે કઈ ખોટું થઇ રહ્યું હોવાની માહિતી અને જસ્ટીસ ફોર ઈદગાહ એવી માહિતી આપવામાં આવી હતી. તથા લોકેને ઈદગાહ પહોંચવા ઉશ્કેરવામાં આવ્યા હતા. આ બધું જ મૌલાના તૌકીરના નિવેદન આવ્યા બાદ થઇ રહ્યું હતું. આ મેસેજ ફરતો થયા પછી સાંજની નમાઝ બાદ ઈદગાહ પર મુસ્લિમોનું ટોળું એકઠું થઇ ગયું હતું. આ અંગે પોલીસે સ્પષ્ટતા આપી હતી કે, કેટલાક લોકો ખોટો સંદેશ ફેલાવે છે કે ઈદગાહની જમીન પર અતિક્રમણ થઈ રહ્યું છે, જે સંપૂર્ણપણે ખોટું છે. પાર્કમાં જે પણ થઈ રહ્યું છે તે દિલ્હી હાઈકોર્ટના આદેશ પર થઈ રહ્યું છે.

    ઉલ્લેખનીય છે કે આજે જુમ્માની નમાજ હોવાથી પરિસ્થિતિ વણસવાની આશંકાઓ સાથે પોલીસે અગાઉથી જ સાવચેતી પૂર્ણ પગલા લીધા છે. આવી સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષાના પૂરતા પગલા લેવામાં આવ્યા છે. અર્ધલશ્કરી દળો ઉપરાંત પોલીસ દળો તૈનાત રહેશે. સાવચેતીના પગલારૂપે પોલીસે આ પાર્ક તરફ જતા રસ્તાઓ બંધ કરી દીધા છે. તેમજ પાર્કની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં