Friday, September 20, 2024
More
    હોમપેજદેશવક્ફ બિલ પર JPCને મળ્યા 1 કરોડથી વધુ અભિપ્રાય, ઈ-મેઇલ એટલા ગયા...

    વક્ફ બિલ પર JPCને મળ્યા 1 કરોડથી વધુ અભિપ્રાય, ઈ-મેઇલ એટલા ગયા કે ઇનબૉક્સ ફૂલ થઈ ગયાં: 30 લાખ પત્રોથી પણ પહોંચ્યો જનતાનો અવાજ

    JPCને વક્ફ બિલ મામલે ઈ-મેલના માધ્યમથી મળેલ અભિપ્રાયોમાં 12,801 ઈ-મેઇલ એટેચમેન્ટ સાથે આવ્યા હતા. તથા 75,650 ઈ-મેઇલ સ્પામ ફોલ્ડરમાં આવ્યા હતા. આ સિવાય JPCને ઈ-મેઇલ સિવાય લેખિત પત્રોના માધ્યમથી પણ અભિપ્રાય મળ્યા હતા.

    - Advertisement -

    કેન્દ્ર સરકારે (Central Government) સંસદમાં રજૂ કરેલ વક્ફ સુધારણા બિલ (Waqf Amendment Bill 2024) સંયુક્ત સંસદીય સમિતિમાં (Joint Parliamentary Committee) મોકલવામાં આવ્યું છે. સરકારે વક્ફ એક્ટમાં સુધારણા કરવા અને વક્ફ બોર્ડ પાસે રહેલી અસીમિત શક્તિઓને માર્યાદિત કરવા આ બિલ રજૂ કર્યું હતું. આ મામલે સંયુક્ત સંસદીય સમિતિએ (JPC) દેશવાસીઓના અભિપ્રાય મંગાવ્યા હતા. અહેવાલો પરથી જાણવા મળી રહ્યું છે કે JPCને લાખોની સંખ્યામાં ઈ-મેઇલ (E-Mail) અને પત્રોના માધ્યમથી અભિપ્રાય મોકલવામાં આવ્યા છે.

    ઉલ્લેખનીય છે સંયુક્ત સંસદીય સમિતિની રચના વક્ફ સુધારણા બિલ 2024 પર ચર્ચા કરવા માટે કરવામાં આવી છે. જેમાં તમામ રાજકીય પક્ષોના સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બિલ રજૂ કર્યા બાદ બિલ પર ચર્ચા શરૂ થઈ હતી. બીજી તરફ દેશના લોકો પાસેથી પણ આ મામલે અભિપ્રાય મંગાવવા માટે સરકારે જાહેરાત કરી હતી.

    રિપોર્ટ અનુસાર, 18 સપ્ટેમ્બર સુધી દેશમાંથી 91,78,419 અભિપ્રાય ઈ-મેઇલ દ્વારા મળ્યા હતા. મેઇલ ઈનબોક્સની ક્ષમતા મહત્તમ 33,43,404 ઈ-મેઇલ સુધીની જ હતી. મેઇલ બોક્સ ફૂલ થઇ જતાં તેની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો હતો. મોનિટરિંગ ટીમ મળી રહેલા ઇ-મેઇલનો ડેટા તરત સેવ કરી ઇનબોકસ ખાલી કરી રહ્યા છે. પરંતુ દેશભરમાંથી મળી રહેલ અભિપ્રાય એટલી વધુ માત્રામાં હતા કે ઇનબોકસ ખૂબ ઝડપથી ભરાઈ રહ્યાં હતાં.

    - Advertisement -

    હાલમાં 15 કર્મચારીઓને ઈ-મેઇલ પર નજર રાખવા માટે તહેનાર કરવામાં આવ્યા છે. પરંતુ મોટા પ્રમાણમાં આવેલા અભિપ્રાયોની સંખ્યાને ધ્યાનમાં લઈને JPCએ લોકસભાના સ્પીકર પાસે વધુ સ્ટાફની માંગણી કરી છે. જેથી ઈ-મેઈલનો યોગ્ય અભ્યાસ કરી શકાય. તથા મળતા અભિપ્રાય વહેલી તકે રજૂ કરી શકાય.

    અહેવાલો અનુસાર JPCને વક્ફ બિલ મામલે ઈ-મેલના માધ્યમથી મળેલ અભિપ્રાયોમાં 12,801 ઈ-મેઇલ એટેચમેન્ટ સાથે આવ્યા હતા. તથા 75,650 ઈ-મેઇલ સ્પામ ફોલ્ડરમાં આવ્યા હતા. આ સિવાય JPCને ઈ-મેઇલ સિવાય લેખિત પત્રોના માધ્યમથી પણ અભિપ્રાય મળ્યા હતા. અહેવાલ અનુસાર લેખિત પત્રો દ્વારા લગભગ 30 લાખ અભિપ્રાય મળ્યા છે. ઈ-મેઇલ અને લેખિત પત્રો દ્વારા સમિતિ પાસે 1 કરોડ 20 લાખથી વધુ અભિપ્રાય આવ્યા છે.

    ઉલ્લેખનીય છે કે આ બિલ લાગુ કરવા માટે થઈને અભિપ્રાય મોકલવા હિંદુ સંગઠનો દ્વારા મોટા પાયે અભિયાન ચલાવવામાં આવ્યાં હતાં. ગુજરાતના ગોધરામાં મોટાભાગના ગણેશ પંડાલોમાં QR કોડ લગાવીને સામાન્ય લોકોને પણ અભિપ્રાય મોકલવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ સિવાય ગાંધીનગર બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા વક્ફ બોર્ડની શાખામાં જઈને અભિપ્રાય લેવામાં આવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં