તિરુપતિ મંદિરના પ્રસાદને લઈને ચાલતા વિવાદ (Tirupathi Prasad Row) વચ્ચે અમૂલે એક અગત્યની સ્પષ્ટતા કરી છે. જેમાં જણાવવામાં આવ્યું કે તેમણે ક્યારેય પણ તિરુપતિ મંદિર ટ્રસ્ટને ઘી સપ્લાય કર્યું નથી. અમુક કોંગ્રેસ નેતાઓ અને તેમના સમર્થકો દ્વારા અમૂલ (Amul) વિશે ખોટા દાવા કરવામાં આવ્યા બાદ ડેરી બ્રાન્ડ દ્વારા આ બાબતે ચોખવટ કરવામાં આવી હતી.
શુક્રવારે (20 સપ્ટેમ્બર) એક નિવેદનમાં અમૂલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, “અમુક સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ને અમૂલ ઘી પહોંચાડવામાં આવી રહ્યું હતું. અમે જણાવવા માંગીએ છીએ કે અમે TTDને ક્યારેય પણ અમૂલ ઘી સપ્લાય કર્યું નથી.”
આગળ જણાવવામાં આવ્યું કે, “એ પણ સ્પષ્ટતા કરવામાં આવે છે કે અમૂલ ઘી અમારી સ્ટેટ ઑફ ધ આર્ટ પ્રોડક્શન ફેસિલિટીઝ ખાતે બનાવવામાં આવે છે, જે ISO સર્ટિફાઇડ છે. અમૂલ ઘી ઉચ્ચ ગુણવત્તાન એકદમ શુદ્ધ દૂધમનથી બનાવવામાં આવે છે. જે દૂધ અમારી ડેરીમાં આવે છે તે અત્યંત કઠોર ક્વોલિટી ચેક્સમનથી પસાર થઈને આવે છે અને તેમાં ભેળસેળ છે કે નહીં તેની પણ નિયમિત રીતે FSSAIના ધારાધોરણો મુજબ તપાસ કરવામાં આવે છે.
Issued in Public Interest by Amul pic.twitter.com/j7uobwDtJI
— Amul.coop (@Amul_Coop) September 20, 2024
અમૂલ આગળ જણાવે છે કે, અમૂલ ઘી છેલ્લાં પચાસથી વધુ વર્ષથી ભારતની સૌથી વધુ વિશ્વસનીય ઘી બ્રાન્ડ બની રહી છે અને આગળ પણ ભારતીયોના જીવનનો અગત્યનો ભાગ બની રહેશે. આગળ સ્પષ્ટતા કરીને કહેવામાં આવ્યું કે, આ બાબત અમૂલ વિરુદ્ધ ચાલતા મિસઇન્ફોર્મેશન કેમ્પેઈન પર પૂર્ણવિરામ લગાવવા માટે જણાવવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે એક તરફ જ્યાં તિરુપતિ મંદિરમાં જગન મોહન રેડ્ડીની સરકાર વખતે પ્રસાદ માટે વપરાતા ઘીમાં ભેળસેળ કરવામાં આવતી હોવાનું અને તેમાં જાનવરોની ચરબી હાજર હોવાનું સામે આવ્યું તો બીજી તરફ જગન સરકારને પ્રશ્ન કરવાની જગ્યાએ કોંગ્રેસ ઇકોસિસ્ટમે ગુજરાત એન્ગલ જોઈને અમૂલને કારણ વગર ભાંડવાનું શરૂ કરી દીધું હતું.
કોંગ્રેસ સમર્થક અને ભૂતકાળમાં પણ ફેક ન્યૂઝ ફેલાવી ચૂકેલા સ્પિરિટ ઑફ કૉંગ્રેસે એક પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે, 2023 સુધી TTDને શુદ્ધ નંદિની (કર્ણાટકની બ્રાન્ડ) ઘી પહોંચાડવામાં આવતું હતું. પરંતુ નંદિનીને હટાવીને કોન્ટ્રાક્ટ અમૂલને આપવામાં આવ્યો હતો. આ પોસ્ટ હવે ડિલીટ કરી દેવામાં આવી છે.
મુંબઈના કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગનાં મહાસચિવે પણ આવો જ દાવો કર્યો હતો, જેમાં કહ્યું કે, નંદિનીનો કોન્ટ્રાક્ટ ખતમ કરીને ગુજરાતના અમૂલને તિરુપતિ પ્રસાદ માટે ઘી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
So Nandini Ghee from Karnataka was replaced, and Amul Ghee from Gujarat was awarded the contract for Tirupati Prasad. Something seems suspicious ever since the news broke yesterday. Tirupati is one of those revered temples where such mistakes are unimaginable. #TirumalaLaddu… pic.twitter.com/J1dcG07fyS
— Vidya (@Vidyaraj51) September 20, 2024
આ બંનેએ 2 ઑગસ્ટ, 2023નો એક રિપોર્ટ ટાંકીને આ દાવા કર્યા હતા, જેની હેડલાઇનમાં જણાવવામાં આવ્યું છે કે, તિરુપતિ મંદિરે હવે પ્રસાદ માટે નંદિની ઘી વાપરવાનું બંધ કરી દીધું છે. પરંતુ હેડલાઇન કે રિપોર્ટમાં ક્યાંય એવું લખવામાં આવ્યું ન હતું કે અમૂલને નવો કોન્ટ્રાક્ટ અપાયો છે. આ કોંગ્રેસીઓના મગજની ઉપજ છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ દાવો કર્યો હતો કે જગન મોહન સરકાર વખતે તિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. પછીથી લેબ ટેસ્ટ કરવામાં આવતાં આ બાબતની પુષ્ટિ પણ થઈ અને મંદિરે પણ પુષ્ટિ કરી. ત્યારબાદ સપ્લાયરને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવ્યા તો બીજી તરફ કેન્દ્ર સરકારે પણ રિપોર્ટ માંગ્યો છે.