બહુજન સમાજ પાર્ટી (BSP) પ્રમુખ માયાવતીએ (Mayawati) જાતિવાદને લઈને કોંગ્રેસ (Congress) પર આકરા પ્રહાર કર્યા છે. બસપા ચીફ માયાવતીએ બાબાસાહેબ આંબેડકરથી (Baba Saheb Ambedkar) પ્રેરણા લઈને દલિત નેતાઓને કોંગ્રેસ જેવી પાર્ટીઓથી અલગ થવા માટેની હાલક કરી છે. તેમણે કહ્યું છે કે, કોંગ્રેસને પોતાના ખરાબ દિવસોમાં જ દલિત (Dalit) યાદ આવે છે, જ્યારે સારા દિવસોમાં તે દલિતોને બરતરફ કરે છે. દલિત નેતા માયાવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને કોંગ્રેસને આડેહાથ લીધી હતી. આ ઉપરાંત તેમણે દરેક જાતિવાદી પાર્ટીને પણ ટાર્ગેટ કરી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માયાવતીએ પોસ્ટ કરીને લખ્યું કે, “દેશમાં હમણાં સુધીમાં ઘટેલી રાજકીય ઘટનાઓથી સાબિત થાય છે કે, ખાસ કરીને કોંગ્રેસ અને અન્ય જાતિવાદી પાર્ટીઓને પોતાના ખરાબ દિવસોમાં તો કેટલાક સમય માટે દલિતોને મુખ્યમંત્રી અને સંગઠન વગેરેના ઉચ્ચ સ્થાનો પર રાખવાનું યાદ આવે છે. પરંતુ સારા દિવસોમાં તેને આવું કઈ યાદ નથી આવતું.” તેમણે વધુમાં કહ્યું કે, “જાતિવાદી પાર્ટીઓ પોતાના ખરાબ દિવસોમાં દલિતોને યાદ કરે છે, પછી મોટેભાગે તેને બરતરફ કરી દે છે.”
‘આવી પાર્ટીઓથી અલગ થવું જોઈએ’
તેમણે વધુમાં લખ્યું કે, “બરતરફ કર્યા બાદ તેમના સ્થાને ફરીથી જાતિવાદી લોકોને રાખી દેવામાં આવે છે.” આ ઉપરાંત તેમણે હરિયાણાનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે, “હમણાં હરિયાણા રાજ્યમાં પણ આવી જ ઘટનાઓ જોવા મળી રહી છે.” માયાવતીએ વધુમાં લખ્યું કે, “આવી રીતે અપમાનિત થતાં દલિત નેતાઓએ પોતાના મસીહા બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરથી પ્રેરણા લઈને પોતાને આવી પાર્ટીઓથી અલગ કરી દેવા જોઈએ અને પોતાના સમાજને પણ આવી પાર્ટીઓથી અલગ કરી દેવો જોઈએ. કારણ કે, પરમપૂજ્ય બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરે દેશના પછાત વર્ગોના આત્મસન્માન અને સ્વાભિમાનના લીધે પોતાના કેન્દ્રીય કાયદા મંત્રીના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.”
1. देश में अभी तक के हुए राजनीतिक घटनाक्रमों से यह साबित होता है कि खासकर कांग्रेस व अन्य जातिवादी पार्टियों को अपने बुरे दिनों में तो कुछ समय के लिए इनको दलितों को मुख्यमंत्री व संगठन आदि के प्रमुख स्थानों पर रखने की जरूर याद आती है। 1/6
— Mayawati (@Mayawati) September 23, 2024
તેમણે કહ્યું કે, “દલિતોને મારી સલાહ છે કે, તેઓ બાબાસાહેબ આંબેડકરના પદચિહ્નો પર ચાલે. કોંગ્રેસ અને અન્ય જાતિવાદી પાર્ટીઓ શરૂઆતથી જ આરક્ષણના વિરોધમાં રહી છે. રાહુલ ગાંધીએ તો વિદેશમાં જઈને અનામત ખતમ કરી દેવાનું એલાન પણ કરી દીધું છે. આવી બંધારણ, અનામત અને SC, ST, OBC વિરોધી પાર્ટીઓથી લોકો વધુ સચેત રહે તે ખૂબ જરૂરી છે.”