Sunday, November 17, 2024
More
    હોમપેજદુનિયાપાકિસ્તાની ભિખારીઓથી સાઉદી અરબ ત્રસ્ત: ઉમરાહ વિઝા પર અસર થશેની ચેતવણી બાદ,...

    પાકિસ્તાની ભિખારીઓથી સાઉદી અરબ ત્રસ્ત: ઉમરાહ વિઝા પર અસર થશેની ચેતવણી બાદ, કંગાળ દેશે ‘ઉમરાહ અધિનિયમ’ લાવવાની કરી જાહેરાત

    સાઉદી અરબે હજ-ઉમરાહની આડમાં દેશમાં આવી ભીખ માંગતા પાકિસ્તાનીઓ સામે લાલ આંખ કરી છે. સાઉદીએ પાકિસ્તાનને તેના લોકોને ખડી દેશોમાં ઘૂસતા અટકાવવા કાર્યવાહી કરવા ચેતવણી આપી છે.

    - Advertisement -

    સાઉદી અરેબિયા(Saudi Arabia) છેલ્લા ઘણા લાંબા સમયથી પાકિસ્તાની ભિખારીઓથી (Pakistani beggars) ત્રસ્ત છે. વારંવાર ચેતવણીઓ આપવા છતાં તેમાં કોઈ જ ફરક નજરે નથી પડી રહ્યો. ત્યારે હવે સાઉદી અરબે હજ-ઉમરાહની આડમાં દેશમાં આવી ભીખ માંગતા પાકિસ્તાનીઓ સામે લાલ આંખ કરી છે. સાઉદીએ પાકિસ્તાનને તેના લોકોને ખડી દેશોમાં ઘૂસતા અટકાવવા કાર્યવાહી કરવા ચેતવણી આપી છે. પાકિસ્તાનના મઝહબી મામલાના મંત્રાલયને ટાંકીને પાકિસ્તાની અખબાર ટ્રિબ્યુને એક અહેવાલમાં જણાવ્યું છે કે સાઉદી સરકારે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તેઓ પોતાના ભિખારીઓ પર નિયંત્રણ નહીં લાવે તો તેની નકારાત્મક અસર ઉમરાહના વિઝા અને હજ (Hajj-Umrah) યાત્રા પર પડશે.

    ટ્રિબ્યુને આપેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, “સાઉદી હજ મંત્રાલય દ્વારા પાકિસ્તાનના મઝહબી મામલાના મંત્રાલયને એક સ્પષ્ટ ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણીમાં ઉમરાહના વિઝા અંતર્ગત ખાડી દેશોમાં ઘૂસી જતા અને ભીખ માંગવા સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા પાકિસ્તાની નાગરિકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.” બીજી તરફ આ ચેતવણી મળતાની સાથે જ પાકિસ્તાન સરકારને પરસેવો છૂટી ગયો છે. પાકિસ્તાન સરકારના નિર્દેશો બાદ હવે મઝહબી મંત્રાલયે ‘ઉમરાહ અધિનિયમ’ લાવવાનો નિર્ણય કર્યો છે. આ અધિનિયમ ઉમરાહને લઈને કામ કરતી એજન્સીઓ પર નજર રાખ્સને અને તેમને રેગ્યુલેટ કરાવનું કામ કરશે.

    નોંધનીય છે કે, આ પહેલા પણ અનેક વાર સાઉદી પાકિસ્તાનને ચેતવણીઓ આપી ચૂક્યું છે. પણ પાકિસ્તાન પોતાના ભિખારીઓ અને ખિસ્સા કાતરુઓ પર નિયંત્રણ લાવવામાં અસફળ રહ્યું છે. આ પહેલા પાકિસ્તાન સરકારે ખાડી દેશોને આશ્વાસન આપ્યું હતું કે તેઓ પાકિસ્તાનથી ભિખારીઓને સાઉદી જવામાં મદદ કરતા એજન્ટો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું વચન આપ્યું હતું. જોકે તેમ કશું થઇ શક્યું નહોતું અને અંતે સાઉદી અરબે ભીખ માંગતા પાકિસ્તાનીઓ પર ફરી એક વાર ચેતવણી આપવાની જરૂર પડી.

    - Advertisement -

    માત્ર ભિખારીઓ જ નહીં, ખિસ્સાકાતરુ પાકિસ્તાનીઓનો પણ ત્રાસ

    આ પહેલા સામે આવ્યું હતું કે મોટા ભાગના પાકિસ્તાનીઓ કે જેઓ આરબ દેશોમાં જઈને ત્યાં પાકીટમારી કરવાનું શરૂ કરી દેતા હોવાના આરોપો પણ લાગી ચૂક્યા છે. સપ્ટેમ્બર 2023માં સાઉદી અરેબિયાએ કહ્યું હતું કે, આ પાકિસ્તાની ખિસ્સાકાતરુઓને કારણે તેમની જેલો ભરેલી રહે છે. પાકિસ્તાનના સ્થળાંતર અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સચિવ ઝુલ્ફીકાર હૈદરે પોતે મક્કામાં મસ્જિદ અલ-હરમ જેવા મઝહબી સ્થળોએ પકડાયેલા મોટા પાયે ખિસ્સાકાતરુઓ પાકિસ્તાની નાગરિકો હોવાનો ખેદ વ્યક્ત કર્યો હતો.

    આટલું જ નહીં, કંગાળ પાકિસ્તાન એ હદે બરબાદ છે કે તેના નાગરિકોને વિદેશ જતા પ્લેનમાંથી ઉતારી મુકવામાં આવે છે. આવી જ એક ઘટના ઓક્ટોબર 2023માં સામે આવી હતી, કે જેમાં મુલતાન એરપોર્ટ પરથી 16 લોકોને ફ્લાઇટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. આ તમામ લોકો ઉમરાહના બહાને સાઉદીમાં જઈને ભીખ માંગવાની ફિરાકમાં હતા.

    ‘પાકિસ્તાની ભિખારીઓ’ના પાસપોર્ટ બ્લોક કરવાની જાહેરાત

    પોતાની આબરૂ બચાવવા મરણીયા પાકિસ્તાને ગત જુલાઈ મહિનામાં જ આકરા પગલા ભર્યા હતા. પાકિસ્તાની સરકારે ઉમરાહની આડમાં સાઉદી આરબ જઈને ભીખ માંગી રહેલા 2000 જેટલા પાકિસ્તાની ભિખારીઓના પાસપોર્ટ બ્લોક કરવાનો નિર્ણય લીધો હતો. આ લોકો ઉમરાહ યાત્રાના બહાને સાઉદી આરબમાં જઈને ભીખ માંગતા હતા. માત્ર આટલું જ નહીં, પરંતુ તે લોકો વિદેશમાં જઈને ચોરી સહિતના અનેક ગુનાઓ આચરતા હતા. આટલું જ નહીં, તેમને સાઉદી પહોંચાડનાર એજન્ટોના પાસપોર્ટ પણ બ્લોક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં